- FatPirate free spins in the UK – how to claim, use & maximise rewards
- Fat Pirate Casino account verification guide for UK players
- Kinghills legit account verification guide
- Kinghills Mobile: Full UK Guide to Registration, Bonuses, Payments & Play
- Non-GamStop Casinos 2026 – New Casino Sites not on GamStop
- Pin Up Casino Online Güncel Giriş Türkiye
- BoomsBet – registratie en starten in het online casino
- 1xbet официальный сайт и рабочее зеркало – вход на 1хБет
Author: garvigujrat
સિપ્રીના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો ભારતે ૨૦૨૫માં સૈન્ય પર નવ લાખ કરોડનો વિક્રમી ખર્ચ કર્યાે વિશ્વસ્તરે હથિયારો અને સૈન્ય ખર્ચ પર નજર રાખતી સ્વીડનની જાણીતી સંસ્થા સિપ્રીનો રિપોર્ટ વર્ષ ૨૦૨૫માં ભારતે તેના સૈન્ય આધુનિકીકરણ અને સુરક્ષા પાછળ ૯૨.૧ અબજ ડોલર (આશરે રૂ. નવ લાખ કરોડ) ખર્ચ્યા છે. આ સાથે ભારત વિશ્વમાં સૈન્ય સાધનો પાછળ ખર્ચ કરનાર પાંચમો સૌથી મોટો દેશ બની ગયો છે. એક રીતે પાકિસ્તાન જેવા દુશ્મન દેશ અને કપટી ચીનના પડકારો વચ્ચે ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રને ખૂબ ગંભીરતાથી લીધુ છે. ભારતનો આ સંરક્ષણ ખર્ચ ૨૦૨૪ની સરખામણીએ ૮.૯ ટકા વધુ છે તેમ વિશ્વસ્તરે હથિયારો અને સૈન્ય ખર્ચ…
કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પૃથ્વી વિજ્ઞાન; પ્રધાનમંત્રી કાર્યાલય, પરમાણુ ઊર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, પર્સનલ, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે ઉદ્યોગ જગતના અગ્રણીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્વદેશી ટેક્નોલોજીના વિકાસને વેગ આપવા અને બાહ્ય સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતના અંતરિક્ષ (સ્પેસ) ક્ષેત્રમાં રોકાણ અને ભાગીદારી નોંધપાત્ર રીતે વધારવા આહવાન કર્યું છે. 10માં IN-SPACe ઇન્ડસ્ટ્રી કનેક્ટને સંબોધિત કરતા, ડૉ. જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમે અદભૂત ઇનોવેશન અને તકનીકી ક્ષમતા દર્શાવી છે, પરંતુ વૈશ્વિક સ્પેસ ઇકોનોમીમાં નેતૃત્વ મેળવવા માટે સ્થાપિત ઉદ્યોગો દ્વારા વધુ ભંડોળ, ઉત્પાદન શક્તિ અને બજાર સુધીની પહોંચ સાથે વધુ મજબૂત ભાગીદારી જરૂરી બનશે. ડૉ. જિતેન્દ્ર સિંહે…
આઇઆઇટી (IIT) ગાંધીનગર ખાતે “એડવાન્સિંગ રિસર્ચ એન્ડ ઇનોવેશન ટુવર્ડ્સ વિકસિત ભારત વિથ ધ ઇનોગ્યુરેશન ઓફ મેજર રિસર્ચ ઇનિશિયેટિવ્સ” કાર્યક્રમને સંબોધિત કરતા, કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પૃથ્વી વિજ્ઞાન; પ્રધાનમંત્રી કાર્યાલય, પરમાણુ ઊર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, પર્સનલ, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક સંશોધનનું સાચું મૂલ્ય માત્ર પ્રકાશનોમાં જ નથી, પરંતુ તેનાથી સમાજ અને અર્થતંત્ર પર દેખીતી અસરો ઊભી કરવાની ક્ષમતામાં રહેલું છે. તેમણે નોંધ્યું હતું કે ભારતને એક એવા મજબૂત ઇકોસિસ્ટમની