
બીજી ફિલ્મ યે પ્રેમ મોલ લિયાનું નામ પણ બદલાઈ શકે છે સલમાનની ‘માતૃભૂમિ’ બાદ હવે આયુષ્માનની ફિલ્મનું નામ બદલાયું
શર્વરીની સૂરજ બરજાત્યા સાથેની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું નામ બદલીને ‘યે પ્રેમ મોહ માયા હૈ’ થઈ શકે છે થોડા દિવસ પહેલાં જ જ્યારે સલમાન ખાનની બહુ ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું નામ બદલીને માતૃભૂમિ રાખવામાં આવ્યું ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોને આશ્ચર્ય થયું હતું. હવે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, સૂરજ બરજાત્યાના ર્નિદેશન હેઠળ બની રહેલી બીજી ફિલ્મ યે પ્રેમ મોલ લિયાનું નામ પણ બદલાઈ શકે છે.આ અંગે એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “ફિલ્મનું નામ બદલીને યે પ્રેમ મોહ માયા હૈ રાખવા અંગે ચર્ચા ચાલી રહી છે.
જાે બધું આયોજન મુજબ થયું, તો થોડા દિવસોમાં નવા નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.”યે પ્રેમ મોલ લિયામાં આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. તેમની સાથે શાદ રંધાવા, અનુપમ ખેર, સીમા પાહવા અને સુપ્રિયા પાઠક મહત્વપૂર્ણ પાત્રોમાં છે. ફિલ્મનું પ્રેઝન્ટેશન અને પ્રોડક્શન રાજશ્રી પ્રોડક્શન્સ દ્વારા મહાવીર જૈન ફિલ્મ્સ સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ મહાવીર જૈન અને સૂરજ બરજાત્યાની બીજી સાથેની ફિલ્મ છે, આ પહેલાં તેઓ ઊંચાઈ (૨૦૨૨)માં સાથે કામ કરી ચૂક્યા છે.ફેબ્રુઆરીમાં, સૌથી પહેલાં માહિતી મળી હતી કે આયુષ્માન ખુરાના અને શર્વરીએ મુંબઈના ગોરેગાંવ રેલવે સ્ટેશન પર આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ૧ નવેમ્બરથી શરૂ થયેલું શૂટિંગ હવે જલ્દી પૂર્ણ થવાનું છે. તાજેતરમાં જ સૂરજ બરજાત્યાની દિકરીના લગ્નનાં રિસેપ્શનમાં પણ શર્વરી, આયુષ્યમાન અને અનુપમ ખેર સહીત તેમની ફિલ્મમાં કામ કરી રહેલાં અને કરી ચૂકેલાં કલાકારો પણ હાજર રહ્યાં હતાં.




