Author: Garvi Gujarat

આ ફિલ્મ મેગા ટાઈમ ટ્રાવેલ એડવેન્ચર ફિલ્મ છે મહેશ બાબુએ રાજામૌલીની ‘વારાણસી’ માટે કલરીપાયટ્ટુની ટ્રેનિંગ શરૂ કરી કલરીપાયટ્ટુ એ વિશ્વની સૌથી જૂની માર્શલ આર્ટ્સ પૈકીની એક છે, જેનો ઉદ્ભવ કેરળમાં થયો હતો બાહુબલી ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની વધુ એક મેગા ટાઈમ ટ્રાવેલ એડવેન્ચર ફિલ્મ‘વારાણસી’નું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. ટોલીવુડનો હેન્ડસમ અભિનેતા મહેશ બાબુ હાલ તેની કારકિર્દીની આ સૌથી મોટી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે સુપરસ્ટાર મહેશ બાબુ પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ ‘કલરીપાયટ્ટુ’ની તાલીમ લઈ રહ્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના આ સુપરસ્ટારે તાજેતરમાં ‘રુદ્ર’ના કેરેક્ટર માટે પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ કલરીપાયટ્ટુની તાલીમ લીધી હતી. મહેશ બાબુને આ પ્રાચીન…

Read More

ફિલ્મનો બીજાે ભાગ ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે કંગનાએ ડાયરેક્ટર આદિત્ય ધરને રીયલ ધુરંધર ગણાવી વખાણ કર્યા ૧૬ મહિનામાં ૭ કલાકના ફૂટેજ તૈયાર કરી દેવાયા, માર્ચમાં યશની ટોક્સિક સાથે ધુરંધર ૨ની ટક્કર થશે પાકિસ્તાની આતંકવાદીઓના કાળા કરતૂતો અને ભારતીય દેશભક્તોની વીરતાને દર્શાવતી ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જાણીતી એક્ટર અને સાંસદ કંગના રણોતે આ ફિલ્મ જાેયા બાદ ડાયરેક્ટર-લેખક અને કો-પ્રોડ્યુસર આદિત્ય ધરના ભરપૂર વખાણ કર્યાં છે. કેટલાક ક્રિટિક્સ અને દર્શકો આ ફિલ્મને પાકિસ્તાન પ્રત્યે પૂર્વગ્રહ રજૂ કરતી ગણાવી રહ્યા છે ત્યારે કંગનાએ આ જ પ્રકારની ફિલ્મોની જરૂર હોવાનું જણાવી આદિત્ય ધરને રીયલ ધુરંધર ગણાવ્યા છે. ફિલ્મ…

Read More

એસીબી દ્વારા તવાઈ બોલાવવામાં આવી.વડનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ લાંચ લેતા ઝડપાયા.સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ રૂપિયા ૨૦૦૦૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં ગત દિવસોમાં ઘણા લાંચિયા અધિકારીઓ ઝડપાયા છે. આવામાં મહેસાણા જિલ્લામાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ લાંચિયો અધિકારી વડનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિચ પટેલ છે, જેને મહેસાણા ACB દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.ઘટનાની મળતી વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના વડનગર GMERS જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિત પટેલ રૂપિયા ૨૦૦૦૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા…

Read More

ધોરણ ૧૦-૧૨ બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ.છેલ્લી તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ભરી શકાશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે. આવેદનપત્રમાં કોઇપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તે કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ભરી શકાશે. ગુજરાત શિક્ષણ…

Read More

વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં યુરિન માટે પણ રૂ.૧૦ની વસૂલાત.વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા અને રોષ ફેલાયો છે : આ વિડીયો એક જાગૃત નાગરિકે બનાવ્યો હોવાનું જાણવા મળે છ.વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં શૌચાલયનો ઉપયોગ કરવા માટે યુરિન કરવા પણ મુસાફરો પાસેથી પાંચથી દસ રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો છે. શૌચાલય કર્મચારી દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા અને રોષ ફેલાયો છે. આ વિડીયો એક જાગૃત નાગરિકે બનાવ્યો હોવાનું જાણવા મળે છે. વિડીયો વાયરલ થયા બાદ અન્ય મુસાફરો સાથે વાતચીત કરવામાં આવતા અનેક લોકોએ યુરિન માટે પણ ફરજિયાત રૂપિયા ચૂકવવા પડતા હોવાની સહમતી વ્યક્ત…

Read More

સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ.કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયા.માતાએ એવા ફોટા બતાવ્યા જેમાં ચોથી ઓક્ટોબરના રોજ આચાર્ય ભગવંત પાસે જ્યારે દીક્ષાની અનુમતિ લેવામાં આવી.સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાને લઈને સર્જાયેલો પારિવારિક અને ધાર્મિક વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યો છે. પિતાએ દીક્ષા અટકાવવા કરેલી અરજી બાદ સોમવારે (૨૨મી ડિસેમ્બર) કોર્ટમાં માતાએ ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે. હાલ કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં પિતા એવો દાવો કરી રહ્યા હતા કે તેની સંમતિ વગર દીક્ષા નક્કી કરવામાં આવી છે. જાેકે, આજે સુનાવણી દરમિયાન…

