(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ગુજરાત માં દારૂબંધી ના નામે ચાલતી હપ્તાખોરીની આ “રામતેરી ગંગા મેલી” જેવી નદી માં જ્યારે પોલીસ અને રાજનેતાઓ ડૂબકી મારી ને પ્રસાદી લેતા હોય ત્યારે એ રાજ્ય ના બૂટલેગરો ને ડર કોનો હોય? પોલીસ હપ્તા લેતી હોય, રાજનેતાઓ ચૂંટણી ફંડ ની સાથે જે તે વિસ્તાર માં ના બૂટલેગરો નો ઉપયોગ કરી મતદાન કરાવતા હોય ત્યારે બૂટલેગરો ને ગભરાવાની જરૂર શું હોય?
અને જાણે એવા જ કોઈ કારણ સર નિર્ભય અને બેફામ બનીને દારૂ વેચતી મહિલા જ્યારે પોલીસ ને જ બેફામ ગાળો ભાંડે, પોતાના કપડાં જાતે ફાડી ધમકી આપે, અને મહિલા પી.આઈ સહિતનાઓ જોડે મારામારી કરી પોલીસોને રૂમમાં પૂરી દે છે, ત્યારે ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામે સવાલો તો ઉઠે છે કે જો હર્ષ સંઘવી સલામત નથી ત્યારે પ્રજાનું રણી- ઘણી કોણ?
આ સવાલ એટલા માટે ઉભો થાય છે કે ગોંડલના મોટા દડવા ગામે સુમનબેન સોલંકી મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી હોવાની માહિતી મળતાં આટકોટના પી.આઈ આર. એમ. રાઠોડ સ્ટાફના માણસો સાથે મહિલાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ફળિયામાં પહોંચેલી પોલીસ ને દારૂ ની ગંધ આવતી હોવાથી રૂમના દરવાજાને ખોલવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાથી મહિલાને ખોલવાનું કહેતા મહિલા બૂટલેગર સુમનબેને ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો ભાંડવાનું અને ઝપાઝપી કરવાનું શરૂ કરી દીધું હતું. અને વધારામાં સુમનબેને પોતાના કપડાં જાતે જ ફાડી પોલીસ ઉપર આક્ષેપો અને ખોટા કેસ માં ફસાવી દેવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
આખરે પોલીસે દરવાજાને ધક્કો મારતા સુમનબેનના ત્રણ સંતાનો એ અંદરથી દરવાજો ખોલ્યો હતો. જ્યાં દેશી દારૂ ની સાથે અન્ય દારૂ બનાવવાનો સામાન પકડાયો હતો. જેને લઈને પોલીસે તત્કાળ પંચોને બોલાવી કાર્યવાહી શરૂ કરતાં સુમનબેન અને તેના ત્રણેય સંતાનો વધુ ઉશ્કેરાયા હતા. અને ચારેય એ ભેગા મળી ગાળાગાળી અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. પોલીસ ને રૂમમાં પૂરીને ગડદા પાટુ મારવાનું પણ શરૂ કરી દીધું હતું. અને પી.આઈ ને ડાબા હાથે બચકું ભરી લેતા બૂટલેગર મહિલા અને તેના ત્રણ સંતાનો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.





