- 1winn APK Download – Step‑by‑Step Registration Guide
- પુરુષોની હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને ૪-૩થી હરાવ્યું: ૬૦મી મિનિટે ગોલ કરી અભિષેકે અપાવી જીત
- ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જમીન વિવાદમાં હનુમાન મંદિરમાં બે સાધુઓને બાંધીને જીવતા સળગાવી દેવાયા
- ‘ભારતને તમારી બહાદુરી પર ગર્વ છે’: પીએમ મોદીએ કેપ્ટન સ્મિત મચ્છારની પ્રશંસા કરી, કહ્યા ‘સાચા હીરો’
- ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ₹૩૦ લાખની ઠગાઈ, વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો
- વનડે વર્લ્ડ કપ ૨૦૨૭: બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સીધી ક્વોલિફાય થવામાં નિષ્ફળ
- પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સાધુના રહસ્યમય મોત બાદ શિષ્યોના નિયમો અને ડ્રેસકોડ બદલાયા
- અમેરિકામાં મેકડોનાલ્ડ્સના બર્ગરના ભાવ હવે AI નક્કી કરશે: દર ૨ માઈલે જોવા મળશે અલગ રેટ
Author: garvigujrat
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા અને જનસંપર્કથી પ્રભાવિત થઈને સામાજિક અગ્રણીઓ અને વિવિધ સમાજના નેતાઓ સતત પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, જેનાથી જૂનાગઢ જિલ્લામાં ‘આપ’નું સંગઠન ઉત્તરોત્તર વધુ મજબૂત બની રહ્યું છે. આ ક્રમમાં જૂનાગઢ જિલ્લા પ્રજાપતિ સમાજ મહિલા સંગઠનના પ્રમુખ નિર્મળાબેન (નિમુબેન) પ્રવિણભાઈ કુકડિયા તેમજ પ્રજાપતિ સમાજના ટ્રસ્ટી પ્રવિણભાઈ કુકડિયા આમ આદમી પાર્ટીની જનકલ્યાણકારી નીતિઓથી આકર્ષાઈને વિધિવત રીતે ‘આપ’માં જોડાયા છે. આ સામાજિક અગ્રણીઓના પ્રવેશથી સ્થાનિક સ્તરે પાર્ટીને નવું બળ મળ્યું છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા લોકસભા ઈનચાર્જ પ્રવિણભાઈ મકવાણા અને જૂનાગઢ જિલ્લા મહિલા સંગઠન પ્રભારી આરતીબેન ઢોલરિયા દ્વારા બંને નવસભ્યોને આવકારીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણો ભારત દેશ વિશાળ જનસંખ્યા ધરાવનારો દેશ છે. એ આપણી એક મોટી મૂડી છે. ખાસ કરીને આ જનસંખ્યામાંના બાળકોને યુવાનો, જેઓ આપણી કાલના ઉત્પાદકો, ઉપભોક્તા, ઉદ્યોગવીરો અને દેશના આર્થિક વિકાસમાં સિંહફાળો આપનારા છે. પરંતુ માત્ર સંખ્યાને લઈને ચાલીશું, તો તે ભારે મોટો ભ્રમ થઈ પડશે. આ સંખ્યામાં સરસ મજાની ઉચ્ચ કક્ષાની નિશાળ માં ભણતાં ધનવાન બાળકો પણ છે અને ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ આગળ હાથ લંબાવીને ભીખ માંગતા નાગાંપૂગાં, ભૂખ્યાં ને ગંદા-ગોબરાં બાળકો પણ છે. આપણે અદ્યતન માં અદ્યતન કારમાં બેસીને જઈ રહ્યા હોઈએ, લાલ સિગ્નલ આવતાં કાર થોભી હોય, ત્યારે…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાએ ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક. ખરચ-m-૧૧૮- ઝ.૧, તા.૧૪/૦૮/૨૦૧૪ અને સામાન્ય વહીવટી વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવની જોગવાઈ મુજબ વર્ગ-૪ માં સ્વીપર, અને અન્ય વર્ગ ચારની જગ્યાઓ ભરવા ઉપર રોક લગાવી,આવી જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.