
સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી!.મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસનિયમ મુજબ, જ્યારે કોઈ વકીલ કોઈ નફાકારક પદ અથવા જાહેર હોદ્દો સંભાળે છે, ત્યારે તેમણે પોતાની પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણ કાઉન્સિલને કરવી પડે છે.પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને BCI સુપ્રીમો મમતા બેનર્જી હાલમાં જ કલકત્તા હાઈકોર્ટમાં વકીલના ગણવેશમાં જાેવા મળ્યા હતા. આ ઘટના બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ તેમના પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેના સ્ટેટસ અંગે તપાસ શરૂ કરી દીધી છે.
મમતા બેનર્જીએ ૧૯૮૦ ના દાયકાના અંતમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી. જાેકે, ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી જાહેર જીવનમાં રહ્યા અને સતત ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી. નિયમ મુજબ, જ્યારે કોઈ વકીલ કોઈ નફાકારક પદ અથવા જાહેર હોદ્દો સંભાળે છે, ત્યારે તેમણે પોતાની પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણ કાઉન્સિલને કરવી પડે છે. મમતા બેનર્જીની કોર્ટમાં હાજરીએ સવાલ ઉભો કર્યો છે કે શું તેઓ હાલમાં કાયદેસર રીતે વકીલાત કરવા માટે પાત્ર છે?
BCI એ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસે માંગ્યો જવાબ
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ મામલે કડક વલણ અપનાવતા રાજ્ય બાર કાઉન્સિલને સવાલો કર્યા છે.
શું ૨૦૧૧ થી ૨૦૨૬ સુધી મુખ્યમંત્રી રહેવા દરમિયાન મમતા બેનર્જીએ તેમની પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણકારી કાઉન્સિલને આપી હતી?
શું મુખ્યમંત્રી પદ છોડ્યા પછી તેમણે ફરીથી વકીલાત શરૂ કરવા માટે કોઈ સત્તાવાર અરજી કરી હતી? શું તેમની પાસે હાલમાં વકીલાત કરવા માટેનું માન્ય પ્રેક્ટિસ પ્રમાણપત્ર છે?
BCI એ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને આગામી બે દિવસમાં મમતા બેનર્જીના નામાંકન રજિસ્ટર, સસ્પેન્શન અથવા બહાલીના રેકોર્ડ સહિતના તમામ દસ્તાવેજાેની પ્રમાણિત નકલો મોકલવા સૂચના આપી છે. જાે તપાસમાં જાણવા મળશે કે મમતા બેનર્જીએ નિયમોનું પાલન કર્યું નથી, તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
કાયદાકીય વ્યવસાયમાં વ્યાવસાયિક ધોરણો અને પ્રામાણિકતા જાળવી રાખવા માટે આ તપાસ જરૂરી હોવાનું BCI એ જણાવ્યું છે. કોઈપણ વ્યક્તિ એક જ સમયે રાજકીય હોદ્દો અને કાયદાકીય પ્રેક્ટિસ બંને કરી શકે નહીં, તેના માટે પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય છે





