
સ્થાનિક લોકોએ પાણી નાખીને બચાવ્યો અસારવા ચોક પાસે વૃદ્ધનો જાહેરમાં પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ સ્થાનિક લોકો અને પસાર થતા લોકોએ તાત્કાલિક તેમને ઉપાડીને નજીકના સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા
અમદાવાદના અસારવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અસારવા ચોક પાસે એક આધેડ વ્યક્તિએ જાહેર સ્થળે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બનતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર અસારવા ચોક પાસેના વ્યસ્ત રસ્તા પર આ આધેડ વ્યક્તિએ અચાનક પેટ્રોલ કાઢી અને પોતાના શરીર પર છાંટવાનું શરૂ કરી દીધું હતું. તેને આગ લગાવવાનો પ્રયાસ કરતાં આસપાસના લોકો ત્યાં આવી પહોચ્યા હતા. કેટલાક લોકોએ નજીકના દુકાન/ઘરમાંથી પાણીની બાલ્ટીઓ લઈને તેમના પર પાણી રેડ્યું અને આગને નિયંત્રણમાં લાવી હતી.આ ઝડપી પગલાંને કારણે વ્યક્તિના જીવનને બચાવી શકાયું છે, જાેકે તેઓ ગંભીર રીતે દાઝી ગયો હતો. સ્થાનિક લોકો અને પસાર થતા લોકોએ તાત્કાલિક તેમને ઉપાડીને નજીકના સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.શાહીબાગ પોલીસ દ્રારા તપાસ શરૂ કરી દીધી છે.