આમ કરી ગુજરાત રાજ્યમાં વર્ગ-૪ની જગ્યાઓની ભરતી કરવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. સુરત મહાનગરપાલિકાએ સામાન્ય સભાના ઠરાવથી તમામ વર્ગ ચાર ની જગ્યાઓ સરકારશ્રીના ઉપરોક્ત ઠરાવ મુજબ સુરત મહાનગરપાલિકાએ સામાન્ય સભાના ઠરાવ નં.૪૬૭/૨૦૨૨, તા.૨૭/૦૭/૨૦૨૨ થી ખાલી જગ્યાઓ કોન્ટ્રાક્ટથી ભરવા ઠરાવ કરેલ છે. જો કે રાજ્ય સરકારના ઠરાવમાં મહાનગરપાલિકાએ જે સફાઈ કામદારો, બેલદારોની…
આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટેના ઉમેદવારોની ભવ્ય નામાંકન યાત્રા યોજાઈ હતી, જેમાં પથિકાશ્રમથી કલેક્ટર કચેરી સુધી હજારો કાર્યકર્તાઓ જોડાઈને ‘આપ’ ના નારા લગાવ્યા હતા અને અત્યાર સુધી પાર્ટી દ્વારા ૨૯ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે બાકીના નામ ટૂંક સમયમાં જાહેર કરાશે. આ નામાંકન યાત્રા અને આગામી ચૂંટણી પ્રચારમાં પક્ષના શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિ જોવા મળી હતી, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઇ તેમજ વિદ્યાર્થી નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ તકે મિડીયા સાથે…
રવિવારથી દેખાવોની પીટીઆઇની જાહેરાતથી શરીફ સરકાર ગભરાઇ ઇસ્લામાબાદની ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી જડબેસલાક કિલ્લેબંદી ૨૦,૦૦૦થી વધુ પોલીસ તૈનાત : ઇમરાનની મુક્તિ માટેના દેખાવોને જમાતે ઇસ્લામી અને ખેડૂતોનો પણ ટેકો જેલમાં બંધ પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિ માટે તેમના પક્ષ પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ (પીટીઆઇ)નાં કાર્યકરો અને સમર્થકો ૨૭ સપ્ટેમ્બરથી ઇસ્લામાબાદમાં દેખાવો શરૂ કરવાના છે.જેના પગલે પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઇસ્લામાબાદની ઓછામાં ઓછા ૨૦,૦૦૦ શિપિંગ કન્ટેનરોથી કિલ્લેબંદી કરવામાં આવી છે.આ કન્ટેનરોને વેલ્ડિંગ કરી એકબીજા સાથે જાેડી દેવામાં આવ્યા છે. આ કન્ટેનરોની બહારની બાજુ કાંટાળી વાડ લગાવવામાં આવી છે. પાક. મીડિયા અનુસાર શહબાઝ શરીફ સરકાર અને…
ફ્રીમાં કામ કરનાર ડિરેક્ટર હવે બનશે કરોડપતિ ૧૪ વર્ષનો સંઘર્ષ રંગ લાવ્યો! ૧.૫ કરોડની ‘હનુમાન અંશ’ સુપરહિત ‘હનુમાન અંશ’ ફિલ્મ ‘ધુરંધર ૨’ અને ‘બોર્ડર ૨’ પછી વર્ષની ત્રીજી સૌથી મોટી હિટ બનીને ઊભરી ફિલ્મ ‘હનુમાન અંશ’ ૨૦૨૬ની સૌથી મોટી સરપ્રાઇઝ હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ, જે હવે સિનેમાઘરોમાં સાત અઠવાડિયા પૂરા કરી ચૂકી છે, સતત દર્શકોને પોતાની તરફ ખેંચી રહી છે. આશા છે કે તે હજુ પણ કેટલાક અઠવાડિયા સુધી મોટા પડદા પર ટકી રહેશે. આ ફિલ્મ ‘ધુરંધર ૨’ અને ‘બોર્ડર ૨’ પછી વર્ષની ત્રીજી સૌથી મોટી હિટ બનીને ઊભરી છે.ફિલ્મનું ઓછું બજેટ તેની સફળતા વિશે સૌથી વધુ ચર્ચાનો…
