
ઈરાને સુપરપાવર અમેરિકાને આપી નવી ધમકી જાે તેના બંદરો પર જાેખમ આવ્યું તો તો તેના વિસ્તારમાં વ્યાપક પરિણામ આવશેજાે તેના બંદરો પર જાેખમ આવ્યું તો તો તેના વિસ્તારમાં વ્યાપક પરિણામ આવશે ઈરાની બંદરોની સુરક્ષા જાેખમાઈ તો ફારસની ખાડી કે ઓમાનની ખાડીમાં કોઈ પણ બંદર સુરક્ષિત રહેશે નહીં મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાવાની જગ્યાએ માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. એકબીજાને ધમકીઓ અપાઈ રહી છે. અમેરિકાએ હોર્મુઝની નાકાબંધીની ધમકી આપી તો ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાને કહી દીધુ છે કે જાે તેના બંદરો પર જાેખમ આવ્યું તો તો તેના વિસ્તારમાં વ્યાપક પરિણામ આવશે. ઈરાનની આ ચેતવણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હોર્મુઝ નાકાબંધીની ધમકી બાદ આવી છે.
ખતમ અલ અનબિયા કેન્દ્રીય મુખ્યાલયના પ્રવક્તાએ મેહર સમાચાર એજન્સીને જણાવ્યું કે વિસ્તારમાં દરિયાઈ સુરક્ષાની જવાબદારી સામૂહિક જવાબદારી હોવી જાેઈએ. તેમણે કહ્યું કે ઈરાની બંદરોને ટાર્ગેટ કરવાના કોઈ પણ પગલાંની અસર પાડોશી દેશો ઉપર પણ પડશે. પ્રવક્તાએ વધુમાં ચેતવણી આપી કે જાે ઈરાની બંદરોની સુરક્ષા જાેખમાઈ તો ફારસની ખાડી કે ઓમાનની ખાડીમાં કોઈ પણ બંદર સુરક્ષિત રહેશે નહીં.
અત્રે જણાવવાનું કે ઈરાનની આ ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે અમેરિકાની સેનાએ સોમવારે ઈરાની બંદરો અને સમુદ્રી વિસ્તારોની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ પગલું બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત બાદ લેવાયું છે. જાે કે ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ જતા પરિસ્થિતિ વકરે તેવો અંદેશો હતો.
અમેરિકાની કેન્દ્રીય કમાન (CENTCOM)એ કહ્યું કે નાકાબંધી સોમવારે સવારે ૧૦ વાગ્યા(ઈરાનના સમય મુજબ સાંજે ૫.૩૦ ગ્યાથી)થી લાગૂ થશે. જે તમામ જહાજાે માટે નિષ્પક્ષ રીતે લાગૂ કરાશે. જેમાં અરબ સાગર અને ઓમાનની ખાડીના તમામ ઈરાની બંદરો સામેલ છે. જાે કે કમાને એ પણ સ્પષ્ટ કર્યું કે બિન ઈરાની બંદરો વચ્ચે મુસાફરી કરતા જહાજાેને હોર્મુઝમાંથી પસાર થવા દેવાશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે અમેરિકી સેના કોઈ પણ જહાજ જે આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં ઈરાનને ગેરકાયદેસર ટોલ ચૂકવતું જણાશે તેને રોકશે. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે જે કોઈ ગેરકાયદેસર રીતે ટોલ ચૂકવશે તેને ખુલ્લા દરિયામાં સુરક્ષિત મુસાફરી કરવા મળશે નહીં. ટ્ર્મ્પે વધું કહ્યું કે કોઈ પણ ઈરાની જે અમારા ઉપર કે શાંતિપૂર્ણ જહાજાે પર ફાયરિંગ કરશે તેને નરકમાં મોકલી દેવાશે. આ દરમિયાન તેમણે એવી પણ જાહેરાત કરી કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં બીછાવેલી બારૂદી સુરંગોની પણ અમેરિકી સેના સફાઈ કરવા માંડશે.





