- Bookmakers hors ARJEL en France – bonus et promotions
- 1win — зеркало сайта букмекерской конторы 1вин
- Пин Ап Казино – Официальный сайт Pin Up Casino | Входи и играй
- Pinco Online Kazino 2026 – Strategiyalar və Məsləhətlər (Пинко Казино Онлайн)
- Leon casino en ligne – Particularités
- Vox Casino – czym jest to online casino i jak działa
- 1win casino and sportsbook in India
- Interac casinos Canada – Casino websites with secure Interac transactions
Author: garvigujrat
લાખો વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપી રહ્યા હતા વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે ૪૫ મિનિટ એરપોર્ટ પર જ રોકાયા મોદી પરીક્ષાર્થીઓનો સેન્ટર પર પહોંચવાનો સમય પૂરો થયા બાદ પીએમ એરપોર્ટથી નિવાસસ્થાન માટે રવાના થયા દેશભરમાં આજે લાખો વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાને લઈને દરેક જગ્યાએ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. પેપર લીક થવાની આશંકાઓ વચ્ચે ચેકિંગની વ્યવસ્થાથી લઈને સુરક્ષાની ચુસ્ત દેખરેખ રાખવામાં આવી છે. આ દરમિયાન NEET પરીક્ષાર્થીઓની સુવિધાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વિશેષ પહેલની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ, બંગાળના પ્રવાસે ગયેલા પીએમ મોદી આજે દિલ્હી પહોંચ્યા બાદ અંદાજિત ૪૫ મિનિટ સુધી એરપોર્ટ…
આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાગત સન્માન સમારંભ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા અને AAPના નર્મદા જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, સાથે સાથે સામાજિક આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મુખ્યત્વે, કોંગ્રેસ પાર્ટીમાંથી મહેન્દ્રભાઈ રમણભાઈ બારીયા – OBC જિલ્લા પ્રમુખ, હિરેનભાઈ ભીખાભાઈ પરમાર – જલોદરા તાલુકા સદસ્ય, દિલીપભાઈ જશુભાઈ બારીયા – મહામંત્રી, તિલકવાડા, જયદીપભાઈ કનુભાઈ બારીયા…
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં સૌથી વધુ વિકાસ પામતી અને સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતી પાર્ટી બની રહી છે. 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ‘મિશન 2027’ અંતર્ગત દરેક વિધાનસભા વિસ્તારમાં સંગઠનને મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન મંત્રીઓની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સંગઠન મંત્રીઓ પાર્ટીના પાયા મજબૂત કરવાની જવાબદારી સંભાળશે અને દરેક બૂથ સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડીને સંગઠનને વધુ મજબૂત બનાવશે. ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીની વાત અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે તેઓ સતત કાર્યરત રહેશે.…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય તરીકે મેં એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાઓને સરકાર તરફથી આપવામાં આવતા મફત પાઠ્યપુસ્તકોમાંથી કેટલાં પુસ્તકો પહોંચ્યા છે, કેટલાં હજુ બાકી છે અને બાકીનાં પુસ્તકો ક્યારે મળશે? સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગુજરાતી, વિજ્ઞાન, પર્યાવરણ, ભૂગોળ સહિત વિવિધ વિષયોના પુસ્તકો બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે છપાવે છે. સમિતિની બેઠક દરમિયાન મેં આ મુદ્દે પ્રશ્ન પૂછ્યો હતો. શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા. મને લેખિતમાં જે જવાબ આપવામાં આવ્યો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દુલાલગીરી મહારાજના નામે જાણીતા એક સાધુની કેટલીક તસવીરો અને વિડિયો છેલ્લા થોડાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે એમાં દાવો કરવામાં આવે છે કે આ મહારાજ શિવજીની અત્યંત કઠિન સાધના કરી રહ્યા છે એ માટે તેમણે નહીં બેસવાનું નક્કી કર્યું છે. સામાન્ય રીતે તપ અને ધ્યાન બેસીને કરવાના હોય, પણ આ મહારાજે ઉભા રહેવાની સાધના આદરી છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મહારાજ ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઉભા જ છે. તેઓ આરામ પણ ઉભા ઉભા જ કરે છે. એ માટે તેઓ ઝુલા પર શરીરનો આગળનો ભાગ ટેકવીને…
