
ટ્રમ્પના દાવાથી ઈટલી પીએમ લાલઘૂમ થયા જ્યોર્જિયા મેલોની મારી સાથે ફોટો લેવા પાછળ પાછળ ફરતા હતા ટ્રમ્પના આ નિવેદન એકદમ પાયાવિહોણા અને ખોટા છે : સાચું કહું તો હું તેમની આવી હરકતથી નવાઈ પામી : જ્યોર્જિયા મેલોની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઉટપટાંગ નિવેદનોના કારણે ઘણી વાર વર્લ્ડ લીડર્સને ફજેતી કરી ચૂક્યા છે, પણ આ વખતે બાજી ઊંધી પડી હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે ટ્રમ્પે ઈટલીના પાવરફુલ પ્રધાનમંત્રી જાેર્જિયા મેલોની સાથે પંગો લીધો છે. જેમણે ટ્રમ્પના ઈગોને દુનિયાની સામે લાવીને તોડી નાખ્યો છે. થયું છે એવું કે હાલમાં જ ફ્રાન્સમાં જી૭ શિખર સંમેલન દરમ્યાન એક તસવીરને લઈ ટ્રમ્પે મેલોની પર ટિપ્પણી કરી હતી. જે બાદ ઈટલી પીએમનો ગુસ્સો સાતમા આસમાને છે. મેલોનીએ ડાયરેક્ટ તેને શરમજનક ગણાવી ટ્રમ્પને ખરીખોટી સંભળાવી દીધી.
આ હોબાળાની શરુઆત ત્યારે થઈ, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈટલી મીડિયા આઉટલેટને આપેલા ફોન ઈન્ટરવ્યૂમાં મેલોનીને લઈ એક વિવાદિત દાવો કર્યો હતો. ૧૫થી ૧૭ જૂન સુધી ફ્રાન્સના એવિયન શહેરમાં જી૭ શિખર સંમેલન આયોજિત કર્યું હતું. જ્યાં દુનિયાના તમામ મોટા નેતા આવ્યા હતા. આ સંમેલન ખતમ થયા બાદ ટ્રમ્પે પોતાની આદત અનુસાર શેખી મારવાનું શરુ કરતા કહ્યું કે, જાેર્જિયા મેલોની તેમની પાછળ પાછળ ફરી રહ્યા હતા.
ટ્રમ્પે મજાક ઉડાવતા કહી દીધું કે મેલોની કદાચ એ વાતથી બહુ ખુશ હશે કે મેં તેમની સાથે વાત કરી, જ્યારે મારે તેમની સાથે વાત કરવાની ખાસ કોઈ જરુર નહોતી. તેઓ મારી સાથે એક ફોટો ક્લિક કરાવવા માટે વિનંતિ કરી રહી હતી, તે કોઈ પણ કિંમત પર મારી સાથે એક તસવીર લેવા માગતા હતા, હું તો ફોટો નથી ખેંચાવતો, પણ મને તેમના પર થોડી દયા આવી, એટલા માટે મેં હા પાડી દીધી. આ અપમાનજનક નિવેદન પર મેલોનીએ ચૂપ રહેવાની જગ્યાએ ટ્રમ્પને એ જ ભાષામાં જવાબ આપવાનો ર્નિણય લીધો. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ જાહેર કર્યો, જેમાં ઈટલીના પીએમે ટ્રમ્પને જવાબ આપતા કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન એકદમ પાયાવિહોણા અને ખોટા છે. સાચું કહું તો હું તેમની આવી હરકતથી નવાઈ પામી. મને સમજાતું નથી કે સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના જ સૌથી વિશ્વાસુ સહયોગીઓ સાથે આવી રીતનો વાહિયાત વ્યવહાર કેમ કરે છે? આ કોઈ પહેલી વાર નથી, જ્યારે તેમણે આવું કર્યું હોય.
મેલોનીએ કહ્યું કે, આ ખૂબ જ શરમજનક છે કે ટ્રમ્પ પોતાના મિત્રોને નીચે દેખાડવામાં સંપૂર્ણ તાકાત લગાવી દેતા હોય છે, પણ જ્યારે વાત પશ્ચિમી દેશો અને અમેરિકાના અસલી દુશ્મનોની આવે છે તો તેમના સૂર બદલાઈ જાય છે. તે દુશ્મનો અને એ તાનાશાહની સામે ખૂબ જ નરમ થઈ જાય છે, જે દુનિયા માટે ખતરો છે, પણ ટ્રમ્પને એક વાત હંમેશા યાદ રાખવી જાેઈએ કે હું અને મારો દેશ ઈટલી ક્યારે કોઈની આગળ ભીખ નથી માગતા.
મેલોનીના આ જડબાતોડ જવાબ બાદ આ લડાઈ ખાલી બે નેતાઓ વચ્ચે નથી રહી, પણ બે દેશોના કૂટનીતિક સંબંધોની વચ્ચે એક મોટી દીવાલ બની ગઈ છે. ટ્રમ્પ દ્વારા ઈટલીના પ્રધાનમંત્રીના અપમાનથી આખું ઈટલી એ હદે નારાજ છે કે સરકારે એક મોટું અને કડક પગલું ભર્યું છે. આ જ કારણથી ઈટલીના ડેપ્યુટી પીએમ એંટોનિયો તાયાનીએ ૨૧ અને ૨૨ જૂનના રોજ પોતાની સત્તાવાર અમેરિકા યાત્રાને તાત્કાલિક પ્રભાવથી રદ કરવાનો ર્નિણય લીધો છે.





