ફિલ્મમાં ‘તનુ વેડ્સ મનુ’ જેવી મસ્તી અને ‘તુંબાડ’ જેવા રહસ્યનું કોમ્બિનેશન ‘નયી નવેલી’માં અભિનેત્રી યામી ગૌતમનો ડાયન અવતાર! બાલાજી મોહન દિગ્દર્શિત આ હોરર-મિસ્ટ્રીમાં અભિનેત્રી યામી નવવધુ મોહિનીનાં રોલમાં છે યામી ગૌતમની આગામી ફિલ્મ ‘નયી નવેલી’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. બાલાજી મોહન દિગ્દર્શિત આ હોરર-મિસ્ટ્રીમાં યામી નવવધુ મોહિનીનાં રોલમાં છે. ફિલ્મને માત્ર હોરર નહીં, પરંતુ ફૅન્ટસી અને ફેમિલી એન્ટરટેઇનમેન્ટના મિશ્રણ તરીકે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મનું ટીઝર લોંચ થયું છે.૧ મિનિટ ૩૧ સેકન્ડનાં ટીઝરની શરૂઆત એક પરિવારની બેઠકથી થાય છે. મોહિની વિશે વાત કરવા માટે પરિવાર એકઠો થાય છે. ત્યારે તેનો દિયર અચાનક મોહિનીને ‘ડાયન’ ગણાવે છે. આ વાત સાંભળીને પરિવારજનો તેને ઠપકો આપે છે અને થપ્પડ પણ મારે છે. જાેકે, ત્યાર પછીના દૃશ્યો સંકેત આપે છે કે મોહિની સાથે ખરેખર કંઈક અલૌકિક જાેડાયેલું છે.ટીઝરમાં યામીનું પાત્ર હવામાં તરતું જાેવા મળે છે. તે રમૂજી અંદાજમાં કહે છે કે તે નાસ્તામાં બે ડાયન, ત્રણ પિશાચ અને ચાર ભૂત ખાઈ જાય છે. આ સંવાદ ફિલ્મના હોરર તત્ત્વને કોમેડી સાથે જાેડે છે. ટીઝર સાથે મેકર્સે ફિલ્મને ‘તનુ વેડ્સ મનુ’ની મસ્તી અને ‘તુંબાડ’ના રહસ્યનું મિલન ગણાવ્યું છે.‘નયી નવેલી’નું કેન્દ્ર એક સામાન્ય દેખાતો પરિવાર અને તેની નવી વહુ છે. જાેકે, મોહિનીના આગમન પછી ઘરમાં બનેલી વિચિત્ર ઘટનાઓ વાર્તાને રહસ્યમય બનાવે છે. એટલે ફિલ્મમાં હોરર કરતાં પણ રહસ્ય અને કોમેડીનું સંતુલન મહત્વનું બની શકે છે. ‘નયી નવેલી’ ૧૬ ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે. દશેરાના વીકએન્ડમાં ‘દૃશ્યમ ધ કન્ક્લૂઝન’ અને ‘જેલર ૨’ જેવી ફિલ્મો વચ્ચે આ હોરર-કોમેડી દર્શકોને કેટલું આકર્ષે છે તે જાેવાનું રસપ્રદ રહેશે.




