
ટુર્નામેન્ટમાં કુવૈત, યુએઈ અને નેપાળ સામે ભારતીય ટીમનો પરાજયહોંગકોંક સિક્સિસ ટુર્નામેન્ટમાંથી ટીમ ઈન્ડિયા બહાર થઈગ્રુપ-સીમાં ભારતને પોતાની પ્રથમ મેચમાં કુવૈત સામે ૨૭ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.હોંગકોંગમાં રમાઈ રહેલી હોંગકોંગ સિક્સિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફેવરિટ ગણાતી ભારતીય ક્રિકેટ ટીમ નોક-આઉટ રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી અને તેનું અભિયાન સમાપ્ત થઈ ગયું હતું. આ ટુર્નામેન્ટમાં ૬-૬ ઓવરની મેચ હોય છે અને બંને ટીમમાં છ છ ખેલાડીઓ રમે છે.
ભારતીય ટીમમાં દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, પ્રિયાંક પંચાલ, અભિમન્ય મિથુન, સ્ટુઅર્ટ બિન્ની, શાહબાઝ નદીમ જેવા ખેલાડીઓ હોવા છતાં તેને કુવૈત, યુએઈ અને નેપાળ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ટીમ સામે પણ ભારતે બે રને વિજય નોંધાવ્યો હતો અને મેચનું પરિણામ ડકવર્થ લૂઈસ સિસ્ટમને આધારે આવ્યું હતુંગ્રૂપ-સીમાં ભારતને પોતાની પ્રથમ મેચમાં કુવૈત સામે ૨૭ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યા બાદ ભારતીય ટીમ કુવૈતના બેટર્સને નિયંત્રણમાં રાખી શક્યા ન હતા.
કુવૈત માટે યાસિન પટેલે ૧૪ બોલમાં ૫૮ રન ફટકાર્યા હતા જેની મદદથી ટીમે છ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૬ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ ૫.૪ ઓવરમાં છ વિકેટે ૭૯ રન જ નોંધાવી શકી હતી. કુવૈત સામે મળેલા પરાજયના થોડા કલાકો બાદ ભારતીય ટીમને વધુ એક ઝાટકો લાગ્યો હતો અને ેંછઈ સામે ચાર વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અભિમન્યુ મિથનના ૫૦ અને દિનેશ કાર્તિકના ૪૨ રનની મદદથી ભારતે ત્રણ વિકેટે ૧૦૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો પરંતુ ેંછઈએ ૫.૫ ઓવરમાં બે વિકેટના નુકસાને ૧૧૧ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.ઉપરા-ઉપરી બે પરાજય બાદ ભારતની ત્રીજી મેચ નેપાળ સામે હતી જેમાં ભારતને ૯૨ રનના જંગી અંતરથી પરાજય મળ્યો હતો. નેપાળે તોફાની બેટિંગ કરતા છ ઓવરમાં વિના વિકેટે ૧૩૭ રન ખડકી દીધા હતા.
જેમાં વિકેટકીપર કેપ્ટન સંદીપ જાેરાએ પાંચ સિક્સર અને ચાર ચોગ્ગા સાથે ૧૨ બોલમાં અણનમ ૪૭ રન ફટકાર્યા હતા. જ્યારે રાશિદ ખાને ૧૭ બોલમાં ૫૫ રન ફટકાર્યા હતા જેમાં તેણે ચાર ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી. રાશિદ ખાન રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના સ્થાને બેટિંગમાં આવેલા લોકેશ બામે સાત બોલમાં ૩૧ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેની સામે ભારતીય ટીમ ત્રણ ઓવરમાં છ વિકેટે ૪૫ રન જ નોંધાવી શકી હતી.