જરૂર છે જ્યાં સંશોધનો શૈક્ષણિક જગત, ઉદ્યોગ અને સરકાર વચ્ચેના અસરકારક સહયોગ દ્વારા પ્રયોગશાળાઓમાંથી સીધા જ અમલીકરણ તરફ આગળ વધે. મંત્રીએ આઇઆઇટી (IIT) ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજની એક મિટિંગ ન્યુ ઓપેરા હાઉસ ખાતે સાંજે ૫:૦૦ કલાકે ભાઈલાલ બી. વૈષ્ણવના અધ્યક્ષતામાં મળી હતી. તેમાં વાલ્મીકિ સમાજના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વાલ્મીકિ સમાજના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડે તો સમાજનો સંપર્ક કરવા તેમજ વાલ્મીકિ સમાજના યુવાન/યુવતીઓને નોકરી ધંધો રોજગાર મળી રહે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ સચિવાલય,ગાંધીનગરના ઠરાવ ક્રમાંક. ખરચ-૧૦૨૦૧૦-૧૧૮-ઝ.૧, તા.૧૪/૦૮/૨૦૧૪ અને સામાન્ય વહીવટી વિભાગ ના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવની જોગવાઈ અનુસાર ડ્રાઈવર તેમજ વર્ગ-૪ ની પટાવાળા, પટાવાળા -કર્મ-ડ્રાયવર, પ્યુન કમ એટેન્ડન્ટ, માળી, ધોબી, ચોકીદાર, પ્યુન કમ ચોકીદાર, સ્વીપર, લીફ્ટમેન, લીફટ એટેન્ડન્ટ, સફાઈ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ગાજેલા સુરતના નાસિર નગરના ભૂતિયા ડિમોલિશનની તપાસ જ્યારે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.જેમાં ડેપ્યુ.મ્યુ. કમિશનર મીના ગજ્જરની અધ્યક્ષતામાં રચવામાં આવેલી આ સમિતિ દ્વારા હવે સમગ્ર પ્રકરણમાં તબક્કાવાર વિવિધ પાસાઓ અંગેની તપાસ કરવામાં આવ્યા બાદ અહેવાલ તૈયાર કરવામાં આવશે. અને અહેવાલના આધારે જ વિવાદાસ્પદ ડિમોલિશન પ્રકરણમાં અધિકારીઓની જવાબદારી નક્કી થશે. આ તપાસ સમિતિમાં મીના ગજ્જર સહિત ડેપ્યુ.મ્યુનિસિપલ કમિશનર મનીષ ડોક્ટર, એડિશનલ સિટી ઈજનેર મહેશ ચાવડા અને કાર્યપાલક ઇજનેર કે.એલ વસાવા, આર ડી. ગાંજાવાલા અને ડેપ્યુ. ઈજનેર મોહસીન કાગજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જરૂરી પુરાવાઓથી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતીય રાજકારણની તાસીર એવી છે કે રાજકારણીઓ લોકોને સલાહ આપતા ફરે છે, પરંતુ જ્યારે તેમને પોતાને નિયમોનું પાલન કરવાનું આવે છે ત્યારે બહારના બાજી કરતા જોવા મળે છે. આપણી લોકશાહીમાં નેતાઓની કથની અને કરણી અલગ અલગ હોય છે. નેતાઓનો ગર્ભિત ઈશારો તો એવો જ હોય છે કે અમે કહીએ એ કરવાનું અમે કરીએ એ નહીં. કારણકે લોકશાહીમાં સત્તાધીશોને મળતી સૌથી વધુ સવલતોના કારણે તેમને (નેતાઓને) રાજાશાહી જીવન જીવવાની ટેવ પડી જાય છે. પક્ષ પલટા કરવા પાછળનાં અનેક કારણો પૈકી એક અને મહત્વનું કારણ સરકારી સવલતો ચાલુ રહે તે હોય છે. કેટલાકને બંગલાનો મોહ હોય છે. તો…