ફિલ્મ ‘ઉડતા તીર’નું ટ્રેલર પાકિસ્તાની જાસૂસ બન્યો આયુષ્માન ખુરાના, પછી ભારતની ભક્તિ સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ધુરંધર’ની સાથે ‘ઉડતા તીર’ની સરખામણી અને કોમેન્ટ્સ કરવામાં આવી એક તરફ ‘ધુરંધર’નો હમઝા પાકિસ્તાનમાં ઘૂસીને તહલકો મચાવી રહ્યો છે, તો હવે આયુષ્માન ખુરાના ‘ઉડતા તીર’ બનીને એવી એન્ટ્રી મારી રહ્યા છે કે વાર્તા જ ઊલટી પડી જાય છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને પહેલી ઝલકમાં જ સ્પષ્ટ છે કે અહીં જાસૂસી, દેશભક્તિ અને પાકિસ્તાન-ભારત વાળો પૂરો મસાલો તો છે, પરંતુ તેનો અંદાજ એકદમ કોમેડીનો છે.ટ્રેલરની શરૂઆત જ એક એવા ડાયલોગથી થાય છે, ‘આ હિન્દુસ્તાનીઓ આપણા ત્યાં એક પછી એક જાસૂસ મોકલી જ…
અગાઉ સહ લેખક બિલાલ સિદ્દિકિએ સંકેત આપ્યો હતો બાસ્ટ.. ઓફ બોલીવૂડની સિઝન ટુનું શૂટિંગ માર્ચથી શરૂ થશે બીજી સિઝનમાં મહત્વના પાત્રો આસમાનસિંહ, કરિશ્મા તલવાર અને અજય તલવારનું પુનરાગમન આર્યન ખાન લિખિત-દિગ્દર્શિત ૨૦૨૫માં આવેલી વેબ સિરિઝ બાસ્ટપઓફ ધ બોલીવૂડની સિઝન ટુનું શૂટિંગ માર્ચ ૨૦૨૭થી શરૂ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. અનુસાર બીજી સિઝનમાં મુખ્ય પાત્રો આસમાનસિંહ તરીકે લક્ષ્ય, કરિશ્મા તલવાર તરીકે સેહર બબ્બા અને અજય તલવાર તરીકે બોબી તલવારને જાળવી રાખવામાં આવશે. બોલીવૂડમાં આસમાનસિંહ હીરો તરીકે તકદીર અજમાવવા નીકળે છે ત્યારે તેની સાથે બનતી ઘટનાઓનું વક્ર બયાન આ સિરિઝમાં કરવામાં આવ્યું હતું.એક મહિના અગાઉ સિરિઝના સહલેખક બિલાલ સિદ્દિકીએ સિઝન…
અક્ષય સાથે શ્રદ્ધાની બીજીવારની ટક્કર નિવારાઇ અક્ષય-શ્રદ્ધાની બોક્સ ઓફિસ ટક્કર ટળી, ઈઠાને મોકળું મેદાન અગાઉ આ જ તારીખોમાં રીલિઝ થનારી અજય દેવગણની રેન્જર પણ પાછળ ધકેલાઈ ચૂકી છે શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઇઠા’ હવે ચોથી ડિસેમ્બરે રિલિઝ થશે ત્યારે તેની સાથે કોઇ ફિલ્મની બોક્સઓફિસ પર ટક્કર નહીં થાય. ‘છાવા’ ફેમ લક્ષ્મણ ઉતેકર દ્વારા ર્નિદેશિત ફિલ્મ ‘ઇઠા’માં શ્રદ્ધા કપૂરે મહારાષ્ટ્રની વિખ્યાત તમાશા કલાકાર વિઠાબાઇ નારાયણગાંવકરની ભૂમિકા ભજવી છે. લાંબા સમયથી ફિલ્મ ‘ઇઠા’ની રિલિઝ એક યા બીજા કારણસર ઠેલાઇ રહી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર અજય દેવગણની ફિલ્મ ‘રેન્જર’ જે ચોથી ડિસેમ્બરે રીલિઝ થવાની હતી તેને હવે ૨૦૨૭માં રીલિઝ કરવામાં આવશે. બીજી એક અક્ષય…
૨૦૦ સાગરીતોને દેશ છોડવાનો આદેશ કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી ૨૫ વર્ષીય ભારતીય વિદ્યાર્થી જશનદીપ સિંહ પણ ડિપોર્ટ થયો, જેના તાર બિશ્નોઈ ગેંગ સાથે જાેડાયેલા હોવાનો આરોપ છે કેનેડામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓએ ગેંગના ૨૦૦ સભ્યોને દેશ છોડવાનો હુકમ કર્યો છે, જેમાંથી લગભગ ૧૧૧ લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના સૂત્રો અને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગૃપ હવે તેમની પ્રાથમિક ટાર્ગેટ યાદીમાં સામેલ છે. આ આકરી કાર્યવાહી વચ્ચે ૨૫ વર્ષીય જશનદીપ સિંહનો મામલો પણ સામે આવ્યો છે. જશનદીપ સિંહ ભારતીય નાગરિક છે, અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


