- 1winn APK Download – Step‑by‑Step Registration Guide
- પુરુષોની હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને ૪-૩થી હરાવ્યું: ૬૦મી મિનિટે ગોલ કરી અભિષેકે અપાવી જીત
- ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જમીન વિવાદમાં હનુમાન મંદિરમાં બે સાધુઓને બાંધીને જીવતા સળગાવી દેવાયા
- ‘ભારતને તમારી બહાદુરી પર ગર્વ છે’: પીએમ મોદીએ કેપ્ટન સ્મિત મચ્છારની પ્રશંસા કરી, કહ્યા ‘સાચા હીરો’
- ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ₹૩૦ લાખની ઠગાઈ, વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો
- વનડે વર્લ્ડ કપ ૨૦૨૭: બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સીધી ક્વોલિફાય થવામાં નિષ્ફળ
- પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સાધુના રહસ્યમય મોત બાદ શિષ્યોના નિયમો અને ડ્રેસકોડ બદલાયા
- અમેરિકામાં મેકડોનાલ્ડ્સના બર્ગરના ભાવ હવે AI નક્કી કરશે: દર ૨ માઈલે જોવા મળશે અલગ રેટ
Author: garvigujrat
બોલિવૂડ અભિનેત્રી રાણી મુખર્જીના માતા અને પૂર્વ પ્લેબેક સિંગર કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન કૃષ્ણા મુખર્જીનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથેનો સબંધ માત્ર રાણી મુખર્જીના માતા હોવા પૂરતો મર્યાદિત નહોતો બોલિવૂડ અદાકારા રાણી મુખર્જીના માતા અને પૂર્વ પ્લેબેક સિંગર કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે પરિવારે એક નિવેદન જાહેર કરીને આ દુ:ખદ સમાચાર આપ્યા હતા. જાણવા મળ્યા મુજબ, કૃષ્ણા મુખર્જીએ મંગળવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે.કૃષ્ણા મુખર્જીના પરિવારે નિવેદનમાં તેમના નિધનની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ તેમના માટે અત્યંત મુશ્કેલ સમય છે. પરિવારે લોકોને આ…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. દેશના કરોડો લોકોની રોજિંદી ચુકવણીનો હિસ્સો બની ગયેલા UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) દ્વારા પેટ્રોલ કે ડીઝલની ૨૦૦૦ રૂપિયાથી વધારે રકમની ખરીદી પર પ્રતિ વ્યવહાર પાંચ રૂપિયાનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને (AIPDA)રૂપિયા બે હજાર થી વધુના વ્યવહારો માટે ફરીથી માત્ર રોકડમાં પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કરવાની ધમકી આપી છે. AIPDA એ જણાવ્યું હતું કે પેટ્રોલ-પમ્પનો નફો મર્યાદિત અને ઓછો હોય છે તેથી MDR ચાર્જિસનો બોજ અમારા પર પડશે. આ ચાર્જ અમારા નફાના પાતળા માર્જિનને દબાવી દેશે. ઈંધણના પેમેન્ટ્સને MDR માંથી મુક્તિ આપવામાં આવે.…