અનેક શહેરોમાં ધમાકા મિડલ ઈસ્ટમાં મહાવિનાશની આહટ, અમેરિકાનો ઈરાન પર પ્રચંડ મિસાઈલ હુમલો ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ થયેલા યુદ્ધ બાદ એપ્રિલમાં પાકિસ્તાનની મધ્યસ્થતાથી યુદ્ધવિરામ થયો હતો પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં શાંતિના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે અને યુદ્ધના વાદળો ફરી એકવાર ઘેરા બન્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથની આકરી ચેતવણી બાદ, અમેરિકન સેનાએ ઈરાન સરહદની અંદર ઘૂસીને તેના અનેક વ્યૂહાત્મક અને મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર જાેરદાર એર સ્ટ્રાઈક કરી છે. આ હુમલા બાદ ઈરાનના સિરીક, મીનાબ, કિશ દ્વીપ અને દરિયાકાંઠાના વિસ્તાર બંદર અબ્બાસ સહિતના અનેક વિસ્તારો શક્તિશાળી વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યા છે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એ સોશિયલ…
મિડલ ઈસ્ટ ફરી ભડકે બળ્યું અમેરિકાના હુમલા બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કર્યું કંગાન બંદર અને સીરિક વિસ્તારમાં પણ અમેરિકી હુમલામાં મિલિટરી ઈન્સ્ટોલેશનને નિશાન બનાવવામાં આવ્યા છે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનની સર્વાેચ્ચ સંયુક્ત સૈન્ય કમાન્ડે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ ને અમેરિકાના હુમલાને પગલે ફરી એકવાર સંપૂર્ણપણે બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઈરાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જાે કોઈ પણ તેલ ટેન્કર કે વ્યાપારી જહાજ આ દરિયાઈ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર સીધો સૈન્ય હુમલો કરવામાં આવશે.હોર્મુઝ…
ફિલ્મની રીલિઝ ડેટ હવે જાહેર થશે.અર્શદ વારસી જીવન ભીમા યોજના ફિલ્મમાં ડબલ રોલમાં.અર્શદની કેરિયરનો પહેલો ડબલ રોલ : વિજય રાઝ અને સંજીદા શેખ સહિતના કલાકારો.અર્શદ વારસી કેરિયરમાં પહેલીવાર ‘જીવન ભીમા યોજના’ ફિલ્મમાં ડબલ રોલ કરી રહ્યો છે. આ ફિલ્મની રીલિઝ ડેટ હવે આજકાલમાં જાહેર કરાશે તેમ માનવામાં આવે છે. ‘ડોલી કી ડોલી’ તથા ‘ફ્રાઈ ડે’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અભિષેક ડોગરાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યંં છે. તેમાં વિજય રાઝ તથા સંજીદા શેખ સહિતના કલાકારો હશે. ફિલ્મના સર્જકોના જણાવ્યા અનુસાર આ એક ડાર્ક કોમેડી હોવાની સાથે સાથે ક્રાઈમ થ્રીલર પણ હશે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલ તેનું પોસ્ટ…
કેટરિના કમબેકમાં ધીમે ધીમે આગળ વધવા માગે છે.કેટરિના કૈફ કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં.કેટરિના છેલ્લે વિજય સેતુપતિ સાથેની ફિલ્મ ‘જસ્ટ મેરીડ’માં દેખાઈ હતી. આ ફિલ્મ ૨૦૨૪માં રીલિઝ થઈ હતી.કેટરિના કૈફ હવે ફરી કેરિયરમાં પુનરાગમન કરવા માગે છે અને આ માટે તે કોઈ ઓટીટી પ્રોજેક્ટ મેળવવા પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળે છે. કેટરિનાએ ગયાં વર્ષે નવેમ્બરમાં પુત્ર વિહાનને જન્મ આપ્યો હતો. હજુ છ મહિના સુધી કેટરિના તેની સંભાળ માટે ઘરે જ રહેશે. તે આવતાં વર્ષથી શૂટિંગ શરુ કરવા ઈચ્છે. પરંતુ, આ માટે તેણે અત્યારથી જ કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધ આદરી છે. કેટરિનાનાં નિકટવર્તી સૂત્રોના જણાવ્યા અનુસાર કેટરિના કમબેકમાં ધીમે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


