
ફિલ્મ ‘ઈક્કા’નું ટ્રેલર રિલીઝ.૨૭ વર્ષ બાદ અક્ષય ખન્ના અને સન્ની દેઓલ એકસાથે જાેવા મળશે.રહેમાન ડકૈતાના પાત્રથી કમબેક કરીને અક્ષય ખન્નાએ ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં ડંકા વગાડી દીધા છે.જે રીતે સિનેમાઘરમાં ફિલ્મો રિલીઝ થઈ રહી છે એ જ રીતે હવે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો સ્ટ્રિમ થઈ રહી છે. કોમેડી ડ્રામા ફિલ્મ ‘મા બહેન’ સ્ટ્રિમ થયા બાદ હવે સન્ની દેઓલ અને અક્ષય ખન્નાને ચમકાવતી ફિલ્મ ‘ઈક્કા’ નેટફ્લિક્સ પર આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર સામે આવી ગયું છે. જેમાં અક્ષય ખન્નાનો એક અલગ અંદાજ જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને ‘ધુરંધર’ ફિલ્મમાંથી મળેલી એક મોટી સફળતા બાદ અક્ષય ખન્ના ફરીવાર એક અલગ અંદાજમાં દેખાવાનો છે. રહેમાન ડકૈતાના પાત્રથી કમબેક કરીને અક્ષય ખન્નાએ ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં ડંકા વગાડી દીધા છે. સિદ્ધાર્થ પી. મલ્હોત્રાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય ખન્ના ૨૭ વર્ષ બાદ એકસાથે સ્ક્રિન શૅર કરી રહ્યા છે. આ ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે. કેટલાક ઈમોશનલ મોમેન્ટ પણ શુટ કરવામાં આવ્યા છે પણ આખો પ્લોટ કોર્ટરૂમમાં વધારે છે. શાનદાન સસ્પેન્સ અને એક્ટિંગના બે બાદશાહ સામસામે જાેવા મળશે. આ ફિલ્મ ૧૦ જુલાઈના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થઈ રહી છે. ફિલ્મમાં અર્જુ મેહરા (સન્ની દેઓલ) લીડ એક્ટર છે, એક વકીલ તરીકેની છબીમાં જાેવા મળશે અને ક્યા કેસમાં ધારદાર દલીલ કરે છે એ જાેવાનું છે. બીજીબાજુ શૌર્યમાન ગૌર (અક્ષય ખન્ના) જેના પર એક યુવતીની હત્યાનો આરોપ છે. કોર્ટરૂમની બાહર ‘જાન કે બદલે જાન’ જેવી આક્રોશભરી જીદ જાેવા મળી રહી છે તો બીજી બાજુ કોર્ટમાં ધારદાર દલીલનો સિલસલો દેખાઈ રહ્યો છે. ન્યાય માટેની લડાઈ જેટલી મેદાનમાં થાય છે એટલી જ કોર્ટરૂમમાં વધારે થાય છે. ફિલ્મના ડાયલોગ પણ દમદાર છે. ‘કોર્ટ મેં હમ જીતને કે લિયે નહીં, હક કે લિયે લડતે હૈ’ આ ડાયલોગ સૌથી વધારે ધ્યાન ખેંચનારો છે. વાર્તાનો વિષય ડ્રામા કરતા કોર્ટ પ્રોસિજર વધારે છે. જે રીતે કેસ આગળ વધે છે એમ વધારે સસ્પેન્સ ઊભું થાય છે. ખાસ કરીને ઈન્ટરવલ પછીનો ભાગ સૌથી વધારે રસપ્રદ રહેશે એવું અત્યારે દર્શકો માની રહ્યા છે. ટ્રેલર પરથી એટલું કહી શકાય કે, દમદાર એક્શન કરતા દમદાર એક્ટિંગ ફિલ્મ વધારે છે. બીજી તરફ રહેમાન ડકૈત તરીકે જાેયા બાદ, ઝનૂની, આક્રોશભર્યાે અને ગુસ્સાથી ભરપૂર અક્ષય ખન્ના અહીંયા ખૂબ જ શાંત અને ચહેરાના એક્સપ્રેસનથી પોતાની વાત સમજાવી દે છે. વાત જ્યાં ગુસ્સાની કરવામાં આવે ત્યાં સન્ની પાજીએ ઓન સ્ક્રિન ‘ગદર’ મચાવેલી છે. અહીંયા તે કોર્ટની માન મર્યાદા અને સભ્યતા સાથે વાતચીત કરતા જાેવા મળશે. પણ એના તીખા અને આકરા સવાલ સામે કોર્ટ શું નોટિસ કરે છે એ ફિલ્મમાં ખાસ જાેવાનું છે. સમગ્ર વાર્તાને લઈને ડાયરેક્ટર સિદ્ધાર્થે કહ્યું હતું કે, આ સ્ટોરી મારા દિલથી સૌથી વધારે નજીક છે.





