
ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થશે.રિલીઝના “કેડી-ધડેવિલ’ફિલ્મને એકદિવસ પહેલાંજ મંજૂરી મળી.શિલ્પા અને સંજય દત્ત સ્ટારર ફિલ્મને કોઈપણ કટ વિના સીબીએફસી તરફથી પ્રમાણપત્ર મળી ગયું.શિલ્પા શેટ્ટી અને સંજયના અભિનયે મઢેલી ફિલ્મ “કેડી – ધ ડેવિલ’ને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ ( સીબીએફસી) તરફથી “એ” પ્રમાણપત્ર સાથે રિલીઝ કરવા મંજૂરી મળી ચુકી છે. ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થાય તેના એક દિવસ પહેલાં જ તેને મંજૂરી મળી છે. કેબીએન પ્રોડક્શન હાઉસે જાણકારી આપી છે કે બોર્ડ તરફથી તેને પ્રમાણપત્ર મળી ગયું છે. પ્રોડક્શન હાઉસે લખ્યું કે, ‘એ સર્ટીફાઈ ડ. બેરહમ. અસલી. કેડી: ધ ડેવિલ રિલીઝ થવા આડે માત્ર એક દિવસ બાકી.” પ્રમાણપત્ર મળ્યું તે પહેલાં ફિલ્મને એક નાનકડા અવરોધનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે મેકર્સને ફિલ્લું ટ્રેલ દૂર કરવું પડયું હતું. તેમાં એવા કેટલાક ફુટેજ હતા કે જેથી પ્રમાણપત્ર નહોતું મળ્યું. ટીમે તેથી જ તરત ટ્રેલર દૂર કરી દીધું હતું. પ્રમાણપત્રના નિયમોનું પાલન કરીને હવે એક નવું વર્ઝન અપલોડ કરશે. ટીમે કહ્યું કે જે બન્યું તેનો અફસોસ છે, પરંતુ ટીમ પ્રમાણપત્રના તમામ નિયમોનું પાલન કરશે. કન્નડ સ્ટાર ધ્રુવ સર્જાની મુખ્યભૂમિકા ધરાવતી આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, વી.રવિચંદ્રન, રમેશ અરવિંદ રેશમા નાનાઈયા, સંજય દત્ત અને નોરા ફતેહી જેવા કલાકારો પણ છે. ફિલ્મ કેડી : ધ ડેવિલ ૩૦ એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે.





