- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બંદર અબ્બાસમાં એરસ્ટ્રાઈક સીઝફાયર વચ્ચે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ અનુસાર ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની બે બોટ્સ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં દરિયાઈ માઈન્સ બિછાવી રહી હતી મિડલ ઈસ્ટમાં જ્યારે પણ એવું લાગે કે હવે શાંતિ સ્થપાશે, ત્યારે જ કંઈક એવું બને છે જે આખી દુનિયાને ચોંકાવી દે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે સીઝફાયર ચાલી રહ્યો છે અને પડદા પાછળ શાંતિ વાટાઘાટોના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ, આ દરમિયાન જ હોર્મુઝની ખાડી નજીક થયેલા જાેરદાર વિસ્ફોટોએ સાબિત કરી દીધું છે કે આ શાંતિ માત્ર કાચની દીવાલ જેવી છે, જે ગમે ત્યારે તૂટી શકે…
ક્રૂડ તેલના વાયદામાં રૂ.269ની વૃદ્ધિઃ સોનાનો વાયદો રૂ.1292 અને ચાંદીનો વાયદો રૂ.5618 ઘટ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.29179.66 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.487539.88 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18747.33 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.516719.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29179.66 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.487539.88 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2624.51 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18747.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.158789ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.158789 અને નીચામાં રૂ.157735ના મથાળે અથડાઈ, રૂ.159081ના આગલા બંધ સામે રૂ.1292 ઘટી રૂ.157789ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં આસમાને પહોંચેલી મોંઘવારી, બેરોજગારી, ધંધામાં મંદી,શિક્ષણનું ખાનગીકરણ, કોર્પોરેટ કંપની જેવી મોંઘીદાટ ખાનગી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો અને સરકારી સ્કુલો રામભરોસે જેવા હાલના સમયમાં પ્રજા (એટલેકે મતદારો) પાસેથી મીઠાથી લઈને મીઠાઈ સુધીની દરેક વસ્તુમાં ટેક્ષ વસૂલતી આ સરકારમાં બેઠેલા કોર્પોરેટરોથી લઈને વાયા મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની દરેક વ્યક્તિ પ્રજાની સેવાની વાત કરતી હોય છે. ત્યારે સિક્કાની બીજી બાજુ જોવા જઈએ તો આ મંત્રીઓ અને નેતાઓનો મુખ્ય આશય સત્તાના સિંહાસને બેસીને સત્તાનો સ્વાદ ચાખવાનો હોય છે. કારણ એમને પ્રજાના પૈસે ધાગડધિન્ના કરવા જેવી બધી જ જરૂરી સગવડો જેવી કે બંગલા,ઓફિસો,ગાડી, લાઇટ,ટેલીફોન, નોકર-ચાકર, પેટ્રોલ, રેલ સહિત હવાઈ મુસાફરી પરિવાર સાથે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનો અધિકારીઓ, નિવૃત્ત અધિકારીઓ અને તેમના સગા- સંબંધીઓના ઘરે અંગત કામ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આ ગેરકાયદેસર પ્રથા સામે મોરચો માંડવામાં આવ્યો છે. કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે કે, પાલિકાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાના અંગત નિવાસસ્થાને સફાઈ, રસોઈ અને ઘરવખરીના કામો માટે પાલિકાના સફાઈ કામદારોને ફરજ પર મૂકે છે. આ પ્રકારની પ્રવૃત્તિને કારણે પાલિકાની મુખ્ય ફરજોમાં સફાઈ કામદારોની અછત વર્તાય છે અને બાકીના કર્મચારીઓ પર કામનું અતિશય ભારણ વધી રહ્યું છે. મહામંડળ દ્વારા કરવામાં આવેલા મુખ્ય આક્ષેપો: અધિકારીઓની ખુશામત: કેટલાક સેનેટરી ઇન્સ્પેક્ટરો…
