Author: Garvi Gujarat

ગઠબંધનનું સત્તાવાર એલાન.મરાઠી મતોનું ધ્રુવીકરણ રોકવા ઠાકરે પરિવાર એકજૂથ.આ રણનીતિથી મુંબઈના મતદારોમાં એક નવો આત્મવિશ્વાસ જાેવા મળી શકે છ.મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે હાથ મિલાવી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવીને બંને ભાઈઓ આજે સત્તાવાર રીતે ગઠબંધનની જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે. આ જાેડાણ માત્ર બે પક્ષોનું મિલન નથી, પરંતુ ઠાકરે પરિવારના વારસાને ફરી એક કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આ ગઠબંધન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મરાઠી મતોનું વિભાજન રોકવાનો છે. છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં મરાઠી મતો…

Read More

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ!.કોંગ્રેસને ૨૪ કલાકમાં ૨ ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત.શિંદેની શિવસેના અને અજિત પવારની NCP એ પણ મોટી સંખ્યામાં બેઠકો જીતી.મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ બાદ રાજકારણમાં મોટા ફેરબદલ જાેવા મળી રહ્યા છે. રવિવારે સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો. શિંદેની શિવસેના અને અજિત પવારની NCP એ પણ મોટી સંખ્યામાં બેઠકો જીતી. જે બાદ વિપક્ષે આગામી મ્સ્ઝ્ર ચૂંટણી તથા પૂણેની સ્થાનિક ચૂંટણીને લઈને કમર કસી છે. ગઇકાલે શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે રાહુલ ગાંધીને અપીલ કરી છે કેBMC માં કોંગ્રેસે ઉદ્ધવ જૂથ સાથે ગઠબંધનમાં…

Read More

૫થી ૧૦ ટકા કમિશન લો- માંઝીની વિચિત્ર સલાહ.કેન્દ્રીય મંત્રીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ.નેતા જીતન રામ માંઝીએ એક જાહેર કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર અને કમિશનને લઈને એવું નિવેદન આપ્યું છે જેનાથી હોબાળો મચી ગય.કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની અવામ મોરચા (HAM-S) ના નેતા જીતન રામ માંઝીએ એક જાહેર કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર અને કમિશનને લઈને એવું નિવેદન આપ્યું છે જેનાથી હોબાળો મચી ગયો છે. માંઝીએ દાવો કર્યો છે કે તમામ સાંસદો અને ધારાસભ્યો વિકાસ કામોમાં કમિશન લે છે તેમજ હું પણ મારી પાર્ટીના ધારાસભ્યોને પણ આવું કરવાની સલાહ આપું છું. ગયાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ કહ્યું, ‘જાે તમે ૧૦ ટકા કમિશન…

Read More

રશિયા-ચીનનું વધશે ટેન્શન.માત્ર ૫૭ હજારની વસતી ધરાવતા દેશ પર કબજાે કરવા ટ્રમ્પ તલપાપડ.ટ્રમ્પની આ વિસ્તારવાદી નીતિને કારણે યુરોપિયન દેશોમાં ફફડાટ ફેલાયો છે.ગ્રીનલેન્ડને અમેરિકાનો હિસ્સો બનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની આ જીદ પર અડગ છે. ડેનમાર્કના અર્ધ-સ્વાયત્ત પ્રદેશ એવા ગ્રીનલેન્ડને કોઈ પણ ભોગે હસ્તગત કરવા માટે ટ્રમ્પ અત્યારે પૂરજાેશમાં પ્રયત્ન કરી રહ્યા છે. ટ્રમ્પની આ વિસ્તારવાદી નીતિને કારણે યુરોપિયન દેશોમાં ફફડાટ ફેલાયો છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડ પર કબજાે મેળવવો અત્યંત અનિવાર્ય છે.આ મિશનને ગંભીરતાથી આગળ વધારવા માટે ટ્રમ્પે લુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીને ગ્રીનલેન્ડ માટે ‘વિશેષ દૂત‘ તરીકે નિયુક્ત કર્યા છે. લેન્ડ્રી પર આ આખા આઇલેન્ડને…

Read More

જર્મનીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન.બંધારણ ખતમ કરવા માંગે છે ભાજપ, સંસ્થાઓ પર કબજાે કર્યો.ભાજપ દેશના બંધારણની મૂળભૂત ભાવનાને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે અને લોકશાહીની સ્વાયત્ત સંસ્થાઓ હવે સ્વતંત્ર રહી નથી.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીના પ્રવાસ દરમિયાન ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. બર્લિનની હર્ટી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલે આરોપ લગાવ્યો હતો કે, ‘ભાજપ દેશના બંધારણની મૂળભૂત ભાવનાને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે અને લોકશાહીની સ્વાયત્ત સંસ્થાઓ હવે સ્વતંત્ર રહી નથી.‘કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે, ‘ભારતની લોકશાહી સંસ્થાઓ પર ભાજપે સંપૂર્ણ કબજાે કરી લીધો છે. CBI અને ED…

