
ગુજરાતમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ.રાસ ગરબા શરૂ કરતા પહેલા દરગાહ પર શ્રીફળ વધેરાય છે.માં ના નવલા નોરતા શરૂ થયા છે ત્યારે જુનાગઢ શહેરમાં પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીઓ હજુ પણ જીવિત છ.માતાજીની આરાધનાનો પર્વ શરૂ થયો છે અને તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ જુનાગઢમાં એક એવી ગરબી છે કે જ્યાં રાસ ગરબા શરૂ કરતા પહેલા દરગાહે શ્રીફળ વધારવામાં આવે છે. માં ના નવલા નોરતા શરૂ થયા છે ત્યારે જુનાગઢ શહેરમાં પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીઓ હજુ પણ જીવિત છે.
ગરબીની શરૂઆત થાય ત્યારે પ્રથમ માતાની આરાધના કરતા હોય છે. પરંતુ નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા ગરબીમાં પ્રથમ વલીએ સોરઠ દરગાહ અને મિયામામુંશા દરગાહ ખાતે ચાદર વિધિ કરી શ્રીફળ વધારી અને બાદમાં માની આરાધના કરાય છે.
ગરબીનું છેલ્લા ૬૫ વર્ષથી ચામુંડા ગરબી મંડળ દ્વારા નાત જાતના ભેદભાવ વગર આયોજન કરવામાં આવે છે. આ ગરબી મંડળમાં ૬૫ બાળાઓ છે જેમાં ૧૮ બાળાઓ મુસ્લિમ છે. હિન્દુ મુસ્લિમ બાળાઓ એક સાથે જુદા જુદા રાસ લઈને નવલા નોરતા નિમિત્તે માની આરાધના કરે છે. તો બીજી તરફ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ અહીં માતાની આરતી ઉતારવા આવે છે તો તબલા વાદક પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે. એક બાજુ પાર્ટી પ્લોટમાં અનેક નિયમો બનાવવામાં આવે છે. માતાજીની આરાધનાના પર્વમાં સૌ કોઈ ભાગીદાર થઈ રહ્યું છે, ત્યારે જુનાગઢ એ કોમી એકતાનું શહેર કહેવામાં આવે છે અને તે સાર્થક પણ થઈ રહ્યું છે. નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી પ્રાચીન ગરબીમાં હિન્દુ મુસ્લિમ સમાજની બાળાઓ એક સાથે માતાજીની આરાધના કરે છે. જેમાં પ્રચલિત ભુવા રાસ, સળગતી ઈંઢોણીનો રાસ, મઢડા રાસ સહિતના જુદા જુદા રાસ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. નાની બાળાઓથી લઈ અને મોટી બાળાઓ નવ દિવસ સુધી જુદા જુદા રાસ લઈને ગરબે ઝૂમે છે. અંતર્ગત અહીંનો ભુવા રાસ ખૂબ જ પ્રચલિત છે. ફક્ત જૂનાગઢમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આ પ્રાચીન ગરબી નિહાળવા ઉમટી પડે છે. જ્યારે મુસ્લિમ બાળાઓ પણ નાત જાતના ભેદભાવ વગર નવ દિવસ ભુવા રાસ સહિતના રાસ રમી માતાની આરાધના કરી ગરબે ઝૂમે છે. જ્યારે સૌ કોઈએ ભાઈચારા સાથે રહેવાનો પણ સંદેશો આ ગરબે જુમતી બાળાઓ પાઠવે છે.
આમ દત અને દાતારની ભૂમિમાં તમામ તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય છે જ્યારે છેલ્લા ૬૫ વર્ષથી ચાલી આવતી પરંપરા હજુ પણ જુનાગઢમાં જીવિત છે અને હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમી ધન્યતા અનુભવે છે.




