- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
ન્યુઝીલેન્ડમાં મોદીએ જૂની યાદોને તાજી કરી ૨૫-૩૦ વર્ષ પહેલા મને ભેટમાં મળેલું મફલર આજે પણ મેં સાચવીને રાખ્યું છે મોદીએ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી અને ભારતીયોને સંબોધિત કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી અને ભારતીયોને સંબોધિત પણ કર્યા. કોમ્યુનિટી ઇવેન્ટમાં ભારતીય સમુદાય સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આજે ૪૦ વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ન્યુઝીલેન્ડ આવ્યા છે. આ મારું ખૂબ મોટું સૌભાગ્ય છે કે હું તમારા માટે ૧૪૦ કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું.” આ દરમિયાન પીએમ મોદીએ મંચ પરથી પોતાની એક ૨૫-૩૦ વર્ષ જૂની વાત…
વીમા, સબસિડી, અન્ય વિકલ્પો આપવા માંગ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ દેશભરના તમામ ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપ) પર સામાન્ય અને ઈ૧૦ પેટ્રોલ સતત અને કોઈ પણ અડચણ વિના ઉપલબ્ધ રાખવા માંગણી E20 પેટ્રોલને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે, જેના પર સરકાર તરફથી જવાબો પણ આવી રહ્યા છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. E20 પર અરજીકર્તાએ એડવોકેટ નરેન્દ્ર મિશ્રા દ્વારા એક જનહિત અરજી (PIL) દાખલ કરી છે. આ અરજીમાં સર્વાેચ્ચ અદાલત પાસે માંગ કરવામાં આવી છે કે, દેશભરના તમામ ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપ) પર સામાન્ય અને E10 (10% ઇથેનોલ-બ્લેન્ડેડ) પેટ્રોલ સતત અને કોઈ પણ…
લોંગ માર્ચ-૧૦એ રોકેટ સ્પેસમાંથી સમુદ્રમાંથી ઉતાર્યું ચીને લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો ૧૪ ટન વજનની ક્ષમતા ધરાવતા લોંગ માર્ચ-૧૦એ રોકેટને રિકવર કરી શકાતું હોવાથી લોંચની કોસ્ટ ઘટાડી શકાશે ચીને સ્પેસ ટેકનોલોજીમાં એક નવો કીર્તિમાન રચ્યો છે. લોંગ માર્ચ-૧૦એ રોકેટ પહેલા સ્ટેજમાં સમુદ્રમાં નેટ રિકવર થયું છે. તેનો અર્થ એ કે રોકેટ લોંચ થયા પછી આખેઆખું રોકેટ ફરીથી મેળવી શકાયું છે. તેના કારણે ભવિષ્યમાં લોચિંગનો ખર્ચ ઘટાડી શકાશે. રોકેટ સંપૂર્ણ રીતે રિકવર થયું હોય એવું દુનિયામાં પહેલી વખત બન્યું છે.રિયુઝેબલ રોકેટનો અર્થ એવો થાય કે મોંઘા બૂસ્ટરને દરેક વખતે બનાવવાને બદલે તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય. તેનાથી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સને ૨૦૦૬માં તત્કાલિન પાણી પુરવઠા મંત્રી નરોત્તમ પટેલના અપાયેલા સૂચના ના પગલે શરૂ થયેલી ખાડી પૂરની આફત આજદિન સુધી લગાતાર ચાલુ રહી છે. આમ છતાં આ પ્રજા અત્યારે તો શાસકો પર ફિટકાર અને કાગારોળ મચાવતી હોય છે. પરંતુ ચૂંટણીમાં તો પ્રજા ખોબલે ખોબલે મત તો ભાજપ ને આપતી હોવાથી શાસકો નઘરોળ અને બેજવાબદાર બની જતાં ખાડીપૂરની સમસ્યા યથાવત રહી છે. જે સમસ્યાને ધ્યાનમાં લઈને શહેરીજનો ના હિતમાં લડત આપતી સામાજિક સેવા સંસ્થા વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના દક્ષિણ ગુજરાતના પ્રમુખ છગનલાલ ડી. મેવાડાએ સને ૨૦૧૬માં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જનહિત માટે એક PIL…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરતમાં ભરાયેલા પાણીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ તકે મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, ગત ૬ અને ૭ જુલાઈના રોજ સુરતમાં પડેલા પહેલા જ વરસાદને કારણે લગભગ તમામ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરો, દુકાનો અને બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જે આજે ચાર દિવસ પછી પણ હજુ સુધી ઓસર્યા નથી. આમ તો સુરતના લોકોએ ભૂતકાળમાં પણ આવી નાની-મોટી વિપદાઓ અને કુદરતી આફતોનો હસતા મુખે તથા ખંતપૂર્વક સામનો કર્યો છે, પરંતુ આ વખતની પરિસ્થિતિ તદ્દન અલગ છે.…
