
ગુજરાતીઓ ઠંડીમાં ઠુઠવાયા!,નલિયામાં ૩.૮ લઘુત્તમ તાપમાન નોંધાતા માઉન્ટ આબુ જેવો માહોલ છવાયો.અમરેલીમાં પણ તાપમાન ઘટીને ૭.૬ ડિગ્રી પર પહોંચ્ય.રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યભરમાં ઠંડીનો પારો ગગળ્યો છે. આ સાથે ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધારે અનુભવાઈ રહ્યો છે. ત્યારે નલિયામાં તો ઠંડીએ ભુક્કા બોલાવી દીધા છે. આ સિઝનમાં પહેલીવાર નલિયામાં ૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં પાંચ જગ્યાએ સિંગલ ડિજિટમાં તાપમાનનો પારો પહોંચ્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીની નીચે સમેટાયો હતો. હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે તે અંગેની આગાહી કરી છે તે જાેઈએ. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના વિવિધ વિસ્તારોના તાપમાનની વાત કરીએ તો, ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં ૩.૮ ડિગ્રી નોંધાયું છે. નલિયાનું તાપમાન સામાન્ય કરતા ૬ ડિગ્રી નીચું છે. અમરેલીમાં પણ તાપમાન ઘટીને ૭.૬ ડિગ્રી પર પહોંચ્યું છે. આ સાથે રાજકોટમાં ૮.૯, ભુજમાં ૯, ગાંધીનગરમાં ૯.૫, અમદાવાદમાં ૧૧.૬, ભાવનગરમાં – ડીસામાં ૧૨, વડોદરામાં ૧૨.૪, સુરતમાં ૧૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. એક દિવસ પહેલા ૬.૪ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડીને ૧૨ ડિગ્રીએ પહોંચ્યો હતો.
અમદાવાદ શહેર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી. અમદાવાદનો છઊૈં ૨૫૦ને પાર પહોંચ્યો છે. શહેરમાં ઠંડીના ચમકારા સાથે હવા પ્રદૂષિત બની છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે અમદાવાદમાં ૧૨ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. હવામાન વિભાગે શનિવારે આપેલી માહિતી પ્રમાણે, આગામી બે દિવસ માટે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાશે. ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. નોંધનીય છે કે, નલિયામાં આજે ૩.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા માઉન્ટ આબુ જેવો માહોલ છવાયો છે. આખા નલિયામાં બરફની પાતળી ચાદર છવાઈ હતી.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો સીધા ફૂંકાઈ રહ્યા હોવાથી ઠંડીનું જાેર વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેથી વહેલી સવારે અને મોડી રાત્રે જનજીવન પ્રભાવિત થયું છે.