(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગટર સફાઈ દરમિયાન થતી ગંભીર દુર્ઘટનાઓ અને કામદારોના કરુણ મોત અટકાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સુરત શહેરમાં કોઇપણ વ્યક્તિ કે મિલકતદાર દ્વારા માણસો પાસે પ્રત્યક્ષ રીતે ગટરની સફાઈ કરાવવામાં આવશે, તો તેમની સામે સીધી ફોજદારી ફરિયાદ દાખલ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે ખાનગી મિલકતદારો, સોસાયટીઓ કે કોમ્પ્લેક્ષના સંચાલકો યોગ્ય સુરક્ષા સાધનો વગર ગટર કે સેપ્ટિક ટેન્ક સાફ કરવા માટે કામદારોને ઉતારે છે. જેમાં ઝેરી ગેસ ગૂંગળામણને કારણે કામદારો જીવ ગુમાવે છે.…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે GenZ માટે આ સરકાર કેટલી સંવેદનશીલ છે એનું એક ઉદાહરણ હાલ જોવા મળ્યું. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સિલ્વર ઓક કોલેજમાં બીએસસી બાયો ટેકનોલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક દીકરી કોલેજ જઈ રહી હતી અને રોડ પર પાણી ભરાયેલું હતું, એટલા માટે એ સાઈડમાંથી ચાલી રહી હતી અને એના પર ક્રેન ફરી વળી. જે દીકરી સાયન્ટિસ્ટ બનવા માંગતી હતી એ અકાળે ભગવાનના ઘરે પહોંચી ગઈ. સામાન્ય પરિવાર પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે કમર કસે છે અને આ અસંવેદનશીલ સરકારને કંઈ પડી…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ગવર્નન્સ અને નવીનતાને વેગ આપવા માટે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે અને State-wide GPU-as-a-Service (GPUaaS) Frameworkને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવસ્થા હેઠળ સરકારી વિભાગો અને સંલગ્ન સંસ્થાઓને હાઈ-પરફૉર્મન્સ GPU કમ્પ્યુટિંગ રિસોર્સિસની સામૂહિક અને કેન્દ્રિત સુવિધા ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ કરાયેલા આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર AIનો ઉપયોગ માત્ર ટેક્નોલોજી સુધી મર્યાદિત ન રાખીને સુશાસન, જાહેર સેવા વિતરણ અને નવીનતામાં તેનો વ્યાપ વધારવા માગે છે. આ માટે અમલમાં મુકાયેલા AI Action Planના છ મુખ્ય સ્તંભોમાં…
કરાર આધારિત કર્મચારીઓને મોટો ઝટકો ગ્રેચ્યુઈટી અંગે સુપ્રીમ કોર્ટનો આંચકાજનક ચુકાદો જાે મુખ્ય કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલા શ્રમિકો વચ્ચે સીધો નિયોક્તા-કર્મચારી સંબંધ ન હોય ભારતમાં કર્મચારીઓને મળતા મહત્ત્વપૂર્ણ નાણાકીય લાભ ગ્રેચ્યુઇટીને લઈને સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોન્ટ્રાક્ટ (કરાર) પર કામ કરતા કર્મચારીઓની ગ્રેચ્યુઇટી ચૂકવવા માટે મુખ્ય નિયોક્તા જવાબદાર રહેશે નહીં. જાે મુખ્ય કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલા શ્રમિકો વચ્ચે સીધો નિયોક્તા-કર્મચારી સંબંધ ન હોય, તો મુખ્ય કંપની પર ગ્રેચ્યુઇટી ચૂકવવાની કાનૂની જવાબદારી લાદી શકાય નહીં. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ મનમોહનની બેન્ચે આ મહત્ત્વપૂર્ણ ચુકાદો બોમ્બે…