Read More

કોંગ્રેસ અને AAP ને ઝટકો.મહારાષ્ટ્ર બાદ વધુ ગોવા રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત.ગોવામાં જિલ્લા પંચાયતની ૫૦ બેઠક પર થયેલી ચૂંટણીનું પરિણામ આજે (૨૨ ડિસેમ્બર) જાહેર થયું છ.મહારાષ્ટ્ર બાદ ગોવામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ગોવામાં જિલ્લા પંચાયતની ૫૦ બેઠક પર થયેલી ચૂંટણીનું પરિણામ આજે (૨૨ ડિસેમ્બર) જાહેર થયું છે. ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ૩૦ બેઠક પોતાના નામે કરીને જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને ૮ બેઠક મળી હતી. તેમજ છછઁને ૨, અપક્ષને ૫ બેઠક મળી હતી. તમને જણાવી દઈએ કે, ગત ૨૦ ડિસેમ્બરના રોજ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગોવામાં ૭૧% મતદાન નોંધાયું હતું. જેમાં કુલ ૨૨૬…

Read More

પોતાની માંગણી સાથે પરિવારજનો ગાંધીનગર પહોંચ્યા.સોમનાથ જિલ્લાના માછીમારોને પાક.ની જેલમાંથી છોડાવવાની માંગ.માછીમારો અંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ અગાઉ સંસદમાં પ્રશ્ન ઉઠાવીને કેન્દ્રનું ધ્યાન દોર્યું હતું.સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુલ ૧૯૭ માછીમારો છેલ્લા છ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હોવાના મુદ્દે આજે માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. માછીમારોના પરિવારોએ રાજ્ય સરકાર સમક્ષ પોતાની વેદના રજૂ કરી અને વહેલી તકે આ તમામ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય સ્તરે અસરકારક પગલાં લેવા વિનંતી કરી હતી. આ મુદ્દે માછીમારોના પ્રતિનિધિ મંડળે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તેમજ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળી રજૂઆત કરી હતી. પ્રતિનિધિ મંડળે જણાવ્યું…

Read More

ફરી એકવાર પાટીદારોનો પાવર જાેવા મળશે.વિશ્વભરના એક લાખથી વધુ પાટીદાર બિઝનેસમેન ભેગા થશ.વિશ્વ ઉમિયાધામ ખાતે ૨૮ ડિસેમ્બરે ઐતિહાસિક યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે.ગુજરાતના પાટીદારો ફરી એકવાર પોતાનું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યાં છે. અમદાવાદમાં સમસ્ત પાટીદાર સમાજનું યુવા મહાસંમેલનનું આયોજન કરાયું છે. વિશ્વ ઉમિયાધામ ખાતે ૨૮ ડિસેમ્બરે મહાસંમેલન યોજાશે. જેમાં અમેરિકા સહિત ૭ દેશમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન સામેલ થશે. તેમજ ૨૦ હજારથી વધુ યુવા બિઝનેસમેન મહાસંલેનમાં ભાગ લેશે. વિશ્વઉમિયાધામ યુવા બિઝનેસ મહાસંમેલન ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન બનશે. ૨૮ ડિસેમ્બરે ૩ વાગ્યે અમિત શાહની ઉપસ્થિતિમાં મહાસંમેલનનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત પાટીદાર મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનનો મુખ્ય…

Read More

સપા સરકારમાં લાઇસન્સ આપવામાં આવ્યા : યોગી.યુપી વિધાનસભામાં કોડીન સિરપ પર ભારે હંગામો.યોગી આદિત્યનાથે કહ્યું કે, કોડીન સિરપ યુપીમાં બનાવવામાં આવતી નથી, કફ સિરપને કારણે યુપીમાં કોઈ મોત થયા નથી.સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ આજે યુપી વિધાનસભામાં કોડીન સિરપ પર હંગામો મચાવ્યો હતો, જેના પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, કોડીન સિરપ યુપીમાં બનાવવામાં આવતી નથી, કફ સિરપને કારણે યુપીમાં કોઈ મોત થયા નથી, અને યુપીના સૌથી મોટા જથ્થાબંધ વેપારીને સપા સરકાર દરમિયાન લાઇસન્સ આપવામાં આવ્યું હતું. આ બાદ આદિત્યનાથે કહ્યું કે, દેશમાં બે નમૂના છે, એક દિલ્હીમાં અને એક અહીં. દિલ્હીમાં લોકો મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિદેશ ભાગી જાય છે, અને બબુઆ…

Read More