
આ કાર્યવાહીથી જિલ્લામાં નશીલી સિરપોના વેચાણનું નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યુવાધનને નશાના રવાડે ચડાવતું એક મોટું રેકેટ ઝડપાયું છે. જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (છર્જીંય્) ટીમે બાતમીના આધારે હિંમતનગરના બસ સ્ટેશન સામે આવેલા મોચી વાંસ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. છર્જીંય્ એ આ દરોડામાં કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડીને ૧૭૬ નશીલી કફ સિરપની બોટલો કબજે કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ૧૮ વર્ષીય કરણ પરમાર અને ૪૦
વર્ષીય નિલેશ પ્રજાપતિનો સમાવેશ થાય છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દર્શન પરમાર નામનો ઈસમ નિલેશ પ્રજાપતિને આ સિરપનો જથ્થો પૂરો પાડતો હતો. પાસેથી ૧૪૮ નંગ લેબલવાળી નશીલી દવાઓ મળી હતી, જેમાં ટ્રિપ્રોલીડીન હાઈડ્રોક્લોરાઇડ એન્ડ ફોસ્ફેટ સિરપનો સમાવેશ થાય છે. કરણ પરમાર અને દર્શન પરમાર પાસેથી લેબલ અને માર્કા વગરની કુલ ૨૮ નંગ સિરપની બોટલો મળી આવી હતી.પોલીસે ત્રણેય આરોપીઓ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીથી જિલ્લામાં નશીલી સિરપોના વેચાણનું નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે, જે યુવાધનના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે.




