Author: garvigujrat

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ઘ્વારા) સુરત. ​ વડોદરામાં ૩૨ વર્ષ પહેલાં ચાલુ ફરજે મૃત્યુ પામેલ કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી આપવાની BSNL દ્વારા ના કહ્યા બાદ અદાલતમાં દાદ માંગવામાં આવતા ૧૫ વર્ષની કાનૂની લડત બાદ કોર્ટે મૃત કર્મચારીના પુત્રને રહેમરાહે નોકરી આપવાનો આદેશ કર્યો હતો. ​ BSNL દ્વારા અરજી નકારી કાઢવાના કૃત્યને અદાલતે ગેરકાયદેસર, ગેરવ્યાજબી અને અન્યાયી ગણાવ્યું હતું. કેસની વિગતવાર માહિતી અનુસાર BSNL માં લાઇનમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી ભવાની સિંહનું ચાલુ ફરજે અવસાન થયું હતું. તે સમયે તેમના પુત્રો સગીર હોવાથી, ૨૦/૬/૧૯૯૫ ના રોજ મૃતક કર્મચારીના પત્નીએ વિભાગને લેખિત અરજી આપી હતી કે મોટો પુત્ર જશવંતસિંહ ૧૮…

Read More

શ્રાદ્ધ:કૃતજ્ઞતા-પિતૃસ્મરણ અને ઋણમુક્તિનું પાવન પર્વ ભારતીય સંસ્કૃતિમાં પર્વો-તહેવારો અને વિધિ-વિધાનો માત્ર બાહ્ય આચરણ કે પરંપરાગત ક્રિયાઓ પૂરતાં મર્યાદિત નથી પરંતુ તેની પાછળ ગહન વૈજ્ઞાનિક-મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દર્શન છુપાયેલું છે. ભાદ્રપદ માસનો કૃષ્ણપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ આ જ પ્રકારનું એક અત્યંત મહત્વપૂર્ણ અને ઊંડા અર્થવાળું પર્વ છે.સામાન્ય રીતે લોકો શ્રાદ્ધને માત્ર મૃત્યુ પામેલા વડીલોની વર્ષી કે તેમના નામે કરવામાં આવતા પીંડદાન પૂરતું સીમિત માની લે છે પરંતુ વાસ્તવમાં શ્રાદ્ધ એ જીવનનું આત્મપરીક્ષણ કરવા,પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને જીવનના વિવિધ ઋણમાંથી મુક્ત થવાનો અદભૂત અવસર છે. શ્રાદ્ધ શબ્દનો અર્થ અને તાત્પર્ય.. શ્રાદ્ધ શબ્દની વ્યાખ્યા આપતા શાસ્ત્રોમાં કહેવાયું છે શ્રદ્ધયા યત્…

Read More

ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ પોલિટિકલ સાયન્સ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની 110મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ સ્મૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના રાષ્ટ્રજીવનમાં રહેલા યોગદાન તથા તેમના એકાત્મ માનવવાદના વિચારોને સ્મરણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજાયો હતો. વિભાગના અધ્યક્ષ પ્રો. ડૉ. હિતેશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના રાજકીય અને સામાજિક વિચારો, તેમના રાષ્ટ્રીય દૃષ્ટિકોણ તથા આધુનિક ભારતના સંદર્ભમાં તેમના ચિંતનની પ્રાસંગિકતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જીવન, રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન અને એકાત્મ માનવવાદના સિદ્ધાંતને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિભાગના અધ્યાપકો, સંશોધનાર્થીઓ તથા…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, હાલમાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે ગાંધીનગરની જનતા અને પ્રબુદ્ધ મતદારો પર બહુ મોટી જવાબદારી છે. હું સૌ ગાંધીનગરવાસીઓને વિનંતી કરવા આવ્યો છુ કે અત્યાર સુધી આપણે સતત એકતરફી મતદાન કરતા આવ્યા છીએ, જેના વરવા પરિણામો આપણે અને આપણી નવી પેઢી ભોગવી રહી છે. આજે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શોષણ અને ગુંડાઓ તથા ગુનેગારોનું ખુલ્લેઆમ ફરવું એ મુખ્ય મુદ્દાઓ બની ગયા છે. આપણે કે આપણા સગા-સંબંધીઓ જ્યાં રહે છે ત્યાં વાતો થાય છે, પરંતુ સાચી હકીકત અને વાસ્તવિકતા શું છે તે સૌ જાણીએ છીએ. ભારતીય જનતા…

Read More

તાલિબાને આપી બદલાની ધમકી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ૧૦ અલગ સ્થળો પર એરસ્ટ્રાઈક પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઇસ્લામિક આતંકવાદીઓના હુમલા અને સરહદ પારની ગતિવિધિઓને લઈને તણાવ પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં આવેલા ૧૦ અલગ-અલગ સ્થળો પર હવાઈ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારે જણાવ્યું હતું કે આ સ્થળોનો ઉપયોગ ડ્રોન સ્ટોર કરવા અને તેના દ્વારા હુમલા કરવા માટે કરવામાં આવતો હતો. જેમાંથી કેટલાક ડ્રોનનો ઉપયોગ એક દિવસ અગાઉ પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની વાયુસેના દ્વારા આ હુમલાઓ મર્યાદિત લશ્કરી ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને ચોકસાઈપૂર્વક પાર પાડવામાં આવ્યા છે અને અફઘાનિસ્તાન તરફથી જાે કોઈ વધુ…