(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત દેશમાં દર વર્ષે વડાપ્રધાનના પ્રચાર પર ખર્ચવામાં આવતા જાહેર નાણાંના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. એક માહિતી અધિકારના જવાબમાં જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારે 2020 થી 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર માટે જાહેરાતોમાં લગભગ 2586 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ રકમનો કુલ ખર્ચ કરાયેલ રકમ કરોડો રૂપિયાની છે. રૂપિયા ૨૫,૮૬,૦૦,૦૦,૦૦૦/-છે. અને ભારતીય કર દાતાઓના નાણાં માંથી આ ખર્ચ થયો હતો. તૃણમુૂલ કોંગ્રેસ TMC ના સાંસદ સાકેત ગોખલે આ જણાવ્યું હતું અને તેમણે જ આ આરટીઆઇ દાખલ કરી હતી ગોખલે એ 1…
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે કુબા (રાવણી) ગામના ખેડૂતોને છેલ્લા બે દાયકાથી સતાવતો ગંભીર પ્રશ્ન હવે ઉકેલ તરફ આગળ વધ્યો છે. વર્ષ 2006 દરમિયાન કુબા (રાવણી) ગામના હક્કપત્રક (હકપત્રક નંબર-6)નો મહત્વપૂર્ણ રેવન્યુ રેકોર્ડ નાશ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ગામના ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી જમીન સંબંધિત વિવિધ નોંધો, ઉત્તરોત્તર નોંધ, વારસાઈ નોંધ અને અન્ય રેવન્યુ પ્રક્રિયાઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આટલા લાંબા સમયગાળા દરમિયાન ખેડૂતોને સતત હાલાકી ભોગવવી પડી હોવા છતાં પ્રશ્નના નિરાકરણ માટે કોઈ અસરકારક કાર્યવાહી થઈ નહોતી. પરંતુ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આ મુદ્દો વારંવાર જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ઉઠાવ્યો…
અમેરિકા-ઈઝરાયલે કરારનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કરવાની કરી જાહેરાત કરારના ઉલ્લંઘન પર ઈરાનની આગામી ચેતવણી અમેરિકા ઈરાન વચ્ચેના શાંતિ કરારના થોડા જ દિવસો બાદ ઈરાનની સંયુક્ત મિલિટરી કમાન્ડે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)થી જહાજાેની અવરજવર બંધ કરવાની જાહેરાત કરી છે. તેની પાછળ તેમણે યુદ્ધ ખતમ કરવાવાળા કરાર (MOU)નું અમેરિકા દ્વારા ઉલ્લંઘન, દક્ષિણ લેબેનોનથી સેના ન હટાવવી અને ઇઝરાયલ દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનું કારણ જણાવ્યું છે. ઈરાને આ ર્નિણયને પ્રથમ પગલું ગણાવ્યું છે અને ચેતવણી આપી છે કે જાે ઉલ્લંઘન ચાલુ રહેશે, તો વધુ પગલાં લેવામાં આવશે. જણાવી દઈએ કે, અમેરિકા અને ઈરાને…
રાજકોટના શાપરમાં કરોડોની લૂંટ ૫ બુકાનીધારી શખ્સોએ બંધક બનાવી રોકડ, દાગીનાની ચલાવી લૂંટ લૂંટારુઓ અંદાજે ૨ કરોડ ૪૭ લાખ રૂપિયાની રોકડ તેમજ ૫થી વધુ તોલા સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મોડી રાત્રે અજાણ્યા બુકાનીધારીઓએ એક વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે લગભગ એક વાગ્યાના સમયે ફિલ્મી ઢબે કરોડો રૂપિયાની લૂંટની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ પાંચથી વધુ બુકાનીધારીઓએ જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી…
ચીને સમુદ્રમાં શરૂ કરી લોખંડી ઘેરાબંધી ઈરાન યુદ્ધ પૂરું થતાં જ તાઈવાન ઉપર સંકટ હવે લગભગ દરેક સમયે ચીની નૌસેનાના ૫થી ૬ યુદ્ધ જહાજ તાઈવાનને ચારેય તરફથી ઘેરીને રાખે છે ઈરાન યુદ્ધ બાદ હવે સમગ્ર વિશ્વની નજર તાઈવાન પર વધી રહેલા તણાવ પર ટકેલી છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં તાઈવાનની આસપાસ પોતાની સૈન્ય હાજરીમાં સતત વધારો કર્યો છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે હવે લગભગ દરેક સમયે ચીની નૌસેનાના ૫થી ૬ યુદ્ધ જહાજ તાઈવાનને ચારેય તરફથી ઘેરીને રાખે છે. મે ૨૦૨૬ના અંતમાં પણ ચીનના મોટા ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર સહિત અનેક યુદ્ધ જહાજ તાઈવાનના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને તાઈવાન સ્ટ્રેટમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


