‘આ વખતે ખતરો ખૂબ મોટો છે’ ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ ‘દૃશ્યમ ૩’ વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી સાલગાંવકર પરિવારની ક્રાઈમ ગાથાનું છેલ્લું પ્રકરણ હશે અજય દેવગણની ક્રાઈમ થ્રિલર ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’ એટલે કે ‘દૃશ્યમ ૩’ આ વર્ષની ખૂબ જ રાહ જાેવાયેલી ફિલ્મોમાંની એક છે. ‘દૃશ્યમ ૩’ વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી સાલગાંવકર પરિવારની ક્રાઈમ ગાથાનું છેલ્લું પ્રકરણ હશે. ફિલ્મના બંને ભાગ ખૂબ જ હિટ રહ્યા હતા. જ્યારે હવે ત્રીજા ભાગને લઈને પણ ચાહકોનો ઉત્સાહ ચરમસીમા પર છે. આ બધાની વચ્ચે મેકર્સે આજે બુધવારે ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું જબરદસ્ત ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ફિલ્મ ૨ ઓકટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ટ્રેલર એવી ખાસ જગ્યા પર લોન્ચ કરવામાં આવ્યું જે સીધી આ કહાનીની દુનિયા સાથે જાેડાયેલી છે. વાસ્તવમાં ‘દૃશ્યમ ૩’ની દુનિયાને મુંબઈમાં નહીં, પરંતુ પણજી, ગોવામાં બધાની સામે લાવવામાં આવી છે. ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ટ્રેલર ખૂબ જ શાનદાર અને સસ્પેન્સથી ભરેલું છે. ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ કરતા મેકર્સે કેપ્શનમાં લખ્યું છે, ‘દરેક દૃશ્ય એક સવાલ છે, દરેક રાઝ એક જવાબ, આ વખતે ખતરો ખૂબ મોટો છે, કોણ કોના પર ભારે, ધ અલ્ટીમેટ એન્ડ બિગિન્સ નાઉ.’ટ્રેલરની શરૂઆતમાં તબ્બુ નજર આવે છે જે સૌરભ શુક્લાને કહે છે કે જાે તમારે વિજયની કહાનીનો સીક્વલ લખવો પડે તો તમારા હિસાબે આ વખતે શું કરશે વિજય? તેના પર સૌરભ કહે છે કે વિજય શું કરશે શું નહીં કરે એ તો વિજય જાણે છે અથવા અલ્લાહ જાણે છે. આ પછી અજય દેવગણનો અવાજ સંભળાય છે જે કહે છે કે તમે કહી રહ્યા છો કે તેમની પાસે સ્ટ્રોંગ એવિડન્સ છે કયા પુરાવા વિશે વાત કરી રહ્યા છો. જ્યારે સ્ક્રીન પર શ્રિયા અને ઇશિતા પરેશાન થઈને કેટલાક કાગળો સળગાવતી નજર આવે છે. આ પછી રજત કપૂર કહેતા નજર આવે છે મારે મારા દીકરા માટે જસ્ટિસ જાેઈએ જ્યારે તબ્બુ કહે છે મારે જસ્ટિસ નહીં બદલો જાેઈએ.પછી ટ્રેલરમાં પ્રકાશ રાજને વકીલના દમદાર રોલમાં બતાવવામાં આવ્યા છે જે કહે છે કે અભણ છે મૂર્ખ નહીં, તેને હળવાશથી લેવાની ભૂલ હું નહીં કરું. પછી એસપી ક્રાઈમ બ્રાન્ચના રોલમાં જયદીપ અહલાવતની એન્ટ્રી થાય છે. જયદીપ કહે છે કે મારી નજર જેના પર પડી જાય તેનો ખરાબ સમય શરૂ થઈ જાય છે.ટ્રેલર જાેઈને એ અંદાજાે તો થઈ ગયો છે કે આ ફિલ્મ ખૂબ જ જબરદસ્ત રહેશે. ફાઇનલ ચેપ્ટર છે તો આમાં સસ્પેન્સ વધારે હોય શકે છે, વિજય સાલગાંવકર માટે પોતાના પરિવારને બચાવવાની અને મોટી મુશ્કેલીઓ છે સાથે જ જાેખમ પણ વધી ગયું છે. ઓવરઓલ ટ્રેલર ખૂબ જ ધમાકેદાર છે અને તેને જાેયા પછી હવે ફેન્સ તેની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.




