ભુવન બામ જુદા જુદાં દસ પાત્રો ભજવશે ભુવન બામની ઢિંઢોરા ટુમાં સંજીદા શેખની એન્ટ્રી કવિતા મામીનું પાત્ર ટીટુ મામાના પાત્ર સાથે સંકળાયેલું છે. આ શોનું ર્નિદેશન સ્નેહા શેટ્ટી કોહલીએ કર્યું છે
પંજાબ, દિલ્હી અને મુંબઇમાં ફિલ્માવવામાં આવેલો શો ‘ઢિંઢોરા ટુ’ હાલ પોસ્ટ પ્રોડકશન તબક્કે છે. ટૂંક સમયમાં જાેવા મળનારી વેબ સીરિઝ ઢિંઢોરા ટુમાં સંજીદા શેખ કવિતા મામીની ભૂમિકામાં ધમાલ મચાવતી જાેવા મળશે.અગાઉ યુ ટયુબ પર બીબી કી વાઇન્સ તરીકે પ્રિમિયર થયેલો આ શોની બીજી સીઝન હવે રજૂ થવા જઇ રહી છે. આ શોની પ્રથમ સીઝનમાં ભુવન બામના મધ્યમ વર્ગના પરિવારને અચાનક લોટરી લાગતાં તેમની જિંદગી ઉંધીચત્તી થઇ જાય છે. હવે શોની બીજી સીઝનમાં આ તરંગી પરિવારની નવી સ્ટોરીઓ રજૂ કરવામાં આવશે. જેમાં ભુવન બામ નવથી દસ જુદાં જુદાં પાત્રો ભજવતો દેખાશે. કવિતા મામી તરીકે સંજીદા શેખનું પાત્ર પણ આ સીઝનમાં મહત્વનું બની રહેશે. કવિતા મામીનું પાત્ર ટીટુ મામાના પાત્ર સાથે સંકળાયેલું છે. આ શોનું ર્નિદેશન સ્નેહા શેટ્ટી કોહલીએ કર્યું છે.




