
ધોરણ ૧૦-૧૨ બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ.છેલ્લી તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ભરી શકાશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તે કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ રહેશે.
શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ભરી શકાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અને અરજીમાં સુધારા વધારા કરવાની તારીખ લંબાવવામાં આવી છે. જેમાં ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gsebeservice.com પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.




