
૬ મહિના સુધી છૂટ મળી.મરાઠી નહીં આવડતું હોય તો પણ મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ચલાવી શકશો.સરકારનો ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે જે ડ્રાઈવર બહારના રાજ્યોમાંથી આવે છે, તે સ્થાનિક યાત્રીઓ સાથે સારી રીતે સંવાદ કરી શકે.મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કામ કરી રહેલા ઓટો અને ટેક્સી ડ્રાઈવરો માટે ભાષા સંબંધિત નિયમોને લઈને એક મહત્ત્વની ઘોષણા કરી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસની સરકારે તમામ ડ્રાઈવરોને મરાઠી ભાષા શીખવા માટે ૬ મહિનાનો વધારાનો સમય આપ્યો છે. નવા દિશા નિર્દેશ અનુસાર, ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધી તમામ બિન મરાઠી ડ્રાઈવરોને પાયાની મરાઠી ભાષાનું જ્ઞાન હોવું જરુરી છે. આ રાહત ગાળાની સૌથી મોટી વાત એ છે કે આગામી ૧૫ ઓગસ્ટ સુધી કોઈ પણ ડ્રાઈવરનું લાઈસન્સ, પરમિટ અથવા બેચ રદ નહીં કરવામાં આવે. સરકારનો ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે જે ડ્રાઈવર બહારના રાજ્યોમાંથી આવે છે, તે સ્થાનિક યાત્રીઓ સાથે સારી રીતે સંવાદ કરી શકે અને રાજ્યની સંસ્કૃતિ સાથે તાલમેલ બેસાડી શકે. આ ર્નિણય ડ્રાઈવરો માટે એક મોટી રાહત તરીકે જાેવામાં આવી રહ્યો છે.
રાહતનો સમય: મહારાષ્ટ્ર સરકારે ડ્રાઈવરોને ૬ મહિનાનો વધારાનો સમય આપ્યો છે, જે ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સમાપ્ત થાય છે.
કાર્યવાહી પર રોક: આ સમય મર્યાદા સુધી કોઈ પણ ડ્રાઈવરનું લાઈસન્સ, પરમિટ અથવા બેચ રદ કરવામાં આવશે નહીં, જેનાથી હજારો પરિવારોને સુરક્ષા મળી છે.
અનિવાર્યતાની છૂટ- છૂટ ખાલી સમયની છે, નિયમ અંતર્ગત તમામ બિન મરાઠી ડ્રાઈવરોને બેસિક મરાઠી બોલવા અને સમજવાનું શીખવું ફરજિયાત રહેશે.
સંવાદ પર ભાર- સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે સ્થાનિક યાત્રીઓ અને ડ્રાઈવરો વચ્ચે ભાષા સંબંધિત કોઈ અડચણ ન આવે.
રાજકીય સંદેશ- મુખ્યમંત્રી ફડણવીસનું આ પગલું ભાષા પ્રત્યે સન્માન અને પ્રવાસી કામગારો વચ્ચે સંતુલન બનાવવાની કોશિશ છે.





