
અમદાવાદ લાફાકાંડમાં વળાંક.પોલીસને ગાળો આપનારી મહિલા સામે બીજી FIR.અંજલી ચાર રસ્તા પાસે એક મહિલાને કોન્સ્ટેબલે લાફો માર્યો હતો જેના દ્રશ્યો પહેલા સામે આવ્યા હતા.અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલિ ચાર રસ્તા પાસે બે દિવસ અગાઉ પોલીસકર્મી અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે નવો વળાંક લઈ રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર માત્ર લાફો મારવાનો વીડિયો વાઇરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. પોલીસના બોડી ઓન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનામાં યુ-ટર્ન આવ્યો હતો.
ગઇકાલે ૨૦ ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં આ જ યુવતીએ ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ શ્યામલ ચાર રસ્તા નજીક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. જેના વીડિયો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જે ગુનામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા દાદાગીરી કરનાર યુવતી સામે અલગ અલગ ૪ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સામાન્ય રીતે આ કલમોનો સમૂહ ત્યારે જાેવા મળે છે જ્યારે, રસ્તા પર કોઈ ઝઘડો થયો હોય. કોઈએ ટ્રાફિક નિયમ તોડ્યો હોય (હેલ્મેટ વગર). પોલીસ કે અન્ય વ્યક્તિ સાથે ગાળાગાળી (૨૯૬મ્), મારપીટ (૧૨૧) અને ધમકી (૩૫૧) આપી હોય, પોલીસે યુવતી સામે ભારતીય ન્યાય સંહિતા(BNS) હેઠળ ત્રણ અને મોટર વ્હિકલ એક્ટ મુજબ એક કલમ લગાડી છે.
કલમ ૨૯૬(મ્) (જાહેરમાં અશ્લીલ શબ્દો બોલવા): મહિલાએ શ્યામલ ચાર રસ્તાના બનાવ દરમિયાન પોલીસકર્મીઓને જાહેરમાં ગાળો આપી હતી. કાયદા મુજબ ગાળો આપવી એ ‘અશ્લીલ શબ્દો‘ (Obscene words)ના ગુનામાં આવે છે, જે જાહેર શાંતિનો ભંગ કરે છે. આ મુજબ સજામાં ૩ મહિના સુધીની જેલ અથવા દંડ, અથવા બંને થઈ શકે છે.
કલમ ૩૫૧(૧) (ગુનાઇત ધમકી): મહિલાએ પોલીસ સાથે માથાકૂટ કરી દાદાગીરી કરી અને પોલીસકર્મીઓને ધમકાવ્યા હોવાથી આ કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ કલમ ત્યારે લાગે જ્યારે કોઈ વ્યક્તિ સામેની વ્યક્તિને (આ કિસ્સામાં ફરજ પરના પોલીસને) ડરાવવાની કોશિશ કરે. આ ગુનામાં ૨ વર્ષ સુધીની જેલ અથવા દંડ, અથવા બંને થઈ શકે છે.
કલમ ૧૨૧ (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) : આ કલમ શારીરિક હુમલા કે ઝપાઝપી માટે છે. જાે મહિલા અને પોલીસ વચ્ચેના સંઘર્ષમાં પોલીસકર્મીને કોઈ શારીરિક ઈજા થઈ હોય અથવા ઝપાઝપી દરમિયાન ઈજા પહોંચાડવાનો પ્રયત્ન થયો હોય, તો આ કલમ લાગુ પડે છે. સજાના ભાગરૂપે ૧ વર્ષ સુધીની જેલ અથવા ૧૦,૦૦૦ સુધીનો દંડ, અથવા બંને થઈ શકે છે.
મોટર વ્હિકલ એક્ટ કલમ 194(D):: આ કલમ સ્પષ્ટ કરે છે કે મહિલા હેલ્મેટ વગર વાહન ચલાવી રહી હતી. શ્યામલ ચાર રસ્તાવાળી ઘટનામાં પણ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આ દંડની જાેગવાઈ ઉમેરવામાં આવી છે. મોટર વ્હિકલ એક્ટ મુજબ સજામાં જાે ચાલક હેલ્મેટ વગર પકડાય, તો તેને ૧૦૦૦નો દંડ થઈ શકે છે અને ૩ મહિના માટે લાયસન્સ રદ થઈ શકે છે.
૧૯ ડિસેમ્બરે માત્ર પાલડી જ નહીં, પરંતુ ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે પણ આ જ મહિલાએ પોલીસ સાથે કરેલા વર્તનના ફૂટેજ પોલીસે રજૂ કર્યા છે. જેમા દેખાય છે કે જ્યારે ટ્રાફિક પોલીસે સફેદ કલરના એક્ટિવા પર જઈ રહેલી યુવતીને રોકી, ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. યુવતી પોલીસ પર પૈસા લેવાના પાયાવિહોણા આક્ષેપો કરતી સ્પષ્ટ દેખાય છે.
પોલીસકર્મીઓ અત્યંત સંયમ જાળવી રહ્યા હોવા છતાં યુવતી દ્વારા બિભત્સ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે મામલે યુવતી સામે મહિલા પોલીસ કોન્સ્ટેબલ શ્રધ્ધાબેને ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં ઉપરોક્ત ચાર કલમો હેઠળ યુવતી સામે કાર્યવાહીની તૈયારી કરવામાં આવી છે.