Read More

વિદ્યાર્થીઓને પેન્સિલને બદલે સાવરણા પકડાવતા રોષ.લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ.હાથમાં સાવરણા લઈ સફાઈ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ : તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું અકળ મૌન.સરકાર શિક્ષણ પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે લીંબડી તાલુકાના ઉમેદપરની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે તેમની પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થી શાળાના પટાંગણમાં હાથમાં સાવરણા લઈને સફાઈ કરતા જાેવા મળી રહ્યા છે.વાલીઓ પોતાના બાળકોને સારા શિક્ષણની આશાએ શાળાએ મોકલે છે, પરંતુ ઉમેદપર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં બાળકો પાસે શારીરિક શ્રમ અને સફાઈ કર્મચારી તરીકેનું કામ લેવામાં આવતા…

Read More

સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ.ભારતને ૧૦૦ ટકા સ્વચ્છ હવા મેળવવામાં ૧૮૮ વર્ષ લાગશે.રિપોર્ટ મુજબ ભારતને પોતાની ઉર્જા સિસ્ટમથી હવા પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન પુરી રીતે ખતમ કરવામાં બે સદી જેટલો સમય લાગી શકે છે.ભારતની રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં પ્રદૂષણ વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે એક વૈશ્વિક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જાે ભારત વર્તમાન ગતિથી સ્વચ્છ હવા મેળવતુ રહ્યું તો સંપૂર્ણ સ્વચ્છ હવા મેળવવામાં ભારતને ૧૮૮ વર્ષ લાગી શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા આ તારણ બહાર પડાયું છે. જેમાં વધુમાં દાવો કરાયો છે કે ચીન આ લક્ષ્ય માત્ર ૨૫ વર્ષમાં જ પ્રાપ્ત કરી લેશે.ચીનમાં અનેક વસ્તુઓનું ઉત્પાદન…

Read More

સોનાનો વાયદો રૂ.1.38 લાખ અને ચાંદીનો વાયદો રૂ.2.16 લાખના સ્તરને પારઃ ક્રૂડ તેલમાં રૂ.17નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.36079.35 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.214960.4 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.28410.90 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34290 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.251048.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.36079.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.214960.4 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 34290 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2469.44 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.28410.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.138297ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.138444ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.137826ના સ્તરને સ્પર્શી, રૂ.136744ના આગલા બંધ સામે રૂ.1448 વધી રૂ.138192 થયો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.1052 વધી રૂ.110045ના ભાવે…

Read More

રકુલ પ્રીત બાંદ્રામાં રહે છે પ્રદૂષણ ઘટાડવા રકુલનું સૂચન, રોડ સારા હોય તો લોકો સાઈકલ ચલાવશે મુંબઈ શહેરમાં સતત નવા મકાનો-ઈમારતો બનતા રહે છે અને તેના કારણે ધૂળ ઊડવાનું સામાન્ય છે પ્રદૂષણની સમસ્યા સમગ્ર દેશમાં વકરી રહી છે. દિલ્હીમાં તો એર ક્વોલિટી ઈન્ડેક્સ કથળી જતાં વાહનચાલકો માટે આકરા નિયમો લાદવામાં આવ્યા છે. મુંબઈવાસીઓને પણ પ્રદૂષણની સમસ્યા કનડી રહી છે અને મુંબઈ કોર્પાેરેશને એર ક્વોલિટી ઈન્ડેક્સ ચકાસવા નવા માપદંડો લાગુ કર્યા છે. હવાની ગુણવત્તા બગાડવામાં વાહનોનો મોટો ફાળો છે ત્યારે રકુલપ્રીત સિંહે સાઈકલ ચલાવી પ્રદૂષણ ઘટાડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાથે રકુલે તંત્રને સૂચન કર્યું છે કે, રોડ-રસ્તા સારા હશે…

Read More

વિકી કૌશલે લક્ષ્મણ ઉટેકરની ‘છાવા’માં છત્રપતિ સંભાજી મહારાજનો રોલ કર્યાે હતો ‘છાવા’ અને ‘ધુરંધર’ જેવી થીમને ફોર્મ્યુલામાં ખપાવવાનો પ્રયાસદેશભક્તિ એ સચ્ચાઈ છે અને ફિલ્મો, સાહિત્ય તથા સ્પોર્ટ્સ ક્ષેત્રે તેની અભિવ્યક્તિ કરતા રહીશું: વિકી કૌશલ વિકી કૌશલ અને રણવીર સિંહ માટે ૨૦૨૫નું વર્ષ અત્યંત સફળ રહ્યું છે. ‘છાવા’માં વિકી અને ‘ધુરંધર’માં રણીરના પરફોર્મન્સને વૈશ્વિક સ્તરે પ્રશંસા થયેલી છે. આ વર્ષની સૌથી મોટી હિટમાં સ્થાન મેળવનારી આ બંને ફિલ્મોમાં થીમમાં દેશભક્ત સપૂતોની વીરતાની ગાથા છે. ઓડિયન્સને આ પ્રકારની ફિલ્મો પસંદ આવી રહી છે ત્યારે હવે દેશભક્તિની થીમને હિટ ફોર્મ્યુલા કહી શકાય ખરી? આ બાબતે વિકી કૌશલે ખુલાસો કર્યાે હતો કે, ‘છાવા’ અને…

Read More