અંતિમ મિનિટમાં મેળવી જીત હોકીની સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું પુરુષોની હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને ૪-૩થી હરાવ્યું : અભિષેકે ૬૦મી મિનિટમાં ચોથો ગોલ કર્યો ગુરુવારે ેશિયન ગેમ્સમાં પુરુષોની હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. ભારતે આ મેચ ૪-૩થી જીતી અને અંતિમ મિનિટમાં વિજય નિશ્ચિત કર્યો. ૫૯મી મિનિટ સુધી સ્કોર ૩-૩થી બરાબર હતો; ત્યારબાદ, અંતિમ મિનિટમાં (૬૦મી મિનિટમાં) અભિષેકે ગોલ કરીને ભારતને સરસાઈ અપાવી અને જીત સુનિશ્ચિત કરી.
ભારત તરફથી શાનદાર શરૂઆત જાેવા મળી હતી. પહેલા ક્વાર્ટર એટલે કે શરૂઆતની ૧૫ મિનિટમાં ટીમ ઈન્ડિયાએ ૨-૦ની લીડ મેળવી લીધી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહે ૫મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. ત્યારબાદ ૧૩મી મિનિટે કેપ્ટને બીજાે ગોલ કરીને ભારતની લીડ ૨-૦ કરી દીધી હતી.
આ પછી પાકિસ્તાન તરફથી વાપસી જાેવા મળી હતી. બીજા ક્વાર્ટરમાં બંને ટીમોએ ૧-૧ ગોલ કર્યો હતો. ભારત માટે સુખજીત સિંહે ૨૩મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે પાકિસ્તાન માટે ૩૦મી મિનિટે અબુ મોહમ્મદે ગોલ કર્યો હતો. બે ક્વાર્ટર બાદ ભારત પાસે ૩-૧ની લીડ હતી.
ત્યારબાદ ત્રીજાે ક્વાર્ટર સંપૂર્ણપણે પાકિસ્તાનના નામે રહ્યો હતો. ભારત એક પણ ગોલ કરી શક્યું નહોતું, જ્યારે પાકિસ્તાને ૧ ગોલ કર્યો હતો. ત્રણ ક્વાર્ટર પૂર્ણ થયા બાદ સ્કોર ૩-૨ પર પહોંચી ગયો હતો.
ત્રણ ક્વાર્ટર બાદ ભારત પાસે ૩-૨ની લીડ હતી, પરંતુ હવે ભારત પર પણ દબાણ વધી ગયું હતું. ૪૯મી મિનિટે પાકિસ્તાન માટે વહીદ રાણાએ ત્રીજાે ગોલ કરીને ભારતનું દબાણ વધુ વધારી દીધું હતું. આ સાથે સ્કોર ૩-૩ની બરાબરી પર પહોંચી ગયો હતો. મેચમાં માત્ર ૧૧ મિનિટ બાકી હતી. એવું લાગી રહ્યું હતું કે હવે મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટથી નક્કી થશે, પરંતુ અંતિમ એટલે કે ૬૦મી મિનિટે અભિષેકના ગોલે આખી મેચનું ચિત્ર બદલી નાખ્યું. ભારતે ૪-૩ની લીડ સાથે મેચ પોતાના નામે કરી લીધી હતી. ઇવેન્ટની બીજી સેમિફાઇનલ મલેશિયા અને કોરિયા વચ્ચે રમાશે. આ મેચમાં જીતનારી ટીમ ભારત સામે ગોલ્ડ મેડલ માટે રમશે. હવે જાેવાનું રસપ્રદ રહેશે કે ફાઇનલમાં ભારતની ટક્કર કોની સાથે થાય છે.




