
ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૦૭ બોટલો મળી આવી હતી.અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે PCB (પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)એ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સોલા વિસ્તારમાં એક લક્ઝુરિયસ કારમાંથી અને વટવામાં એક બંધ ચાની લારીમાંથી દારૂની બોટલો જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પીસીબીની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલીથી લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વૈષ્ણોદેવી બ્રિજથી નિરમા બ્રિજ તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૦૭ બોટલો મળી આવી હતી.
પોલીસે આ મામલે કારમાં સવાર બે સગા ભાઈઓ દિલીપકુમાર ચૌહાણ અને સંજયકુમાર મુલચંદ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે ૩,૨૬,૭૦૮ રૂપિયાની કિંમતનો દારૂ અને લક્ઝરી કાર સહિત કુલ ૨૮,૪૭,૭૦૮ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.બીજા એક ઓપરેશનમાં, પીસીબીએ વટવા ય્ૈંડ્ઢઝ્ર પોલીસ સ્ટેશનની હદમાં ફેઝ-૨માં આવેલા ટોરેન્ટ સબ સ્ટેશન પાસે દરોડો પાડ્યો હતો. અહીં પ્લોટ નંબર ૨૫૧થી ૨૪૪ની વચ્ચે આવેલી એક બંધ ચાની લારીની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લારીની અંદર છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીંથી કુલ ૬૨૭ બોટલો જપ્ત કરી છે, જેની કિંમત ૨,૫૫,૧૭૪ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વટવામાં પકડાયેલો દારૂનો જથ્થો લિસ્ટેડ બૂટલેગર ઉગ્રસેનસિંગ ઉર્ફે અજય રવિકરણસિંગ રાજપુત (રહે. ટંકાર રેસીડન્સી, વટવા) દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જાેકે, પોલીસના દરોડાની જાણ થતા જ આરોપી અજય રાજપુત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
હાલમાં પોલીસે ફરાર બૂટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને બંને કિસ્સામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





