૮ વર્ષ જૂના ‘સેન્ડપેપરગેટ’ કાંડનું ભૂત ફરી ધૂણ્યું ખ્વાજાના દાવાથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ફરી ગરમાવો ખ્વાજાના દાવાને કમિન્સે ગણાવ્યા ‘૧૦૦% ખોટા’ અને ‘સંપૂર્ણપણે બકવાસ’; કહ્યું—૨૦૧૮માં બોલ ટેમ્પરિંગની કોઈ યોજના અંગે મને જાણ નહોતી
૨૦૧૮ના કુખ્યાત ‘સેન્ડપેપરગેટ’ બોલ ટેમ્પરિંગ વિવાદને લઈને ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ફરી ચર્ચા તેજ બની છે. પૂર્વ ઓપનર ઉસ્માન ખ્વાજાની આત્મકથા જીટ્ઠહ્વમિાં કરવામાં આવેલા દાવાઓ બાદ વર્તમાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે લાંબી પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કમિન્સે કહ્યું કે જાે ખ્વાજાનો દાવો એવો છે કે સમગ્ર ટીમને મેદાન પર સેન્ડપેપરના ઉપયોગની જાણ હતી, તો તે “૧૦૦ ટકા ખોટો” છે.
કમિન્સે સ્પષ્ટપણે કહ્યું કે બોલ ટેમ્પરિંગ માટે કોઈ મોટું ટીમ-સ્તરીય ષડયંત્ર કે ‘માસ્ટરપ્લાન’ નહોતું. તેમના જણાવ્યા અનુસાર, તેઓ પોતે મેદાન પર બોલ સાથે સેન્ડપેપરનો ઉપયોગ થતો હોવાની જાણકારી ધરાવતા નહોતા. તેમણે ખ્વાજાના એ દાવાને પણ ફગાવ્યો કે કમિન્સ સહિત કેટલાક ખેલાડીઓ આ સમગ્ર યોજના પાછળના સૂત્રધાર હતા. કમિન્સે આ આરોપોને “સંપૂર્ણપણે બકવાસ” ગણાવ્યા.
ખ્વાજાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેમને કેમરન બેનક્રોફ્ટની નજીક બેસીને બોલ ટેમ્પરિંગની યોજના અંગે જાણ થઈ હતી અને તેમણે બેનક્રોફ્ટને સાવધાન રહેવાની સલાહ આપી હતી. આ ખુલાસા પર કમિન્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે તેઓ જે ઉસ્માન ખ્વાજાને ઓળખે છે, તે આવા સંજાેગોમાં આ બાબતને રોકવાનો પ્રયાસ કરત. કમિન્સે ખ્વાજા પર લોકોની પ્રતિષ્ઠા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટની છબીને લઈને બેદરકારીપૂર્વક વાત કરવાનો આક્ષેપ કર્યો.
કમિન્સે જણાવ્યું કે તેમણે પુસ્તકમાં કરવામાં આવેલા કેટલાક દાવાઓ અંગે કાનૂની સલાહ લીધી હતી અને કેટલાક આરોપો માનહાનિકારક હોઈ શકે છે. જાેકે, તેમણે ખ્વાજા સામે કાનૂની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો છે. કમિન્સનું કહેવું છે કે આ ઘટના હવે આઠ વર્ષથી વધુ જૂની છે અને તેઓ આ મુદ્દાને ફરી આગળ ખેંચવા માંગતા નથી.
માર્ચ ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ દરમિયાન કેમરન બેનક્રોફ્ટ બોલ પર સેન્ડપેપર ઘસતો કેમેરામાં ઝડપાયો હતો. ત્યારબાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને ૧૨-૧૨ મહિનાનો પ્રતિબંધ, જ્યારે બેનક્રોફ્ટને નવ મહિનાનો પ્રતિબંધ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટનાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
ખ્વાજાના દાવાઓને લઈને પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરે પણ જૂની તપાસ અંગે સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હાલમાં તપાસ ફરી ખોલવાની જરૂરિયાત ન હોવાનું જણાવ્યું છે. તેથી આઠ વર્ષ જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો હોવા છતાં, બંને પક્ષોના વર્ણનમાં રહેલો તફાવત હજુ યથાવત છે.+




