
અભિનેત્રીએ જાેડિયા બાળકોને આપ્યો જન્મ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે ગુંજી કિલકારી આનંદ વ્યક્ત કરતાં કેપ્શનમાં દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા એ લખ્યું, ઇન્તેજારીનો આખરે અંત આવ્યો ટેલિવિઝનનું જાણીતું કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ પોતાનાં જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ કર્યાે છે, તેમને ત્યાં જાેડિયા દીકરાઓનું આગમન થયું છે. ૨૬ મે, ૨૦૨૬ના રોજ કપલે સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન દ્વારા ચાહકો સાથે આ ખુશખબર શેર કરી હતી. કપલે એક તસવીર પોસ્ટ કરી, જેમાં એક નોટ લખવામાં આવી હતી, “અમે ખુશી માંગી હતી… ભગવાને કહ્યું, ‘બમણી લઈ લો.’ જાેડિયા દીકરાઓના આશીર્વાદ મળ્યા.”આનંદ વ્યક્ત કરતાં કેપ્શનમાં દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા એ લખ્યું, “ઇન્તેજારીનો આખરે અંત આવ્યોપ ‘અમારા દીકરાઓ’ આવી ગયા છે અને જીવન હવે અમારી કલ્પના કરતાં પણ વધુ સુંદર લાગી રહ્યું છે. મેરે કરન અર્જૂન આ ગયે! અમે પેરેન્ટહૂડના આ અદ્ભુત નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યાં છીએ, તેથી તમારો ઘણો પ્રેમ અને આશીર્વાદ જાેઈએ.”આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ બની ગઈ અને ચાહકો, મિત્રો તથા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સભ્યોએ કપલને અભિનંદન પાઠવ્યા હતા. અનેક સેલિબ્રિટીઝ અને ફોલોઅર્સે પણ આ સમાચાર શેર કરવાની તેમની ભાવુક અને આનંદી રીતનાં વખાણ કર્યા હતા. રસપ્રદ રીતે, આ પોસ્ટનાં એક દિવસ પહેલાં જ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ તેમનાં મેટરનિટી ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં કપલ તેમની આવનારી માતા-પિતાની સફરને સેલિબ્રેટ કરતાં જાેવા મળ્યું હતું.મેટરનિટી શૂટનાં ફોટોઝ સાથે બંનેએ લખ્યું હતું, “એકબીજાનું ઘર બનવાથીપ હવે કોઈ બીજા માટે ઘર બનવા સુધી. અમને હજુ ખબર નથી કે આ સફર કેવી હશે, પરંતુ એટલું ચોક્કસ જાણીએ છીએ કે આ અમારી સૌથી સુંદર સફર બનવાની છે. હું ભાગ્યશાળી છું કે મને તને અને તેં મારા માટે જે દુનિયા બનાવી છે તેને પ્રેમ કરવાની તક મળી.” તેમની આ ભાવુક પોસ્ટને ઓનલાઈન ઘણો પ્રેમ મળ્યો હતો અને ચાહકો બાળકોનાં આગમનની આતુરતાથી રાહ જાેઈ રહ્યાં હતાં. કપલે આ વર્ષે માર્ચમાં પોતાની પ્રથમ પ્રેગનન્સીની જાહેરાત કરી હતી, ત્યારબાદ તેઓ વારંવાર પોતાની ખાસ સફરની ઝલક ફોલોઅર્સ સાથે શેર કરતાં રહ્યાં હતાં.તેમનાં સંબંધોની વાત કરીએ તો, દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાની લવ સ્ટોરી ટીવીની સૌથી લોકપ્રિય રીયલ લાઇફ રોમાન્સ સ્ટોરીઝમાંથી એક રહી છે. બંનેની પહેલી મુલાકાત ૨૦૧૫માં લોકપ્રિય ટીવી સિરીયલ યે હૈ મહોબત્તેંના સેટ પર થઈ હતી. થોડા સમયમાં જ બંને પ્રેમમાં પડ્યાં, જાન્યુઆરી ૨૦૧૬માં સગાઈ કરી અને તે જ વર્ષનાં જુલાઈમાં લગ્ન કર્યાં હતાં. વર્ષાે દરમિયાન, બંનેએ પોતાના સંબંધ અને સાથની અનેક ઝલકો ચાહકો સાથે શેર કરી છે.