સરકાર-ભાજપની ટીકા ભારે પડ્યાનો દાવો શેખર સુમનના ભાગીદારને ત્યાં ઈડીની ટીમ ત્રાટકી સાંગાણીએ સર્ચ દરમિયાન મુંબઈની એક ઇમારતના ૧૩મા માળેથી પોતાનો મોબાઇલ ફોન ફેંકી દીધો હતો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા અને પીઢ અભિનેતા શેખર સુમનના વ્યવસાયિક સહયોગી ધર્મેશ નરેન્દ્ર સાંગાણી અને તેની કંપની કલાની ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાં દરોડા પાડ્યા હતા. તપાસમાં કથિત રીતે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ), કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં અનેક અઘોષિત વિદેશી સંપત્તિઓ અને ઓફશોર બેન્ક ખાતાઓ અને અવાસ્તવિક વિદેશી રેમિટન્સનો ખુલાસો થયો છે.શેખર સુમન ફિલ્મ એકેડેમી (એસએસએફએ)ની સહ-સ્થાપના ધર્મેશ સાંગાણી દ્વારા કરવામાં આવી છે અને શેખર સુમન દ્વારા પ્રમોટ કરવામાં…
એક્શન સિનેમાનો એક નવો અધ્યાય શરૂ ‘માયસા’ માટે રશ્મિકાએ અંડરવોટર એક્શન સીન કર્યા ભારતીય સિનેમાનો પ્રથમ મહિલા-કેન્દ્રિત અંડરવોટર ફાઇટ સીન કર્યાનો નિર્માતાઓનો દાવો રશ્મિકા મંદાનાએ પોતાની આગામી પેન-ઈન્ડિયા ફિલ્મ ‘માયસા’ માટે એક મહત્વનો અંડરવોટર એક્શન સીન પુરો કર્યાે છે. ફિલ્મના નિર્માતાઓનો દાવો છે કે આ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા-કેન્દ્રિત અંડરવોટર ફાઇટ સિક્વન્સ છે. આ ફિલ્મમાં રશ્મિકા પોતાની કારકિર્દીના અત્યાર સુધીના સૌથી પડકારજનક એક્શન અવતારમાં જાેવા મળશે. રવિન્દ્ર પુલેના ડિરેક્શનમાં બની રહેલી અને ફોર્મ્યુલા ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘માયસા’ આદિવાસી પ્રદેશોની પૃષ્ઠભૂમિ પર આધારિત એક ઇમોશનલ એક્શન થ્રિલર છે. ફિલ્મમાં રશ્મિકાનો એક્શન અવતાર પહેલેથી જ ચર્ચામાં છે અને હવે આ અંડરવોટર સિક્વન્સથી…
ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો ‘ધમાલ ૪’માં સતીશ કૌશિકની સરપ્રાઇઝે દર્શકોને ભાવુક કર્યા સ્વર્ગસ્થ અભિનેતા સતીશ કૌશિકનું લોકપ્રિય પાત્ર ‘બટા ભાઈ’ સીજીઆઈ અને એઆઈ ટેન્કોલોજીની મદદથી ફરી જીવંત બનાવવામાં આવ્યું છે અજય દેવગન, અર્શદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરીની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીની નવી ફિલ્મ ‘ધમાલ ૪’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની શરૂઆતથી જ નિર્માતાઓએ દર્શકોને એક ખાસ સરપ્રાઇઝ આપ્યું છે. સ્વર્ગસ્થ અભિનેતા સતીશ કૌશિકનું લોકપ્રિય પાત્ર ‘બટા ભાઈ’ સીજીઆઈ અને એઆઈ ટેન્કોલોજીની મદદથી ફરી જીવંત બનાવવામાં આવ્યું છે. ‘ડબલ ધમાલ’માં આ પાત્રે દર્શકોને ખૂબ હસાવ્યાં હતાં અને હવે ફિલ્મની શરૂઆતમાં એનિમેટેડ સીક્વન્સ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ માટે…
ફિલ્મનું નવું મોશન પોસ્ટર લોંચ કરવામાં આવ્યું સિદ્ધાર્થ મલ્હોત્રા-તમન્ના ભાટિયાની ‘ધ વિવાન’ હવે ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે ફિલ્મમાં ભારતીય વાર્તાકથનની પરંપરાથી પ્રેરિત સંપૂર્ણપણે નવી સિનેમેટિક દુનિયા રજૂ કરાશે લોકકથા આધારિત ફેન્ટસી ફિલ્મ ‘ધ વિવાન’ના નિર્માતાઓએ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવાની સાથે તેનું નવું મોશન પોસ્ટર પણ લોંચ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આ ફિલ્મ હવે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.ફિલ્મનું નવું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં ઉપરથી લેવામાં આવેલા દૃશ્યમાં એક યોદ્ધા જેવા દેખાતા પાત્રને એક બળદ અને વાઘની વચ્ચે ઊભેલું દર્શાવવામાં આવ્યું છે. પ્રતીકાત્મક બાબતોથી ભરપૂર આ પોસ્ટર ફિલ્મની…
કોર્ટે ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો કર્યો ઉલ્લેખ નાસિક ધર્મ પરિવર્તન કેસ: ગર્ભવતી આરોપી નિદા ખાનને જામીન મળ્યા કોર્ટે નવા બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ માનવીય આધારે જામીન આપવાનો ર્નિણય લીધો છે મહારાષ્ટ્રના નાસિકથી સામે આવેલા TCS ધર્માંતરણ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. આ કેસમાં આરોપી નિદા ખાન, જે પાંચ મહિનાની ગર્ભવતી છે, તેને આ અઠવાડિયે જામીન મળી ગયા છે. જામીન આપતી વખતે કોર્ટે ખૂબ જ સંવેદનશીલ અને માનવીય અભિગમ અપનાવ્યો હતો. સ્પેશિયલ ન્યાયાધીશ કે. જી. જાેશીએ પોતાના આદેશમાં કહ્યું કે, જેલમાં બાળકનો જન્મ થવો એ કોઈપણ મહિલા અને બાળક માટે અત્યંત મુશ્કેલ અને ટ્રોમેટિક અનુભવ હોય છે. કોર્ટે આ સ્થિતિની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


