- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
કેપ્ટન શ્રેયસ અય્યરની વન-મેન આર્મી જેવી લડત ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડે ૯ વિકેટે કચડીને સિરીઝ પર કર્યાે કબજાે ૧૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે ભારતીય બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટી૨૦ મેચમાં પણ ભારતીય ટીમનો શરમજનક પરાજય થયો છે. બ્રિસ્ટલ ખાતે રમાયેલા આ મુકાબલામાં ઇંગ્લેન્ડે ભારતને ૯ વિકેટે હરાવીને ૫ મેચની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવી લીધી છે. સિરીઝ જીતવાની કે ડ્રો કરવાની આશા સાથે મેદાન પર ઉતરેલી ભારતીય ટીમ ટોપ ઓર્ડરની નિષ્ફળતા અને નબળી બોલિંગને કારણે મેચ ગુમાવી બેઠી હતી. ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં રમાયેલી પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે બાકીની ત્રણેય…
ભારતમાં ‘સાયલન્ટ લેઓફ્સ’નો ટ્રેન્ડ AI ની વિશ્વના ટેક સેક્ટર પર અસર, ૨૦૨૬માં ૧,૨૦,૦૦૦ની છટણી નિષ્ણાતોના મતે, આઈટી સેક્ટરમાં ટકી રહેવા કર્મચારીઓ માટે નવી ટેકનોલોજી શીખવી, એઆઈ સ્કીલ ડેવલપ કરવી અને સતત અપસ્કિલિંગ પર ભાર મૂકવો પડશે એઆઈના વધતા ઉપયોગની અસર હવે વિશ્વભરના ટેક સેક્ટરમાં જાેવા મળી રહી છે. વર્ષ ૨૦૨૬ દરમિયાન અત્યાર સુધીમાં વિશ્વના ટેક સેક્ટરમાં ૧.૨૦ લાખથી વધુ ટેક સેક્ટરના કર્મચારીઓની છટણી થઈ ચૂકી છે. હવે, તેની સીધી અસર ભારત પર જાેવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ, ભારતમાં આ વર્ષે ટેક સેક્ટરમાં ૩૫ હજાર જેટલી નોકરીઓ ઘટી શકે છે.આ વખતે થતી છટણીઓ અગાઉના વર્ષાેની જેમ માત્ર ખર્ચ ઘટાડવા…
મેલબોર્નથી પીએમ મોદીની મોટી જાહેરાત ભારતના ચેન્નાઇમાં રમાશે બિગ બેશ લીગની ઓપનિંગ મેચ સ્પોર્ટ્સ સાયન્સ, ટેન્કોલોજી રિસર્ચ અને ઈન્ડસ્ટ્રી ઈન્વેસ્ટમેન્ટ જેવા મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રમતગમતના સંબંધોમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી૨૦ ટૂર્નામેન્ટ બિગ બૅશ લીગની આગામી ૨૦૨૬-૨૭ સીઝનની શરૂઆત ભારતમાં થશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે શુક્રવારે તેમની ત્રણ દિવસીય ભારત મુલાકાતના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને આ મોટી જાહેરાત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, બિગ બૅશ લીગ નો આ પ્રથમ ઐતિહાસિક ઓપનિંગ મુકાબલો ડિસેમ્બરમાં ચેન્નાઈના પ્રખ્યાત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે.આ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મુંબઈના ઘાટકોપર-વેસ્ટ માં રિક્ષામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિ મૃત અવસ્થામાં મળી આવી હતી. પાર્ક સાઈટ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટના આત્મહત્યા હોવાનું પોલીસનું માનવું છે. પોલીસના જણાવ્યા અનુસાર મરનારનું નામ અદનાન વલીઅપ્પા છે. અને તેની ઊંમર ૩૫ વર્ષની છે. પ્રાથમિક દ્રષ્ટિએ અદનાને આત્મહત્યા કરી હોવાનું જણાય છે. જોકે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને શું ખરેખર આત્મહત્યાનો જ કેસ છે કે કેમ એની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અદનાન છેલ્લા ઘણા સમયથી પોતાના કુટુંબથી જુદો રહેતો હતો અને દારૂનો બંધાણી બની ગયો હતો. આ પહેલા પણ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં ધારાસભ્યથી લઈને ગુજરાતના ગૃહમંત્રી અને હવે નાયબ મુખ્યમંત્રી તરીકે સત્તાના સિંહાસને બિરાજમાન થનારા હર્ષ સંઘવી જ્યારે સુરતના જ હોય અને એ સુરતમાં ૨૦ વર્ષો ઉપરાંત થી ખાડીની સમસ્યાઓનું નિરાકરણ ના આવે ત્યારે હવે હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ આ પરિસ્થિતી હોય ત્યારે આગામી દિવસોમાં સુરતની શું હાલત થશે એ કહેવું મુશ્કેલ છે. સુરતની વિવિધ વિસ્તારોની આ ખાડીઓમા વર્ષો વર્ષ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા ખાડીની આજુબાજુના શ્રમ વિસ્તારો અને નાના મોટા ધંધા કરનારા શ્રમિકોને ભારે હાલાકી અને નુકસાન ભોગવવા પડતા હોવા છતાં ગુજરાત સરકાર કે એમના આ બોલકા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ…
