
દિવાળી અને બેસતું વર્ષના દિવસે વરસાદની સંભાવનાદક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની આગાહી૨૦ ઑક્ટોબરથી ૨૨ ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદને લઈને આગાહી કરી છેગુજરાતમાં દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે આગામી ૨૦ ઑક્ટોબરથી ૨૨ ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદને લઈને આગાહી કરી છે.
રાજ્યમાં ચોમાસાની વિદાય સમયે વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે (૧૭ ઑક્ટોબર) વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા માંડવી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૦, ૨૧ અને ૨૨ ઑક્ટોબર, ૨૦૨૫ એટલે કે, દિવાળી અને બેસતું વર્ષના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. જેમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
૧૮ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને કેરળ-કર્ણાટક કિનારે લક્ષદ્વીપ પર નીચા દબાણ સર્જાઈ શકે છ. જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે, ત્યારે આગામી ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે.




