વિઝ્યુઅલી ઇમ્પેર્ડ પાત્ર માટે સૈફે ડુપ્લિકેટ વિના રૉ એક્શન સીન કર્યા ‘હૈવાન’ના એક્શન સીન બાદ બે દિવસ પથારીમાં રહ્યો હતો : સૈફ અલી ખાન પ્રિયદર્શનની પોતાની ૨૦૧૬ની મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ પરથી ‘હૈવાન’નું રૂપાંતરણ કરવામાં આવ્યું છે
અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની ‘હૈવાન’ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ સાથે સૈફ અલી ખાન પહેલી વખત દિગ્દર્શક પ્રિયદર્શન સાથે કામ કરી રહ્યો છે. ફિલ્મમાં સૈફે દૃષ્ટિહીન વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે, જે માર્શલ આર્ટ્સમાં નિપુણ છે. આ પાત્ર માટે સૈફે અનેક પડકારજનક એક્શન સીન પોતે જ કર્યા હતા.ફિલ્મનાં એક ગંભીર એક્શન સીન વિશે વાત કરતાં સૈફે જણાવ્યું કે શરૂઆતમાં તેનાં પાત્રને કેટલાક લોકો મારપીટ કરીને હેરાન કરે છે. તેને લાતો મારવામાં આવે છે અને થપ્પડ પણ મારવામાં આવે છે. ત્યારબાદ દર્શકોને સ્વાભાવિક રીતે જ અપેક્ષા રહે છે કે તેનું પાત્ર વળતો જવાબ આપે અને અંતે તે તેમ કરે છે. આ એક્શન સીનને સ્ટન્ટ માસ્ટર સિલ્વાએ ખૂબ જ સારી રીતે કોરિયોગ્રાફ કર્યાે હોવાનું સૈફે જણાવ્યું. ખાસ વાત એ હતી કે સીનમાં કોઈ સ્પેશિયલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો અને કોઈ ડુપ્લિકેટ પણ નહોતો. તૂટેલા કાચથી ભરેલા રૂમમાં આ સીનને ખૂબ જ રૉ અને હિંસક અંદાજમાં શૂટ કરવામાં આવ્યો હતો.સૈફે કહ્યું કે આ સીન એટલો થકવી નાખનારો હતો કે શૂટિંગ બાદ તેને બે દિવસ આરામ કરવો પડ્યો હતો. તેના કહેવા પ્રમાણે, આ એક્શન સીનમાં સીજીઆઈ, હાર્નેસ કે કોઈ અન્ય ટેન્કિકલ સહારો નહોતો. બધું જ રિયલ અને રૉ રાખવામાં આવ્યું હતું. જાેકે, આટલી મુશ્કેલી છતાં તેને આ સીન કરવામાં ખૂબ મજા આવી હતી.‘હૈવાન’ માટે કોઈ ખાસ એક્શન ટ્રેનિંગ કે વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું નહોતું. સૈફે માત્ર સ્ટન્ટ ડિરેક્ટર સાથે પોતાના એક્શન સીનનું રિહર્સલ કર્યું હતું. શૂટિંગ બાદ તૂટેલા ફોટોળેમ્સ અને તોડવામાં આવેલા કબાટના કાચના ટુકડા આખા ફ્લોર પર પથરાયેલાં હતાં. સદ્દનસીબે, શૂટિંગ દરમિયાન મોટી ઈજા થઈ નહોતી, જાેકે નાના કટ અને ઉઝરડા થવા સામાન્ય બાબત હતી. સૈફના મતે ફિલ્મની વાર્તાને કારણે આ સીન વધુ અસરકારક બને છે, કારણ કે દર્શકો પણ ઈચ્છે છે કે લાંબા સમય સુધી અત્યાચાર સહન કર્યા બાદ તેનું પાત્ર સામેના લોકોને યોગ્ય જવાબ આપે.પ્રિયદર્શનની પોતાની ૨૦૧૬ની મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ પરથી ‘હૈવાન’નું રૂપાંતરણ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં બોમન ઈરાની, સાયામી ખેર અને શ્રિયા પિલગાંવકર પણ મહત્વનાં રોલમાં જાેવા મળશે.




