
દુનિયાભરમાં ફફડાટ.સુપ્રીમ કોર્ટના આદેશના ગણતરીના કલાકોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ૧૦% ટેરિફનો નવો આદેશ.સુપ્રીમ કોર્ટના આંચકા બાદ,સુપ્રીમ કોર્ટના આંચકા બાદ, ગયા વર્ષે ટેરિફ દ્વારા વસૂલવામાં આવેલા અંદાજે ૧૭૫ અબજ ડોલરના મહેસૂલ પર સવાલો ઊભા થયા .અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યાયતંત્ર સામે આરપારની જંગ છેડી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના જૂના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે વળતો પ્રહાર કરતા તમામ દેશો પર ૧૦% વૈશ્વિક ટેરિફ લાદવાનો આદેશ કરી દીધો છે.અમેરિકન સુપ્રીમ કોર્ટે ૬-૩ ના બહુમતી ફેંસલામાં ટ્રમ્પના અગાઉના ટેરિફને રદબાતલ ઠેરવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે કોંગ્રેસની મંજૂરી વિના પ્રમુખપાસે આ પ્રકારના ટેરિફ લાદવાની સત્તા નથી. જાેકે, આ ર્નિણયથી નારાજ ટ્રમ્પે ઓવલ ઓફિસથી ‘ટ્રેડ એક્ટ ૧૯૭૪’ ની કલમ ૧૨૨ નો ઉપયોગ કરીને નવો આદેશ જારી કર્યાે છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “મને જણાવતા ગર્વ થાય છે કે મેં તમામ દેશો પર ૧૦% ગ્લોબલ ટેરિફ પર હસ્તાક્ષર કર્યા છે, જે તત્કાળ અસરથી અમલમાં આવશે.”આ નવો ટેરિફ હાલમાં ૧૫૦ દિવસ એટલે કે અંદાજે પાંચ મહિના સુધી પ્રભાવી રહેશે. આ સમયગાળા દરમિયાન ટ્રમ્પ પ્રશાસન અન્ય દેશો પર કાયમી ટેરિફ નક્કી કરવા માટે જરૂરી તપાસ કરશે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ માત્ર શરૂઆત છે અને જરૂર પડ્યે દરોમાં મોટો વધારો પણ થઈ શકે છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે, “હું વેપાર નષ્ટ કરી શકું છું, પ્રતિબંધ લગાવી શકું છું, તો શું હું ૧ ડોલરનો ટેરિફ ન લાદી શકું? આ મૂર્ખામીભર્યું છે.”સુપ્રીમ કોર્ટના આંચકા બાદ, ગયા વર્ષે ટેરિફ દ્વારા વસૂલવામાં આવેલા અંદાજે ૧૭૫ અબજ ડોલરના મહેસૂલ પર સવાલો ઊભા થયા છે. આ રકમ આયાતકારોને પરત કરવી પડશે કે કેમ તે અંગે ટ્રમ્પે જણાવ્યું કે આ મામલો હજુ બે વર્ષ સુધી કોર્ટમાં ચાલશે. બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસન હવે રાષ્ટ્રીય સુરક્ષા (કલમ ૨૩૨) અને અયોગ્ય વ્યાપાર નીતિઓ (કલમ ૩૦૧) હેઠળ પણ નવા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે.




