
બીસીસાઈની નવી ટીમ… આરપી સિંહ અને પ્રજ્ઞાન ઓઝા બન્યા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર્સ પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહને અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિમાં સામેલ કરાયા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ તેની ૮૪મી વાર્ષિક સામાન્ય સભામાં નવા અધ્યક્ષ તરીકે મિથુન મન્હાસની નિયુક્ત કર્યા છે. તો પૂર્વ ભારતીય ક્રિકેટરો પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહને અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. એસ. શરથ અને સુબ્રતો બેનર્જીના ગયા બાદ આ બે પૂર્વ ક્રિકેટરોને સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. અમિતા શર્માને મહિલા પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
મુંબઈની સુલક્ષણા નાઈક અને શ્રવંતી નાયડુ પણ મહિલા પસંદગી સમિતિમાં જાેડાયા છે. પુરુષોની સિનિયર પેનલમાંથી બહાર થયા બાદ એસ. શરથને જુનિયર પસંદગી પેનલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પુરુષોની સિનિયર પસંદગી સમિતિમાં ઓઝા અને આરપી સિંહની નિમણૂકો માટે અરજદારોમાં પ્રવીણ કુમાર, અમય ખુરસિયા, આશિષ વિન્સ્ટન ઝૈદી અને શક્તિ સિંહ જેવા ખેલાડીઓ પણ હતા. BCCIના પાત્રતા માપદંડ મુજબ, અરજી કરવા માટે અરજદારે ઓછામાં ઓછી સાત ટેસ્ટ, ૩૦ ફર્સ્ટ-ક્લાસ મેચ, ૧૦ ODI અને ૨૦ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હોવી જાેઈએ. વધુમાં ઉમેદવારે ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાં વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવી જાેઈએ. પ્રજ્ઞાન ઓઝા અને આરપી સિંહના કારકિર્દીના આંકડાઓ વિશે બંને પૂર્વ ક્રિકેટરો એક સમયે ભારતીય ટીમ માટે મુખ્ય ખેલાડીઓ હતા. તેમની કારકિર્દીમાં પ્રજ્ઞાન ઓઝાએ ભારત માટે કુલ ચાર ટેસ્ટ, ૧૮ ODI અને છ T૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં તમામ ફોર્મેટમાં ૧૪૪ વિકેટ લીધી હતી. તેણે ઘરેલુ ક્રિકેટમાં હૈદરાબાદ, બંગાળ અને બિહારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આરપી સિંહ ૨૦૦૭ T૨૦ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. તેણે ૮૨ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૨૪ વિકેટ લીધી છે.




