
વિવાદ વધતા અક્ષય કુમારે તોડ્યું મૌન.૨૬ વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતા અક્ષય કુમારનો લોકોએ ઉધડો લીધો.ખેલાડી કુમારે તેના પર પોતાનું રિએક્શન આપતા કહ્યું કે, હોલીવુડ ફિલ્મોમાં આવું નથી થતું શું?.અક્ષય કુમારે પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત બંગલા માટે કમર કસી લીધી છે. આ ફિલ્મમાં તે પોતાનાથી ૨૬ વર્ષ નાની વામિકા ગાબ્બી સાથે રોમાન્સ કરતો જાેવા મળશે. ગત મંગળવારે ફિલ્મનું એક ગીત રીલિઝ થયું જેમાં અક્ષય કુમાર અને વામિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી જાેવા મળી છે. હવે સોશિયલ મીડિયા પર બંને એક્ટર્સ વચ્ચે એજ ગેપ પર સવાલ ઉઠવા લાગ્યા છે. અક્ષય કુમારને ૨૬ વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરવા માટે ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ખેલાડી કુમારે તેના પર પોતાનું રિએક્શન આપતા કહ્યું કે, હોલીવુડ ફિલ્મોમાં આવું નથી થતું શું?
અક્ષય કુમારે આ ગંભીર મુદ્દાને મજાકમાં ફેરવી નાખ્યો. તેણે સ્ક્રિપ્ટની માગ કહેતા મુદ્દાને ટાળી દીધો હતો. તેણે આગળ ઉંમરમાં નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરવા પર પોતાની સ્પષ્ટતા આપતા કહે છે કે, હોલીવુડમાં આવું નથી થતું શું? અક્ષય કુમારે કહ્યું, તો શું થયું? શું આપણે પહેલા ક્યારે આવું નથી જાેયું? હોલીવુડમાં પણ આવું થાય છે. ક્યારેક-ક્યારેક સ્ક્રિપ્ટની ડિમાન્ડ હોય છે. (અસલ જિંદગીમાં પણ) ઘણાં લોકો પોતાથી ઉંમરમાં મોટા પાર્ટનર સાથે લગ્ન કરે છે.
ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શનના જણાવ્યા અનુસાર, દર્શકોએ કલાકારોને તેમના પાત્ર તરીકે જાેવું જાેઈએ. કાસ્ટિંગ અંગે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે, “એમ.જી.આર. અને એન.ટી.આર. જેવા લોકો કહેતા હતા કે વાસ્તવિક ઉંમર અને સ્ક્રીન પર દેખાતી ઉંમર વચ્ચે મોટો ફરક હોય છે. એક્ટરની સ્ક્રીન ઉંમર એ તેની વાસ્તવિક ઉંમર નથી, પણ લોકો તમને સ્ક્રીન ઉંમર પ્રમાણે પણ સ્વીકારી લે છે. મને તેમાં કોઈ સમસ્યા દેખાતી નથી.”જ્યારે હું અક્ષય અથવા તબ્બુ સાથે શૂટ કરું છું, ત્યારે ક્યારેય કોઈ તકલીફ અનુભવાતી નથી અને જ્યારે દર્શકો ફિલ્મ જુએ છે, ત્યારે તેમને પણ કોઈ તકલીફ થતી નથી. આ બધું તેમના પાત્ર અને સ્ક્રીન ઉંમર પર આધારિત છે.”જણાવી દઈએ કે, બોલીવૂડમાં હીરો અને હીરોઈન વચ્ચે ઉંમરના મોટા અંતર પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ઘણીવાર હિન્દી ફિલ્મોમાં મોટી ઉંમરના હીરો ઓછી ઉંમરની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતા જાેવા મળે છે. જ્યારે બીજી બાજુ, સિનિયર એક્ટ્રેસ ક્યારેય યુવાન એક્ટર સાથે જાેવા નહીં મળે. આ મુદ્દે અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ પોતાના ટોક શો ‘ટૂ મચ વિથ ટ્વિંકલ એન્ડ કાજાેલ’માં પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. જાેકે, ત્યારે શોના મહેમાન આમિર અને સલમાન ખાને આ પ્રશ્નોનો હળવાશથી જવાબ આપી ટાળી દીધો હતો.





