
- બાંગ્લાદેશ BPL: ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી ઝાકી, 59, મેદાન પર હાર્ટએટેકથી નિધન
- જામનગર GETCO-એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી કૌભાંડ: 107 જગ્યામાં 35 બોગસ ઉમેદવાર, યુવરાજસિંહ જાડેજાનો ધડાકો
- અમિત શાહ ગુજરાત પ્રવાસ: સરખેજ, વણઝર, થલતેજ અને સાણંદમાં વિકાસ કાર્યક્રમો, બિઝનેસ-સાંસ્કૃતિક મુલાકાત
- પ્રભાતપુર: ગેરકાયદે મોર શિકાર કેસમાં શખ્સને ધરપકડ, મોરનું માંસ કબજે મળી આવ્યું
- ગાંધીનગર વાવોલ શાળા: પ્રિન્સિપાલે કાર કાચ તૂટતા ધોરણ 6-8ના બાળકોને ઢોર માર્યો
- અમદાવાદ ન્યુ યર ટ્રાફિક એડવાઇઝરી: સી.જી. રોડ અને સિંધુ ભવન પર 31 ડિસેમ્બર-1 જાન્યુઆરી પ્રતિબંધ
- મોદીની જમીન પર બેસેલી તસવીર શેર કરી દિગ્વિજય સિંહે સંગઠન શક્તિની પ્રશંસા કરી, રાહુલ ગાંધીને સલાહ
- અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા સિંગર આરતી સાંગાણી વિવાદમાં, સામાજિક બહિષ્કારની માંગ
Author: Garvi Gujarat
મોહન ભાગવતનું મોટું નિવેદન.ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે, સંસદની મંજૂરીની જરૂર નથી.TMC નેતાના બાબરી મસ્જિદના નિવેદન પર સંઘ પ્રમુખનો વળતો પ્રહાર, કહ્યું સરકારના પૈસે મંદિરો ન બનવા જાેઈએ.કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે ‘હિન્દુ રાષ્ટ્ર‘ ની સંકલ્પના સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે તે એક શાશ્વત સત્ય છે, તેમ ભારત હિન્દુ રાષ્ટ્ર છે તે પણ સત્ય છે. આ માટે સંસદ કે બંધારણના સિક્કાની રાહ જાેવાની જરૂર નથી. આ ઉપરાંત, તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને પશ્ચિમ બંગાળની સુરક્ષા સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આરએસએસના વડા મોહન…
૧૦૦ મીટરના ભ્રમ પર પર્યાવરણ મંત્રીએ સ્પષ્ટતા કરી.અરવલ્લીમાં કોઈને છૂટ નથી, ૯૦ ટકાથી વધારેનો વિસ્તાર સંરક્ષિત.અરવલ્લી પર્વતમાળા ભારતના ચાર રાજ્યો (દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત)માં ફેલાયેલી છે.સુંદરવન બેઠક બાદ અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને ભ્રમ પર કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તથા અલવરથી લોકસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અરવલ્લી વિસ્તારમાં કોઈ પણ પ્રકારની છૂટ નથી આપી અને આપવામાં પણ નહીં આવે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે અરવલ્લી પર્વતમાળા ભારતના ચાર રાજ્યો (દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત)માં ફેલાયેલી છે. અરવલ્લીનું ક્ષેત્ર ૩૯ જિલ્લામાં ફેલાયેલું છે. અરવલ્લીને…
મારું તો એક જ સૂત્ર, પૈસા ફેંક તમાશા દેખ.ધર્મેન્દ્ર સાથે ટીવી શોમાં દેખાવા ૨૦ લાખ વસૂલ્યાની મુમતાઝની કબૂલાત.ટીવી શોમાં અપિયરન્સ માટે નાની મોટી રકમ ઓફર કરનારાને પીઢ અભિનેત્રી મુમતાજ ના પાડી દે છે.પીઢ અભિનેત્રી મુમતાઝે સ્વીકાર્યું છે કે તેણે ધર્મેન્દ્ર સાથે એક રિયાલિટી શોમાં હાજરી આપવાના બદલામાં ૨૦ લાખ રુપિયાની ફી વસૂલી હતી. મુમતાઝને તે ટીવી શોમાં કેમ બહુ દેખાતી નથી તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું હતું કે તેને ૨૦૨૩માં એક રિયાલિટી શોમાં ધર્મેન્દ્ર સાથે હાજર રહેવા જણાવાયું હતું અને તે માટે પોતે ૨૦ લાખ રુપિયા વસૂલ્યા હતા. આ શોમાં તેણે ધર્મેન્દ્ર સાથે ડાન્સ પણ કર્યાે…
ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ૨૦૨૫નું વર્ષ ઘણું સારું રહ્યું છે.શાહરૂખ, રણબીર અને દીપિકા જેવાં મોટા સ્ટાર્સ ૨૦૨૫માં મોટા પડદે ન દેખાયાં.આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, શ્રદ્ધા કપૂર અને કેટરિના કૈફ પણ કોઈ ફિલ્મમાં આવ્યાં નહીં.ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ૨૦૨૫નું વર્ષ ઘણું સારું રહેલું છે. વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે રણવીર સિંહની ‘ધુરંધર’ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. રૂ.૪૦૦ કરોડનો આંક વટાવ્યા બાદ આ ફિલ્મ બોક્સઓફિસ પર રૂ.૫૦૦ કરોડને પાર કરવાની તૈયારીમાં છે. બોલિવૂડ માટે ઉત્સાહજનક રહેલા આ વર્ષમાં શાહરૂખ, રણબીર અને દીપિકા જેવાં એ ગ્રેડ સ્ટાર્સ મોટા પડદે સહેજ પણ દેખાયા નથી. જ્યારે આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, કરીના કપૂર ખાન અને…
‘બોર્ડર ૨’ ૧૯૭૧ ની બહાદુરીની ગાથા છે.બોર્ડર ૨ માટે સની દેઓલને રૂપિયા પ૦ કરોડની ફી મળી.આ ફિલ્મ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ પ્રજાસત્તાક દિવસના સપ્તાહ દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થશે.‘બોર્ડર ૨’ ૧૯૭૧ ની બહાદુરીની ગાથા છે, જ્યારે આખી દુનિયાએ ભારતની લશ્કરી શક્તિને સલામ કરી હતી. ૧૯૭૧ નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ભારતીય ઇતિહાસમાં નિર્ણાયક યુદ્ધોમાંનું એક હતું. આ યુદ્ધથી બાંગ્લાદેશનો જન્મ થયો અને ભારતની લશ્કરી શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરી. લોકો હંમેશા સૈનિકોની હિંમત અને બલિદાનની વાર્તાઓ યાદ રાખે છે, અને ફરી એકવાર, ફિલ્મ ચાહકો તેમને મોટા પડદા પર તેને ફરીથી જીવંત કરતા જાેશે. આગામી ફિલ્મ “બોર્ડર ૨” ને લઈને ભારે ઉત્તેજના છે,…
નશામાં ધૂત વ્યક્તિએ ટક્કર મારી : નોરા.‘હું જીવિત છું’, અકસ્માત બાદ નોરા ફતેહીએ વર્ણવી આપવીતી.મને વિશ્વાસ નથી આવતો કે ૨૦૨૫માં પણ લોકો બપોરે ૩ વાગ્યે દારૂ પીને ગાડી ચલાવે છે અને બીજાનો જીવ જાેખમમાં મૂકે છે.બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી વિશે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ૨૦ ડિસેમ્બરના રોજ નોરા એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. એક શખ્સે નશાની હાલતમાં પૂરઝડપે પોતાની કાર ચલાવી નોરાની કારને જાેરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સજાર્ી હતી.અકસ્માત બાદ નોરાને તાત્કાલિક તેની ટીમ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સદનસીબે એક્ટ્રેસને કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ તેને માથાના ભાગે અને…
