
ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ.રાજકોટના ઉપલેટામાં રાતથી સવાર સુધીમાં ૪ વખત ભૂકંપ.જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું.રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા ૧૨ કલાકમાં ભૂકંપના ૫ આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શુક્રવારે વહેલી સવારે ૩.૮ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.મળતી માહિતી અનુસાર, ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે ૩.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી ૨૮ કિ.મી. દૂર નોંધાયું હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું.નોંધનીય છે કે આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્રૂજી હતી. ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે (આઠમી જાન્યુઆરી) રાત્રે ૮:૪૪ વાગ્યે ૩.૩ની તીવ્રતાનો અને એના પછી વધુ એક આંચકો આવ્યો હતો. જ્યારે ત્રીજાે અને ચોથો આંચકો શુક્રવારે વહેલી સવારે ૬:૧૯ અને ૬:૫૮ વાગ્યે ૩.૮ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ધોરાજીમાં ૭:૦૧ વાગ્યે ભૂંકપ અનુભવાયો હતો. જેના કારણે લોકો ભયભીય થઇ ગયા હતા. સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.




