
ડિજિટલ ફ્રોડ સામેના પગલાં અંગે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો સ્ટેટસ રીપોર્ટ.ડિજિટલ એરેસ્ટમાં સંડોવાયેલા ૯,૪૦૦ વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરાયા.વોટ્સએપ આગામી સમયગાળામાં લોગો ડિટેક્શન અને યુઝર્સ એલર્ટ જેવી સિસ્ટમ અમલી બનાવી રહી છ.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ડિજિટલ એરેસ્ટ સ્કેમના વધતા જાેખમનો સામનો કરવા માટે ટેલિકોમ નિયમનકારી સંસ્થાઓ, ટેલિકોમ કંપનીઓ, આરબીઆઇ, ટેકનોલોજી કંપનીઓ અને સીબીઆઇ સાથે મળીને પગલાં લઈ રહી છે અને ચાલુ વર્ષે અત્યાર સુધી ૯,૪૦૦ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત વોટ્સએપ આગામી સમયગાળામાં લોગો ડિટેક્શન અને યુઝર્સ એલર્ટ જેવી સિસ્ટમ અમલી બનાવી રહી છે.દેશમાં ડિજિટલ એરેસ્ટના વધતા જતાં કેસોને ડામવા માટે ૯ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)એ સર્વગ્રાહી સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કર્યાે હતો.ડિજિટલ એરેસ્ટ સહિત ઓનલાઈન ફ્રોડની સુઓ-મોટો નોંધ લઈ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે શ્રેણીબદ્ધ ર્નિદેશો જારી કર્યા હતાં, જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI), ટેલિકોમ્યુનિકેશન વિભાગ(DoT)અને બીજા પક્ષકારોને ડિજિટલ ધરપકડના કેસોમાં વળતર પૂરું પાડવા માટે એક માળખું તૈયાર કરવા માટે સંયુક્ત રીતે બેઠક યોજવા જણાવ્યું હતું. એટર્ની જનરલ આર વેંકટરામણીએ દાખલ કરેલા નવા સ્ટેટસ રિપોર્ટમાં આ વર્ષે જાન્યુઆરીથી છેલ્લા ૧૨ અઠવાડિયામાં ટેક જાયન્ટ વ્હોટસએપે લીધેલા પગલાંની વિગતવાર માહિતી આપી હતી. સ્ટેટસ રીપોર્ટમાં જણાવાયું હતું કે I4C, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, દૂરસંચાર વિભાગે આ અંગે વ્યક્ત કરેલી ચિંતાને ધ્યાનમાં રાખીને વોટ્સએપએ ભારતીય યુઝર્સને ટાર્ગેટ કરતાં ડિજિટલ એરેસ્ટ સ્કેમને ફોકસ કરીને જાન્યુઆરી ૨૦૨૬માં વિશેષ તપાસ ચાલુ કરી હતી.ડિજિટલ એરેસ્ટમાં કથિત સંડોવણી બદલ ૯,૪૦૦ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો હતો. યુઝર્સને વધુ સુરક્ષિત રાખવા વોટ્સએપ આગામી સમયગાળામાં લોગો ડિટેક્શન સહિતના કેટલાંક એન્ફોર્સમેન્ટ ઇનોવેશન્સ લાગુ કરી રહી છે. જેમાં ડિસ્પ્લે પિક્ચર્સમાં પોલીસ અથવા સરકારી ચિહ્નનો દુરુઉપયોગ કરતાં એકાઉન્ટ્સને ઓળખવા અને દૂર કરવા માટેની સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.