નશાના વ્યાપારને ડામવા પોલીસ ફુલ એક્શન મોડમાં.પાનના ગલ્લા ધારકો અને દુકાનદારો સામે પોલીસે કરી લાલ આંખ.ઝોન-૩ વિસ્તારમાં પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા ૨૪ કેસ.સુરત શહેરમાં નશામાં વપરાતા અલગ અલગ પેપરના વેચાણના મામલે તંત્ર એક્શનમાં આવ્યું છે. ઝોન-૩ વિસ્તારમાં પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા કુલ ૨૪ કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે, ૧૩ થી વધુ પાનના ગલ્લા ધારકો અને દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્વાસ્થ્યની સૂચના વિનાની સિગારેટના વેચાણ અંગે પણ તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં સિગારેટ, હુક્કા, ગોગો પેપર સહિતનો જથ્થો જપ્ત કરી દેવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, નશાના વ્યાપારને ડામવા સુરત…
હવામાન વિભાગની આગાહી.૪૮ કલાક બાદ ગુજરાત પર ત્રાટકશે હાડ થીજવતી ઠંડી.૧૦ ડિગ્રી સાથે દાહોદ અને ડાંગ સૌથી ઠંડુગાર : અન્ય શહેરોનો પણ પારો ગગડ્યો : રાજ્યમાં ઠંડીનો ચમકારો.હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના સામાન્ય તાપમાનમાં ૨ થી ૭ ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદના તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો થતા ૧૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કચ્છના નલિયામાં ૧૪.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં ૧૪.૪ ડિગ્રી, જ્યારે સુરતમાં ૧૯. ૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં એક જ દિવસમાં ૬ ડિગ્રી, જયારે ભુજમાં ૭ તાપમાન ઊંચું નોંધાયું છે. રાજકોટમાં ૧૬.૨ ડિગ્રી અને ભુજમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે,…
અમદાવાદ લાફાકાંડમાં વળાંક.પોલીસને ગાળો આપનારી મહિલા સામે બીજી FIR.અંજલી ચાર રસ્તા પાસે એક મહિલાને કોન્સ્ટેબલે લાફો માર્યો હતો જેના દ્રશ્યો પહેલા સામે આવ્યા હતા.અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલિ ચાર રસ્તા પાસે બે દિવસ અગાઉ પોલીસકર્મી અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે નવો વળાંક લઈ રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર માત્ર લાફો મારવાનો વીડિયો વાઇરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. પોલીસના બોડી ઓન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનામાં યુ-ટર્ન આવ્યો હતો. ગઇકાલે ૨૦ ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં આ જ યુવતીએ ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ શ્યામલ ચાર રસ્તા નજીક…
તેમણે ઈશાન કિશનના લગ્નની પણ વાત કરી.ઈશાન કિશનની ટીમ ઈન્ડિયામાં વાપસીથી તેના પિતા ખૂબ ખુશ.અત્યારે આ તેની કુશળતાને નિખારવાનો સમય છે : તેને લગ્નમાં બાંધીને તેના પર દબાણ લાવવા માંગતા નથી.્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટેની ભારતીય ટીમમાં સ્ટાર બેટ્સમેન ઈશાન કિશનની વાપસી થઈ છે, જે બાદ તેના પિતાએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઈશાન કિશનના લગ્ન વિશે પણ વાત કરી છે. ઈશાન કિશનના પિતા પ્રણવ પાંડેએ જણાવ્યું કે, જ્યારે ઈશાન ટીમ ઈન્ડિયાથી દૂર હતો, ત્યારે તેણે તેની રમત અને ફિટનેસ પર સખત મહેનત કરી હતી. તેમણે પોતાના પુત્રના લગ્ન અંગે પણ નિવેદન આપ્યું હતું. પ્રણવ પાંડેએ કહ્યું, “આ ઝારખંડ અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