Read More

કૅપ્ટનશીપ પર ગંભીરનું મોટું નિવેદન શુભમન ગિલ નસીબદાર છે કે તેને રોહિત-વિરાટનો સાથ મળ્યો ગૌતમ ગંભીરે શુભમન ગિલના નેતૃત્વની પ્રશંસા કરી વેસ્ટ ઇન્ડિઝ સામેની આગામી ૩ મેચની વન-ડે સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે યુવા કપ્તાન શુભમન ગિલની આગેવાની અને તેના વિકાસમાં રોહિત શર્મા તથા વિરાટ કોહલીના યોગદાનની ભરપૂર પ્રશંસા કરી છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની આ સીરિઝની પ્રથમ વન-ડે મેચ આગામી ૨૭ સપ્ટેમ્બરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ગિલ ગત વર્ષથી વન-ડે ટીમનું સુકાન સંભાળી રહ્યા છે અને ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સમગ્ર સફરમાં વરિષ્ઠ ખેલાડીઓનું…

Read More

ભારતે પાંચમા દિવસે કરી શાનદાર શરૂઆત, બેક ટૂ બેક મેડલ જીત્યાં સતનામ સિંહ અને સલમાન ખાનની જાેડીએ રોઇંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો : ભારતના મેડલની સંખ્યા ૧૪ થઈ આજે, ૨૪ સપ્ટેમ્બરના રોજ, એશિયન ગેમ્સ ૨૦૨૬ માં ભારતની શરૂઆત શાનદાર રહી. ભારતે અત્યાર સુધીમાં બે મેડલ જીત્યા છે. રોશીબીના દેવીએ વુશુમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સતનામ સિંહ અને સલમાન ખાનની જાેડીએ રોઇંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે, ભારતનો કુલ મેડલ આંકડો ૧૪ પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં, ભારતે એશિયન ગેમ્સ ૨૦૨૬ માં એક ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતની સ્ટાર ફાઇટર રોશીબીના દેવીએ…

Read More

સુનીતા આહુજાનું રિએકશન કુતરાને પ્રેમ કરો, માણસ કરતાં વફાદાર હોય સુનીતાએ એરપોર્ટ પર એવું નિવેદન આપ્યું હતું કે માણસ તો દગાબાજ હોય છે, ગમે એટલો પ્રેમ કરો કોઈ ફાયદો નથી બોલીવુડ એક્ટર ગોવિંદા તેની આગામી ફિલ્મ રૂપાની અભિનેત્રી કોમલ રાની સાથે મુંબઈના સુપ્રસિદ્ધ લાલબાગચા રાજા ના દર્શન કરવા પહોંચ્યો હતો. તે સમયના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ગોવિંદાના ફોટો અને વિડીયો વાયરલ થયા પછી સુનિતા આહુજા ફરી એક વખત આંકરાપાણીએ જાેવા મળી. આ વખતે તેણે ગોવિંદા કે કોમલનું નામ લીધા વિના પોતાનું રિએક્શન આપ્યું હતું. તેણે પોતાનું રિએક્શન આપતા એવું કહ્યું કે માણસો દગાબાજ…

Read More

નીતિન ગડકરીની મોટી જાહેરાત ઓક્ટોબરમાં આવશે ૧૦૦% ઈથેનોલથી ચાલતી કાર મકાઈમાંથી ઈથેનોલ બનાવવાના ર્નિણયથી ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ કરોડનો ફાયદો થયાનો દાવો કેન્દ્રીય રોડ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે તેમને ૧૦૦ ટકા ઈથેનોલ પર ચાલવા સક્ષમ ટોયોટા ઇનોવા કારના લોન્ચિંગ માટે આમંત્રણ મળ્યું છે, જે આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થવા જઈ રહી છે. ઈ૨૦ પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે તેમણે ઈથેનોલ અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના સમર્થનની વાત ફરી કરી હતી.દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હાલ વિશ્વના ૧૯ દેશોમાં ઈથેનોલનો ઉપયોગ થઈ રહ્યો છે અને હવે આ ઇંધણ વાપરતા વાહનો…

Read More

દેશના ફૂડ ઓપરેટરો પર તંત્રનો સપાટો એમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર ફૂડ ઓથોરિટી ત્રાટકી ગેરમાર્ગે દોરતા દાવા અને પ્રતિબંધિત ઉત્પાદનોના વેચાણ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ફૂડ ઓથોરિટી એફએસએસએઆઈએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઝેપ્ટો સામે ગેરમાર્ગે દોરતા દાવા અને પ્રતિબંધિત પ્રોડક્ટ્સના વેચાણ સહિત વિવિધ નિયમોનું પાલન ન કરવા બદલ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દીધી છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ત્રાટકી છે. તેમા એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઝેપ્ટો પર રેગ્યુલેટરી નોન-કોમ્પ્લાયન્સ બદલ સજા કરી છે.નોન-કોમ્પ્લાયન્સમાં મિસબ્રાન્ડિંગ,…

Read More