
મુંબઈમાં એક શૂટિંગ શિડયૂલ પૂર્ણ થયું સની દેઓલની એન્ટનીનાં ફાઈટ સીન્સનું શૂટિંગ ગોવામાં થશે સાઉથના જ એ આર મુર્ગાદોસ અને ફરહાન અખ્તર સાથે મળીને આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યા છે સની દેઓલે પોતાની આગામી એકશન ફિલ્મ ‘એન્ટની’નું મુંબઇનું શૂટિંગ પુરુ કરી લીધું છે. હવે તે વધુ શૂટિંગ માટે ગોવા રવાના થશે.આ શૂટિંગ એક મહિના સુધી ચાલશે . ગોવામાં કેટલીક ફાઈટ સીકવન્સનું શૂટિંગ થવાનું છે. આ ફિલ્મમાં સની સાથે જ્યોતિકા છે.
આ ઉપરાંત વિજય વર્મા નેગેટિવ રોલમાં છે. સાઉથનો બાલાજી ગણેશ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે. આ ફિલ્મ મોટાભાગે આવતાં વર્ષની શરુઆતમાં રીલિઝ થાય તેવી સંભાવના છે. સાઉથના જ એ આર મુર્ગાદોસ અને ફરહાન અખ્તર સાથે મળીને આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યા છે.





