
‘યેહ પ્રેમ મોલ લિયા’માં હિમેશ રેશમિયાએ સૂરજ બરજાત્યા માટે ૭ મધુર ગીતો તૈયાર કર્યાં ફિલ્મનું શૂટિંગ ૧ નવેમ્બર, ૨૦૨૫થી શરૂ થયું હતું અને હવે તે એક મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે સૂરજ બડજાત્યાની ફિલ્મો માત્ર બ્લોકબસ્ટર કમાણી, પરિવારિક વિષય, કાસ્ટિંગ અને ભાવનાઓ માટે જ નહીં, પરંતુ તેમના ગીતો માટે પણ જાણીતી હોય છે. તેથી તેમની આગામી ફિલ્મના મ્યુઝિક અંગે અપેક્ષાઓ ખૂબ ઊંચી છે. હવે તેમની આયુષ્માન ખુરાના અને શર્વરી અભિનીત ફિલ્મ વિશે એક રસપ્રદ માહિતી સામે આવી છે.સુત્રોએ જણાવ્યું, “હિમેશ રેશમિયાએ આ ફિલ્મ માટે સંગીત આપ્યું છે. તેમણે અને સૂરજ બડજાત્યાએ અગાઉ ૨૦૧૫ની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં સાથે કામ કર્યું હતું અને તે અનુભવ તેમને ખૂબ ગમ્યો હતો. સૂરજજીએ જાણ્યું હતું કે જે પ્રકારના ગીતો તેમને જાેઈએ છે, તેના માટે હિમેશ યોગ્ય પસંદગી છે. હિમેશ પણ આ પ્રોજેક્ટ સાથે જાેડાવા માટે ખુબ ખુશ હતા.”સુત્રએ આગળ કહ્યું, “હિમેશ રેશમિયાએ આ ફિલ્મ માટે કુલ ૭ મધુર ગીતો તૈયાર કર્યા છે.
સૂરજજીએ સ્પષ્ટ કહ્યું હતું કે દરેક ગીત સરળ, હૃદયસ્પર્શી અને જનસામાન્યને ગમે તેવું હોવું જાેઈએ. તેમની ઇચ્છા હતી કે ગીતો માત્ર શહેરી દર્શકોમાં જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારો અને આંતરિક ભાગોમાં પણ લોકપ્રિય બને. હિમેશ આવા ગીતોમાં નિષ્ણાત છે અને તેમણે તે પ્રમાણે કામ કર્યું છે.”રસપ્રદ વાત એ છે કે આયુષ્માન ખુરાનાની ફિલ્મ માટે હિમેશ રેશમિયા પહેલીવાર સંગીત આપી રહ્યા છે. અગાઉ એવી માહિતી પણ મળી હતી કે ફિલ્મના ટાઇટલમાં ફેરફાર થઈ શકે છે. હાલમાં તેનું વર્કિંગ ટાઇટલ ‘યેહ પ્રેમ મોલ લિયા’ છે, પરંતુ અંતિમ ટાઇટલ હજી નક્કી થયું નથી. ટાઇટલ ફાઇનલ થયા પછી નિર્માતાઓ સત્તાવાર જાહેરાત કરશે.આ રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મનું નિર્માણ રાજશ્રી પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગયા મહિને મળેલી માહિતી મુજબ, ફિલ્મનું શૂટિંગ ૧ નવેમ્બર, ૨૦૨૫થી શરૂ થયું હતું અને હવે તે એક મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે. સુત્રોની માહિતી મુજબ, “અંતિમ શીડ્યુલ એપ્રિલના છેલ્લાં અઠવાડિયામાં અથવા મેના પ્રથમ અઠવાડિયામાં થશે, ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ જશે. આ શીડ્યુલમાં બંને મુખ્ય કલાકારો — આયુષ્માન ખુરાના અને શર્વરી — હાજર રહેશે.”





