Author: garvigujrat

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ ૨૧ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં બાંગ્લાદેશ સફળ ત્રણ બેટર્સની ફિફ્ટી અને મોસાદ્દેક હુસૈનની ધમાકેદાર વાપસી : ઓસ્ટ્રેલિયાનું બેટિંગ લાઇનઅપ ધ્વસ્ત બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ઢાકાના મેદાન પર એક નવો ઇતિહાસ રચ્યો છે. ૯ જૂનના રોજ રમાયેલી વનડે મેચમાં બાંગ્લાદેશે મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને ૮૬ રનથી હરાવી દીધી છે. બાંગ્લાદેશ માટે આ જીત ખૂબ જ ખાસ છે, કારણ કે તેમણે ૨૧ વર્ષના લાંબા ગાળા પછી ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું છે. આ પહેલા બાંગ્લાદેશે વર્ષ ૨૦૦૫માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં પોતાની પહેલી જીત મેળવી હતી. આ મેચમાં વરસાદ પડવાને કારણે ડકવર્થ લુઈસ (DLS) નિયમ મુજબ બાંગ્લાદેશને વિજેતા જાહેર…

Read More

દરરોજ ૨૦ હજારથી વધુ ટેન્કરોની માગ ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે ઘટતા ભૂગર્ભ જળસ્તર અને ચોમાસાના વિલંબને કારણે હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે વધતા તાપમાન, ઘટતા ભૂગર્ભ જળસ્તર અને ચોમાસાના વિલંબને કારણે હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં અનિયમિત પાણી પુરવઠાને કારણે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ખાનગી અને સરકારી ટેન્કરો પર ર્નિભર રહેવા મજબૂર બન્યા છે. શહેરમાં પાણીના ટેન્કરોની દૈનિક માંગ વધીને ૨૦,૦૦૦ સુધી પહોંચી ગઈ છે. સંકટની ગંભીરતાને કારણે ટેન્કરોની માગમાં મોટો વધારો નોંધાયો…

Read More

આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી હવે પોતાના જ નિવેદનથી ફરી ગયા જ્ર્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર બટુકો(આશ્રમના બાળકો)ના યૌન શોષણનો ગંભીર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી હવે પોતાના જ નિવેદનથી ફરી ગયા છે. તેમણે એક વીડિયો જાહેર કરીને સનાતન ધર્મગુરુ સામે કરેલો કેસ તદ્દન ખોટો હોવાની કબૂલાત કરી છે. આશુતોષ બ્રહ્મચારીનું કહેવું છે કે, ‘મેં શંકરાચાર્ય વિરુદ્ધ આ નકલી કેસ મારા જ ગુરુબંધુ રામચંદ્ર દાસના કહેવાથી અને તેમના ભારે દબાણમાં આવીને કર્યો હતો.‘ આ સમગ્ર ષડયંત્રમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાનો આરોપ…

Read More

કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો ૬ કિ.મી.નો રૂટ અમદાવાદ મેટ્રોના ફેઝ-2A ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી આ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ૬.૦૩૨ કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે અને તેમાં ૫ નવા સ્ટેશનોનો સમાવેશ થશે અમદાવાદવાસીઓ અને સમગ્ર ગુજરાત માટે આજે એક ખુબ જ મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતના હિતમાં અને વિકાસને વેગ આપતા ત્રણ મોટા ર્નિણયો લીધા છે. આ ર્નિણયોથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની કાયાપલટ થવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્વનો ર્નિણય અમદાવાદ મેટ્રોના વિસ્તારને લઈને લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં કોઈ અદ્રશ્ય શક્તિના ઇશારે માત્ર “હાથો” બનીને નાસિર નગરના મકાનોના ડિમોલિશનની કામગીરી કરવા ગયેલા સુરત મહાનગરપાલિકા અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના ઉચ્ચ અધિકારીઓ આ મામલે બરાબરના ભેરવાયા છે. અને આ ડિમોલેશનનો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચતા જ રાજ્ય સરકારે મામલાની ગંભીરતા જોઈને અત્યંત ગુપ્ત રાહે આખી ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. તેમજ મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત સુરત પોલીસના જ અધિકારીઓ આ શંકાના દાયરામાં હોવાથી સુરત પોલીસને આ સમગ્ર તપાસ પ્રક્રિયાથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડની સત્ય હકીકત બહાર લાવવા માટે સુરત ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને ખાસ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશભરમાં ઇંધણમાં વધી રહેલા ભાવોને લઈને ઘરેલુ LPG ના ભાવમાં વધારા બાદ, મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના (PMUY) હેઠળ પૂરા પાડવામાં આવતા સબસીડીવાળા સિલિન્ડરનો વાર્ષિક ક્વોટા નવથી ઘટાડીને ચાર કર્યો છે. સરકારે ગરીબ પરિવારો માટે સબસીડી વાળા રસોઈ ગેસ સિલિન્ડરનો વાર્ષિક ક્વોટા માત્ર ચાર કરતા ગરીબ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવશે. રવિવારે 14.2 કિલોગ્રામ LPG સિલિન્ડરના રૂપિયા ૨૯ ના ભાવ વધારા બાદ આ નિર્ણય જાહેર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદના નિવેદનમાં આ ઘટાડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સરકારી નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ સૌથી વધુ હેરાન થશે. પરંપરાગત રસોઈ ચૂલાઓથી થતા પ્રદૂષણથી બચાવવા માટે મોદી સરકારે…

