(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા )સુરત
સુરત શહેર ખાતે ગુજરાત રાજયના SC-ST સમાજના કાર્યકરો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને યુનિયનના આગેવાનોનું સંમેલન શ્રમજીવી સેવાલય ખાતે દક્ષિણ ગુજરાતના લોકપ્રિય આગેવાન અને સિનિયર એડવોકેટ ડી.સી.સોલંકી ના પ્રમુખ સ્થાને તા.૦૪/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૧ કલાકે મળેલ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે નવસારીના સિનિયર એડવોકેટ બિપિનભાઈ રાઠોડ, સુરતના જયંતિભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ શહેરોમાંથી આગેવાનો, સામાજિક કાર્યકરો અને ટ્રેડ યુનિયનના
આગેવાનો હાજર રહ્યા હતા. પ્રમુખ એ પ્રાંરભિક ઉદ્દબોધન કરી ખુલ્લુ મુકયુ હતું. સંમેલનમાં ઉપસ્થિત મહેમાનો અને કાર્યકરોનું ભુપેન્દ્ર પટેલે સ્વાગત અને સ્વાગત પ્રવચન કર્યું હતું. બિપિનભાઈ રાઠોડ, જયંતિભાઈ વાઘેલા, શશિકાંતભાઈ સોલંકી, કિરીટભાઈ વાધેલા, તેમજ અમદાવાદ ,વડોદરા, તેમજ જુદા-જુદા વિસ્તારમાંથી આવતા આગેવાનોએ ખૂબ આક્રોશ પૂર્વક સફાઈ કામની કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવા અને જરૂર પડે તો સામૂહિક રજા કે કામગીરી બંધ કરવા અનુરોધ કર્યો હતો. પ્રમુખ સ્થાનેથી સંબોધિત કરતાં ડી.સી.સોલંકીએ જણાવ્યુ હતુંકે, કોન્ટ્રાક્ટ સિસ્ટમ થી દલિત સમાજને ભારે આર્થિક નુકશાન પહોંચતું હોય આ શોષણ સામે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ્યાં સુધી નાબૂદ ના થાય ત્યાં સુધી સમગ્ર ગુજરાત રાજયમાં આંદોલન ચાલુ રાખવા અને તે માટે ઉપસ્થિત તમામને પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેઓએ કાયદાના સ્થાપિત નિયમોની ચર્ચા વિચારણા કરી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની છણાવટ કરી હતી. છગનલાલ મેવાડા અને સૈયદભાઈ શેખે સમાજનું સંગઠન મજબૂત બનાવવા અને સંગઠન મજબૂત હશે તો જ પડકારોને પહોંચી શકશો એમ જણાવ્યું હતું. કાર્યનું સંચાલન સતિશ સોલંકીએ કર્યું હતું.
રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ સુરતના આગેવાનો ભાઇલાલ વૈષ્ણવ, જયંતિભાઈ વાઘેલા, શશિકાંત સોલંકી, મો.ઇકબાલ શેખ, કાંતિભાઈ સોલંકી વિગેરેએ રજૂઆત કરતાં મંત્રીએ સારો પ્રતિસાદ આપેલ છે. અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવા અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ ધ્વારા કર્મચારીઓના શોષણ અંગે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપેલ છે.