બોઈંગ ૭૩૭ કાર્ગાે વિમાન શારજાહથી કરાચી જતું હતું પાકિસ્તાનનું કાર્ગાે વિમાન અરબી સમુદ્રમાં તૂટી પડયું, કાટમાળ મળ્યો ટેક ઓફની ત્રણ મિનિટ પછી સંપર્ક તૂટયો, પાયલટે ‘રોલિંગ ઓર ફ્લોટિંગ’ની એલર્ટ આપી હતી : મિસિંગ પાંચ ક્રુની શોધખોળ શરૂ પાકિસ્તાનની કે-૨ એરવેઝનું કાર્ગાે વિમાન શારજાહથી કરાચી આવતું હતું ત્યારે અરબ સાગરમાં તૂટી પડયું હતું. કરાચીથી ૩૦૦ કિલોમીટર દૂર વિમાન સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. પાયલટ સહિત પાંચ ક્રૂ મેમ્બર્સની ભાળ મળી નથી, પરંતુ વિમાનનો કાટમાળ બલૂચિસ્તાનથી ૯૮ કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. પાયલટે વિમાન તૂટી પડયું તે પહેલાં નેવિગેશન સિસ્ટમમાં ખરાબીની જાણકારી આપી હતી અને છેલ્લે રોલિંગ ઓર ફ્લોટિંગનો એલર્ટ આપ્યો હતો.…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે ચાંદીપુરા વાયરસ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો થયો છે, જેના કારણે પાંચ નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો છે. તંત્ર કહે છે કે તેઓ એલર્ટ છે. પણ આ તો આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી પરિસ્થિતિ છે, કારણ કે ગઈ સાલ પણ દાહોદ બનાસકાંઠાના આખા પટ્ટામાં આ વાયરસ ફેલાયો હતો અને અનેક નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે તમે માત્ર દેખાડો કરી રહ્યા છો, કારણ કે ગત વર્ષથી કંઈ શીખ્યા હોત તો આ વખતે આવી પરિસ્થિતિ પેદા ન…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના વટવા વિધાનસભાના રામોલ હાથીજણ વોર્ડના પ્રમુખ નિશાંત ઠક્કર પર FIR કરવામાં આવી છે. નિશાંત ઠક્કર એક એવા યુવા છે જેમણે પોતાના વિસ્તાર સહિત અમદાવાદના અન્ય વિસ્તારોના રોડ રસ્તાના મુદ્દે, પ્રદૂષણના મુદ્દે સહિત અનેક મુદ્દે અમદાવાદની જનતાનો અવાજ બનવાની કોશિશ કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજ સહિત ગુજરાતના તમામ લોકો માટે અવાજ ઉઠાવ્યો તો એ પણ સરકારને ગમ્યું નહીં, બીજી બાજુ અમદાવાદમાં નિશાંત ઠક્કર પણ લોકોનો અવાજ ઉઠાવી રહ્યા…
તેઓ જાણીતા સંગીતકાર બંધુઓ જતિન-લલિતમાંના લલિત પંડિતના પુત્રો છે ‘આલ્ફા’થી સંગીતકાર રોહાંશ અને અબીર પંડિતનું ફિલ્મમાં ડેબ્યુ રોહાંશ અને અબીરે ૨૦૨૩માં કિશોર વયે જ ‘કમિંગ હોમ’ નામનું શાંતિ સંદેશ આપતું ગીત તૈયાર કર્યું હતું ૧૯૯૦ના દાયકાથી લઈને ૨૦૦૦ના પ્રથમ દાયકાના સુધી હિન્દી ફિલ્મ સંગીત પર રાજ કરનાર લોકપ્રિય સંગીતકાર બંધુઓ જતિન-લલિત બાદ હવે તેમની આગામી પેઢીએ પણ યશ રાજ ફિલ્મ્સ સાથે પોતાની સફરની શરૂઆત કરી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આલ્ફા’નાં ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોરનાં સંગીતકાર રોહાંશ પંડિત અને અબીર પંડિત, લલિત પંડિતના પુત્રો હોવાનું હવે સામે આવ્યું છે.ખાસ વાત એ છે કે ફિલ્મનાં ક્રેડિટ્સમાં બંનેના નામ માત્ર ‘રોહાંશ’ અને…
કેટલાક દર્શકોએ ગીત જાેઈને ફિલ્મની વાર્તા પર ઉઠાવ્યા સવાલ ટોક્સિકની ‘તબાહી’માં યશ-કિયારા અડવાણીની કેમિસ્ટ્રી વખણાઈ ગીત રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર મોટાભાગનાં દર્શકોએ યશ અને કિયારાની સ્ક્રીન કેમિસ્ટ્રીનાં વખાણ કર્યાં પેન-ઈન્ડિયા સ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ’નું પહેલું ગીત ‘તબાહી’ રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. યશ અને કિયારા અડવાણી પર ફિલ્માવવામાં આવેલા આ રોમેન્ટિક ગીતમાં બંને વચ્ચેની કેમિસ્ટ્રી અને ઇન્ટિમેટ પળોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. જાેકે, ગીતનાં જ્યાં એક તરફ વખાણ થઈ રહ્યાં છે, ત્યાં બીજી તરફ કેટલાક દર્શકોએ ફિલ્મની વાર્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.વિશાલ મિશ્રાએ ગાયેલું અને સંગીતબદ્ધ કરેલું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


