ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના બેટમાંથી શાનદાર સદીની ઈનિંગ જોવા મળી હતી. તેણે આ ઇનિંગમાં 100 રનનો આંકડો સ્પર્શવા માટે 157 બોલનો સામનો કર્યો હતો. આ સાથે તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સદી સાથે રોહિતે ભારતીય ક્રિકેટ ઈતિહાસનો એક મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો.
રોહિતે તોડ્યો ભારતીય ક્રિકેટનો મોટો રેકોર્ડ
રોહિત શર્માની ટેસ્ટ કરિયરની આ 11મી સદી છે. તેણે આ સદી 36 વર્ષ અને 291 દિવસની ઉંમરમાં ફટકારી હતી. આ સાથે તે ભારત માટે સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બની ગયો છે. તેણે આ રેકોર્ડમાં વિજય હજારેને હરાવ્યા છે. વિજય હઝારેએ 36 વર્ષ અને 278 દિવસની ઉંમરમાં કેપ્ટન તરીકે ભારત માટે સદી ફટકારી હતી.
સદી ફટકારનાર સૌથી વૃદ્ધ ભારતીય કેપ્ટન
- 36 વર્ષ 291 દિવસ – રોહિત શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ
- 36 વર્ષ 278 દિવસ – વિજય હજારે વિરુદ્ધ ઈંગ્લેન્ડ
- 36 વર્ષ 262 દિવસ – રોહિત શર્મા વિરુદ્ધ અફઘાનિસ્તાન
- 36 વર્ષ 236 દિવસ – વિજય હઝારે વિરુદ્ધ ઈંગ્લેન્ડ
- 36 વર્ષ 164 દિવસ – રોહિત શર્મા વિરુદ્ધ અફઘાનિસ્તાન
- 36 વર્ષ 73 દિવસ – રોહિત શર્મા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ
સનાથે જયસૂર્યાને પણ હરાવ્યા હતા
રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઓપનર તરીકે તેણે પોતાની 42મી સદી ફટકારી છે. આ સાથે તે ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે સનથ જયસૂર્યાથી આગળ નીકળી ગયો છે. સનથ જયસૂર્યાએ ઓપનર તરીકે 41 સદી ફટકારી હતી.
ઓપનર તરીકે સૌથી વધુ સદી
- 49 – ડેવિડ વોર્નર
- 45 – સચિન તેંડુલકર
- 42 – રોહિત શર્મા
- 42 – ક્રિસ ગેલ
- 41 – સનથ જયસૂર્યા
- 40 – મેથ્યુ હેડન