Read More

સુરત મહાનગરપાલિકાની યુનિયન ઓફિસોના રાત્રે ૧૨ વાગ્યે તાળાં સેન્ટ્રલ ઝોને ડેપ્યુ.કમિશ્નર નિધિ સિવાચના કહેવાથી તોડયા હતા. યુનિયનોનો પોલીસ ફરિયાદ અંગે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, માત્ર ફરિયાદીઓના જવાબ લેવાયા પરંતુ મધ્યરાત્રિએ તાળાં તોડનારાના પોલીસ નિવેદન ક્યારે લેશે? (છગનલાલ મેવાડા ધ્વારા) સુરત  નાસિર નગરના મકાનોના ડિમોલિશન થતાં જ કાયદો શું છે અને જાગૃત મીડિયાએ કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓને ભીંસમાં લીધા છે.યુનિયન ઓફિસના તાળાં કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર રાતોરાત તાળાં તોડયા ત્યારે કાયદો ક્યાં હતો? કાયદાની મર્યાદાની વાતો કરનાર અધિકારી કાયદાની બહાર જઈ કઈ રીતે વર્તી શકે? યુનિયન ઓફિસના તાળાં તોડવામાં પણ સેન્ટ્રલ ઝોન અધિકારીઓએ ડેપ્યુ. કમિશ્નર નિધિ સિવાચ ના હુકમથી…

Read More

૧૦ વાર ફિલ્મ જાેવાનો પ્લાન.સુપર સ્ટાર રામ ચરણનો જાદુ : ફિલ્મ જાેવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા.નવી ફિલ્મ ‘પેદ્દી’ જાેવા માટે બે જાપાની પ્રશંસકોએ ઓફિસમાંથી પાંચ દિવસની રજા લઇ ભારત આવ્યા.સાઉથ સિનેમાનાં સુપરસ્ટાર રામ ચરણનો ક્રેઝ હવે માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સાત સમંદર પાર જાપાન સુધી પહોંચી ગયો છે. રામ ચરણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ’પેદ્દી’ને મોટા પડદા પર જાેવા માટે તેનાં બે જાપાનીઝ ફેન્સ સીધાં ટોક્યોથી ફ્લાઇટ પકડીને હૈદરાબાદ આવી પહોંચ્યાં છે. સોશિયલ મીડિયા પર આ બંને ફેન્સનો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.માસામી અને ક્રિસ નામનાં આ બંને જાપાનીઝ પ્રશંસકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું…

Read More

બંને ફિલ્મ ૨૮ ઓગસ્ટે રિલીઝ થશે.શ્રદ્ધા કપૂરની ‘ઇથા’ અને સિદ્ધાર્થની ‘વિવાન’ વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થશે.બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જાેવા મળશે અને આ ફિલ્મ ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનની રજાઓ દરમિયાન રિલીઝ થશે.છાવાની સફળતા પછી પ્રોડ્યુસર અને ડિરેક્ટર જાેડી દિનેજ વિજાન અને લક્ષ્મણ ઉટેકર ફરી ‘ઇથા’માં સાથે કામ કરી રહ્યા છે. આ બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જાેવા મળશે અને આ ફિલ્મ ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનની રજાઓ દરમિયાન રિલીઝ થશે. શ્રદ્ધા કપૂર એક મરાઠી લોકકલાકાર અને લાવણી નૃત્યાંગના વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરને જીવંત કરવાની છે એ વાતથી જ આ ફિલ્મ અંગે ઘણી ઉત્સુકતા છે અને ફિલ્મ અંગે…

Read More

રણવીર સાથે બાન્દ્રાનાં નવા ઘરમાં દીપિકાની ઝલક મળી.બૅબી બમ્પ સાથે દીપિકા પાદુકોણની ઝલકથી ફૅન્સ ખુશ.બંનેએ ૨૦૧૮માં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં અને સપ્ટેમ્બર ૨૦૨૪માં તેમની પહેલી પુત્રીનો જન્મ થયો હતા.દીપિકા અને રણવીર સિંહના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં બે દિવસથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ એક ઘરની બાલ્કનીમાં ઉભેલાં જાેવા મળે છે. દીપિકા પાદુકોણ હાલ બીજી વખત પ્રેગનન્ટ છે અને પહેલી વખત તે બૅબી બમ્પ સાથે જાેવા મળી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોમવારે સાંજે બાંદ્રાનાં તેમના સી ફેસિંગ ક્વોડ્રુપ્લેક્સની બાલ્કનીમાં ઉભેલાં જાેવા મળ્યાં હતાં. જેમની ઝલકથી ફૅન્સ ખુશ થઈ ગયાં હતાં અને તેમનાં વીડિયો અને…

Read More