
ONGC એ અરબ સાગરમાં શરૂ કર્યું ગેસનું ઉત્પાદન ગુજરાત નજીક મળ્યો એનર્જીનો નવો ખજાનો! ઉર્જા સપ્લાયને વધુ સ્થિર અને સુરક્ષિત બનાવશે ઈરાન યુદ્ધને કારણે ભારતમાં તેલ અને ગેસની સપ્લાય પર અસર પડી છે. આ વચ્ચે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ONGC ના Daman Upside Project થી ગેસનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. મહત્વનું છે કે સરકારી તેલ કંપની ONGC ૯ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) એ અરબ સાગરમાં સ્થિત પોતાના દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ (DUDP) થી ગેસનું ઉત્પાદન સફળતાપૂર્વક શરૂ કર્યું છે.
ગુજરાતની નજીક ઉત્તર-પશ્ચિમમાં સ્થિત આ પ્રોજેક્ટને ONGC એ કોઈ મિશન મોડની જેમ પૂરુ કર્યું છે. આશરે ૧ અબજ ડોલર (લગભગ ૮૩૦૦ કરોડ) ના ખર્ચવાળા આ પ્રોજેક્ટને ટેન્ડર મળ્યાના માત્ર બે વર્ષની અંદર શરૂ કરી દેવામાં આવ્યો છે. ૨૯ માર્ચ ૨૦૨૬ના B-12-24P થી ગેસનો પ્રવાહ શરૂ થયો, જેને સીધો ગુજરાતના હજીરા પ્લાન્ટ મોકલવામાં આવ્યો છે.
ઈરાન પર અમેરિકાના હુમલા બાદ તેહરાને તાજેતરમાં હોર્મુઝ અને બાબ અલ-મંડેબ જેવા મહત્વપૂર્ણ સમુદ્રી તેલ માર્ગને બ્લોક કરવાની ધમકી આપી છે. ભારત પોતાની જરૂરિયાતના ૫૦ ટકાથી વધુ નેચરલ ગેસ આયાત કરે છે. તેવામાં ઘરેલું સ્તર પર ગેસ ઉત્પાદન વધારવું ભારત માટે કોઈ રણનીતિક જીતથી ઓછું નથી. આ ગેસ પ્લાન્ટ ચાલૂ થવાથી ભારતની આયાત પર ર્નિભરતા ઓછી થશે. ઘરેલું ઉત્પાદન વધવાથી વિદેશી મુદ્રાની પણ બચત થશે. એટલું જ નહીં જાે ઈરાન યુદ્ધને કારણે સપ્લાયમાં સમસ્યા આવે તો આ પ્રોજેક્ટ ઘરેલું માંગને સંભાળવામાં મદદ કરશે.
ONGC એ આ પ્રોજેક્ટમાં ડ્રિલ-ડેક જેવી આધુનિક અને ઇનોવેટિવ તકનીકનો ઉપયોગ કર્યો છે. કંપનીની ડ્રિલિંગ અને પ્રોડક્શન ટીમોના આપસી તાલમેલને કારણે આટલા ઓછા સમયમાં ગેસનું ઉત્પાદન સંભવ થઈ શક્યું છે. આવનારા દિવસોમાં બધા કુવામાંથી ગેસનું ઉત્પાદન તબક્કાવાર વધારવામાં આવશે. આ પ્રોજેક્ટથી નિકળનાર ગેસનો સીધો ફાયદો સામાન્ય લોકો અને ઉદ્યોગોને મળશે. ગેસની ઉપલબ્ધતાથી ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સનો ખર્ચ ઘટશે. ઘરેલું અને વાહનો માટે ઝ્રદ્ગય્/ઁદ્ગય્ ગેસની સપ્લાય વધુ સ્થિર થશે.





