
ઊંચા હોદ્દા સંભાળશે; અમદાવાદ સાથે પણ કનેક્શન વિઝા વિવાદ વચ્ચે અમેરિકામાં બે ભારતીયોનું પ્રમોશન અમેરિકન સરકાર દ્વારા H-1B વિઝા નિયમો કડક બનાવવામાં આવ્યા છે, આ દરમિયાન કંપનીએ તેમને પ્રમોશન આપ્યું છે
અમેરિકન વહીવટી તંત્રએ H-1B વિઝા અરજી માટે ૮૮ લાખ રૂપિયાની ફી લગાવી દીધી છે. ટ્રમ્પના આ પગલાંને અમેરિકામાં રોજગાર શોધતા વ્યવસાયિકો માટે આંચકા તરીકે જાેવામાં આવી રહ્યું છે. જાેકે, અમેરિકન કંપનીઓએ બે ભારતીય મૂળના વ્યક્તિઓને CEO તરીકે નિયુક્ત કરીને મેસેજ આપ્યો છે કે, તે ટેલેન્ટ સાથે બાંધછોડ નહીં કરે. ૫૫ વર્ષીય ભારતીય મૂળના શ્રીનિવાસ ગોપાલન પહેલી નવેમ્બરથી યુએસ ટેલિકોમ જાયન્ટ ટી-મોબાઇલના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે. અમેરિકન સરકાર દ્વારા H-1B વિઝા નિયમો કડક બનાવવામાં આવ્યા છે, આ દરમિયાન કંપનીએ તેમને પ્રમોશન આપ્યું છે.
IIM અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોપાલન હાલમાં MOBILE ચીફ ઓપરેટિંગ ઑફિસર તરીકે કાર્યરત છે અને માઇક સીવર્ટનું સ્થાન લેશે, જેમણે ૨૦૨૦થી કંપનીનું નેતૃત્વ કર્યું છે અને હવે તેઓ વાઇસ પ્રેસિડન્ટનું પદ સંભાળશે.
ગોપાલને લિંક્ડઇન પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ટી-મોબાઇલના આગામી સીઈઓની ભૂમિકા નિભાવવાનો મને ખૂબ જ ગર્વ છે. હું લાંબા સમયથી આ કંપનીની સિદ્ધિઓથી આશ્ચર્યચકિત છું. તે વાયરલેસ ટૅક્નોલૉજીને ફરીથી શોધી રહી છે અને ગ્રાહકોને એવી રીતે સેવા આપી રહી છે જેની કોઈએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય.‘
ગોપાલન પાસે ઘણા દેશો અને ઉદ્યોગોમાં કામ કર્યાનો અનુભવ છે. હિન્દુસ્તાન યુનિલિવરમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે શરુઆત કરીને, તેમણે ભારતીય એરટેલ, વોડાફોન, કેપિટલ વન અને ડોઇશ ટેલિકોમમાં વરિષ્ઠ પદો પર કામ કર્યું છે. ત્યાં, તેમણે કંપનીનો વિકાસ બમણો કર્યો, લાખો ઘરોમાં ફાઇબર નેટવર્કનો વિસ્તાર કર્યો અને જર્મનીમાં રૅકોર્ડ મોબાઇલ બજારમાં ભાગીદારી મેળવી.




