ઇડીનાં લખનઉ ઝોનલ કાર્યાલયે આ કાર્યવાહી કરી ઇડીએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી ઇડી અનુસાર તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ ૧૮ એફઆઇઆર આધારે શરૂ કરવામાં આવી હતી
ઇડીએ આમ્રપાલી જૂથ સાથે જાેડાયેલ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીનાં મહારાની બાગ સ્થિત ૫૪.૭૧ કરોડ રૂપિયાની સ્થિર મિલકતો અસ્થાયી ધોરણે ટાંચમાં લીધી છે. આ સંપત્તિ સુરભાઇ એડવર્ટાઇઝિંગ નામે નોંધાયેલી છે. ઇડીનાં લખનઉ ઝોનલ કાર્યાલયે આ કાર્યવાહી કરી છે.ઇડી અનુસાર તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ ૧૮ એફઆઇઆર આધારે શરૂ કરવામાં આવી હતી.આરોપ મૂકવામાં આવ્યો છે કે આમ્રપાલી જૂથે નોઇડા અને ગ્રેટર નોઇડામાં રહેણાંક પ્રોજેક્ટ માટે ખરીદનારાઓ પાસેથી નાણાં લઇને ૩૬ મહિનામાં ફલેટ આપવા અને સુનિિશ્ચિત રિટર્નનું વચન આપ્યું હતું. જાે કે પ્રોજેક્ટ અધૂરા રહી ગયા હતાં. ખરીદનારાઓને ન ફલેટ મળ્યા અને ન તેમને રકમ પરત મળી. ફોરેન્સિક ઓડિટમાં ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમનાં દુરુપયોગની માહિતી મળી છે. ઇડીનો આરોપ છે કે રકમ શેલ અને કંપનીઓનાં માધ્યમથી સ્થળાંતરિત કરવામાં આવી હતી.એક અન્ય કાર્યવાહીમાં ઇડીએ નેક્સા એવરગ્રીન કેસમાં ૩૪.૯૧ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને ગોવા સ્થિત જમીન, ફલેટ તથા રિસોર્ટમાં હિસ્સેદારી સામેલ છે.એજન્સી અનુસાર કુર્ક કરવામાં આવેલી સંપત્તિઓમાં ૬૯ સ્થાયી સંપત્તિઓનું મૂલ્ય લગભગ ૨૯.૩૭ કરોડ રૂપિયા છે.




