
ચાંદની ચોકથી વજીરપુર સુધી હાલત ખરાબ.દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, ૧૮ વિસ્તારમાં AQI ૪૦૦ પાર.સવારના સમયે હળવા ધુમ્મસની સાથે ગાઢ સ્મોગ ઘણા વિસ્તારોમાં છવાયેલો રહ્યો, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. દિલ્હીમાં શનિવારે સવારે ખૂબ જ ધુમ્મસજાેવા મળી. રાજધાનીની હવાની ગુણવત્તા(Air Quality) સતત કથળી રહી છે, પરિણામે શનિવારે સવાર સુધીમાં તે ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી ગયો હતો. આ પ્રદૂષણની સાથે, ધુમ્મસે પણ આજે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યાે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં છઊૈંમાં થોડો સુધારો નોંધાયો હતો, પરંતુ શનિવાર આવતા જ આ આંકડો ફરીથી બગડ્યો અને દિલ્હીનો AQI ૩૮૭ નોંધાયો.સતત નવ દિવસ સુધી ‘બહુ જ ખરાબ’ હવા પછી રાજધાનીમાં મંગળવારે થોડી રાહત હતી. જ્યારે સરેરાશ AQI ઘટીને ૨૮૨ થયો અને ‘ખરાબ’ શ્રેણીમાં આવ્યો. બુધવારે સ્થિતિમાં થોડો વધુ સુધારો થયો અને AQI ૨૫૯ નોંધાયો,
પરંતુ ગુરુવારે ફરી બગડીને ૩૦૭ થઈ ગયો અને શુક્રવારે વધીને ૩૪૯ પર પહોંચી ગયો. શનિવારે પ્રદૂષણનું સ્તર વધુ વધ્યું, જેના કારણે શહેર ફરીથી ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી ગયું છે.’દિલ્હીની આ ગંભીર સ્થિતિની અસર ૧૮ વિસ્તારોમાં જાેવા મળી હતી. વજીરપુર (૪૪૩), જહાંગીરપુરી (૪૩૯), વિવેકવિહાર (૪૩૭), અશોક વિહાર (૪૩૧), નહેરુનગર (૪૨૧), ચાંદનીચોક (૪૧૨) જેવા અન્ય ૧૮ વિસ્તારોમાં AQI ૪૦૦ પર પહોંચી ગયો.સવારના સમયે હળવા ધુમ્મસની સાથે ગાઢ સ્મોગ ઘણા વિસ્તારોમાં છવાયેલો રહ્યો, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. આના લીધે બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારીઓથી પીડિત લોકો માટે સ્વાસ્થ્યનું જાેખમ વધી ગયું છે. તેમજ ખરાબ હવામાનના કારણે દિલ્હીના IGI એરપોર્ટ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં વિઝિબિલિટી ઘણી ઓછી છે.ડૉક્ટર્સએ ચેતવણી આપી છે કે આ ઝેરી હવા ગંભીર શ્વાસની સમસ્યાઓ પેદા કરી રહી છે, અસ્થમાના કેસ વધારી રહી છે, હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું જાેખમ પણ વધારી રહી છે, અને એટલું જ નહીં, તે ડાયાબિટીસ તથા હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન કંટ્રોલ)ને પણ અસર કરી રહી છે. ડૉક્ટર્સએ ખાસ ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી આવી હવામાં રહેવાથી બાળકોના ફેફસાંને પણ નુકસાન થઈ શકે છે.




