
BCCI એ ટીમના ડોક્ટરને દેખરેખ માટે નિયુક્ત કર્યા શ્રેયસ અય્યર ICUમાંથી બહાર આવ્યો, મોટો ખતરો ટળ્યોશ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ભારતીય વનડે ટીમના વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વનડે દરમિયાન ઈજા થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક હોસ્પિટલના ICUમાં છે. આંતરિક રક્તસ્ત્રાવ થતાં અય્યરને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, અય્યરને આઈસીયૂમાંથી બહાર લાવવામાં આવ્યો છે. ૩૧ વર્ષીય બેટ્સમેનની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. BCCIએ ટીમના ડોક્ટરને તેની દેખરેખ માટે નિયુક્ત કર્યા છે.
સિડની વનડે દરમિયાન શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીનો શાનદાર કેચ ઝડપ્યો હતો. આ કેચ તેણે બેકવર્ડ પોઈન્ટથી પાછળ ભાગતા પકડ્યો હતો. પરંતુ આ દરમિયાન બેલેન્સ ગુમાવવાને કારણે અય્યર પડી ગયો અને તેની પાંસળીમાં ઈજા થઈ હતી. આ ઘટના બાદ અય્યર મેદાન છોડી બહાર જતો રહ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું કે આંતરિક રક્તસ્ત્રાવની સમસ્યા છે, જેના કારણે તેને આઈસીયુમાં દાખલ કરવો પડ્યો છે.
આ ઘટનાક્રમની જાણકારી રાખનાર એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું- તેના સ્વાસ્થ્યમાં સુધારના આધાર પર તેને બેથી સા દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખાશે. બ્લીડિંગને કારણે સંક્રમણ ફેલાતું રોકવા માટે આ જરૂરી છે. ટીમના ડોક્ટર અને ફિઝિયોએ કોઈ જોખમ ન ઉઠાવ્યું અને તેને તત્કાલ હોસ્પિટલ લઈ ગયા. હવે તેની હાલત સ્થિર છે, પરંતુ આ જીવલેણ સાબિત થઈ શક્યું હોત.
સૂત્રએ આગળ કહ્યું કે તે એક શાનદાર ખેલાડી છે અને જલ્દી ઠીક થઈ જશે. જાંકે આંકરિક રક્તસ્ત્રાવ થયો છે, તેથી તેને ઠીક થવામાં વધુ સમયની જરૂર પડશે. ક્રિકેટમાં તેની વાપસી માટે કોઈ સમય નક્કી કરવો મુશ્કેલ છે. જાંકે અય્યર ત્રણ સપ્તાહ સુધી બહાર રહી શકે છે, પરંતુ તેની રિકવરીનો સમયગાળો લાંબો હોઈ શકે છે.