સરકાર પાસે ઘોંઘાટ સામે લીધેલા પગલાંનો જવાબ માગ્યો ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ રાજ્ય સરકાર સહિત સંબંધિત અધિકારીઓને ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે લેવાયેલા પગલાં અને નિયમોના તાત્કાલિક પાલન માટેની જાણકારી માગી ગણેશોત્સવ દરમિયાન મોટા આવાજે વાગતા ડીજે, લાઉડ સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમને કારણે થઈ રહેલા ધ્વનિ પ્રદૂષણને લઈને બોમ્બે હાઇકોર્ટ લાલઘૂમ થઈ છે. કોર્ટે આ મામલે સુઓમોટો લીધો હતો અને રાજ્ય સરકાર સહિત સંબંધિત અધિકારીઓને ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે લેવાયેલા પગલાં અને નિયમોના તાત્કાલિક પાલન માટેની જાણકારી માગી છે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે, કોર્ટ કોઈપણ ધર્મ કે તહેવારની વિરુદ્ધ નથી, પરંતુ…
એક વર્ષમાં ખાદ્યાન્ન, કન્ઝ્યુમર ગૂડ્સથી ઓટોમોબાઈલ બધું જ મોંઘું નવી દિલ્હીમાં GST કાપને એક વર્ષ પૂર્ણ થયુ આ દર ઘટાડાના લીધે માંગને વેગ મળ્યો હતો અને તે નવા ઊંચા સ્તરે પહોંચી હતી જીએસટી રેશનલાઇઝેશનને બરોબર એક વર્ષ થયું છે, પરંતુ કોમોડિટીના ઊંચા ભાવના કારણે આ ભાવ ઘટાડાનો નોંધપાત્ર ફાયદો ધોવાઈ ગયો છે. આ ભાવ ઘટાડાથી તે સમયે ફૂડથી લઈને કન્ઝ્યુમર ગૂડ્સ અને ઓટોમોબાઇલ્સ સુધીના સેક્ટરોને નોંધપાત્ર ફાયદો થયો હતો. આ દર ઘટાડાના લીધે માંગને વેગ મળ્યો હતો અને તે નવા ઊંચા સ્તરે પહોંચી હતી. જીએસટી રેટ ઘટાડાનો સૌથી વધુ ફાયદો ઓટોમોબાઇલ સેક્ટરને થયો હતો. તેના લીધે છેલ્લા એક વર્ષમાં એટલે…
મા જગદંબાના પ્રાગટ્ય,શિવ-સતીની ગાથા અને ભાદરવા પૂનમના મેળાનું મહાત્મય સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં આદ્યશક્તિ ર્માં જગદંબાની ઉપાસનાનું વિશેષ અને સર્વોચ્ચ સ્થાન છે.સૃષ્ટિની ઉત્પત્તિ-સ્થિતિ અને સંહારના મૂળમાં પરમાત્માની આદિ શક્તિ જ કાર્યરત છે.હિન્દુ ધર્મગ્રંથોમાં ખાસ કરીને શ્રીમદ્ દેવી ભાગવત પુરાણ, માર્કન્ડેય પુરાણ અને વાલ્મીકી રામાયણ જેવા પવિત્ર ગ્રંથોમાં દેવીના વિવિધ અવતારો,તેમનું પ્રાગટ્ય,શિવ-શક્તિના દિવ્ય સંબંધો અને પૃથ્વી પર શક્તિ પીઠોની સ્થાપનાની અત્યંત રોમાંચક તથા રહસ્યમય કથાઓ આલેખવામાં આવી છે. ગુજરાતના ઉત્તર ભાગમાં બનાસકાંઠા જિલ્લાના આરાસુર-અંબાજી પર્વતની ગિરીમાળાઓમાં આવેલું અંબાજી ધામ એ ૫૧ શક્તિપીઠોમાં મુકુટ સમાન અને અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.ભાદરવા સુદ પૂનમના પવિત્ર અવસરે અહીં યોજાતો ભવ્ય મેળો એ માત્ર ગુજરાત…
ભગવાનના વામન અવતારની કથા ભાદરવા સુદ-૧૨ એ વામન જયંતી તરીકે ઉજવવામાં આવે છે.જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભક્તોની રક્ષા કરવા માટે,પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે,ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે અને પોતાના ભક્તોને નિજ સ્વરૂપનું સુખ આપવા ભગવાન નારાયણ સ્વયં અવતાર ધારણ કરે છે.વામન અવતાર ભગવાન નારાયણનો પાંચમો અવતાર હતો, જેમાં પ્રભુએ વામનરૂપમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો.આ અવતારની વાર્તા અસુર રાજા બલિથી શરૂ થાય છે.બલિ વિરોચનનો પુત્ર હતો.પ્રહ્લાદનો પુત્ર વિરોચન નાસ્તિક નીકળ્યો,જેની અસર તેના દીકરા બલિ ઉપર પડી.પિતા કરતાં દાદાના સંસ્કાર પૌત્રમાં વધુ આવતા હોય છે. જે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