હાર્ડ ડિસ્ક્સ ચોરીની જાણ ૨૧ મે, ૨૦૨૬ના થઈ હતી ઝોયા અખ્તરના પ્રોડક્શન હાઉસમાંથી ફિલ્મની હાર્ડ ડિસ્ક્સ ચોરી પોલીસે પચીસ જેટલી હાર્ડ ડિસ્ક્સ ચોરીને સસ્તી કિંમતે વેચી દેનારા કંપનીના કર્મચારી સહિત બે જણની ધરપકડ કરી હતી ફિલ્મમેકર-પ્રોડ્યુસર ઝોયા અખ્તર અને સ્ક્રીનરાઈટર રીમા કાગતીના માલિકીના પ્રોડક્શન હાઉસની બાન્દ્રામાં આવેલી ઑફિસમાંથી ફિલ્મશૂટની હાર્ડ ડિસ્ક્સ ચોરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસે પચીસ જેટલી હાર્ડ ડિસ્ક્સ ચોરીને સસ્તી કિંમતે વેચી દેનારા કંપનીના કર્મચારી સહિત બે જણની ધરપકડ કરી હતી.બાન્દ્રા પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ મોહમ્મદ શાહીદ અઝીમ ખાન અને રિતેશ શાહ (૪૪) તરીકે થઈ હતી. આરોપી ખાન ફિલ્મ પ્રોડ્યુસર ઝોયા અખ્તરની કંપનીનો કર્મચારી…
ઉત્સાહમાં ને ઉત્સાહમાં સ્ટેજ પરથી જ બે વખત જીભ લપસી અભિનેતા રામ ચરણે જસપ્રીત બુમરાહથી માફી માંગી! ભોપાલના કાર્યક્રમમાં રામ ચરણને ભારતીય ક્રિકેટરો વિશે થોડા શબ્દોમાં અભિપ્રાય આપવા માટે કહેવામાં આવ્યું હતું સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ પોતાની આગામી ફિલ્મ ‘પેદ્દી’ના મ્યુઝિક લોન્ચ ઈવેન્ટ માટે મધ્યપ્રદેશના ભોપાલ પહોંચ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન પણ હાજર રહ્યા હતા. ઇવેન્ટ દરમિયાન વાતચીત કરતી વખતે રામ ચરણે ભારતીય ક્રિકેટરોના જાેરદાર વખાણ કર્યા હતા, પરંતુ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ઉલ્લેખ કરતી વખતે તેમનાથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી.રામ ચરણે જસપ્રીત…
રણવીરની મનમાનીથી ૪૫ કરોડનું નુકસાન થયાની ફરહાનની ફરિયાદ ડોન થ્રી અચાનક છોડી દેવા બદલ સિને ફેડરેશનનો રણવીર પર પ્રતિબંધ તમામ સિને સંગઠનોને પ્રતિબંધનો અમલ કરવા અપીલ : બીજી તરફ, રણવીરે કહેડાવી દીધું કે હું જવાબ આપવા બંધાયેલો નથી બોલિવુડનાં ફિલ્મ નિર્માણનાં જુદાં જુદાં પાસાંને લગતાં કામ કરનારા કલાકારો, ટેકનિશિયનો, ક્રૂ મેમ્બર્સનાં ૩૦થી વધારે સંગઠનોના બનેલાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝ (એફડબલ્યૂઆઈસીઈ) દ્વારા રણવીર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. રણવીરે ‘ડોન થ્રી’ ફિલ્મ સાઈન કર્યા બાદ તેનું શૂટિંગ શરુ થવાને દસ જ દિવસ બાકી હતા ત્યારે અચાનક ફિલ્મ છોડી દેતાં પોતાને ૪૫ કરોડનું નુકસાન થયાની ફરિયાદ નિર્માતા ફરહાન અખ્તરે કર્યા…
દિકરા વરુણ ધવન સાથેની ચર્ચામાં ડેવિડે કલાકારોને બેવફા ગણાવ્યા નિવૃત્તિ જાહેર કરતા ડેવિડ ધવને કલાકારોની વફાદારી પર ટોણો માર્યાે મેં અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, રાજ બબ્બર, રિશિ કપૂર, સંજય દત્ત, ગોવિંદા અને સલમાન ખાન સાથે કામ કર્યું છે : ડેવિડ ધવન ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક લોકપ્રિય કોમેડી ફિલ્મો આપનારા ડિરેક્ટર ડેવિડ ધવને નિવૃત્તિ જાહેર કરતા પોતાના દિકરા વરુણ ધવન સાથે એક પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે બોલિવૂડનાં એક્ટર્સ પર પરોક્ષ રીતે નિશાન સાધતાં કહ્યું કે તેઓ કોઈ પ્રત્યે વફાદાર રહેતા નથી. ડેવિડ ધવને ૭૪ વર્ષે ફિલ્મોમાંથી નિવૃત્તિ લેતા, પોતાની કૅરિયર અને સ્ટાર્સ સાથેના કામના અનુભવો વિશે ખુલીને વાતચીત કરી…
રાજ્યની આંગણવાડીઓમાં પ્રવેશોત્સવ અંતર્ગત મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૯ અને ૨૦ મે ૨૦૨૬ દરમિયાન ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ, પાયાના શિક્ષણ અને જીવન ઘડતરના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૭.૫૯ લાખથી વધુ વાલીઓ અને ૧૯.૭૦ લાખથી વધુ બાળકો સહભાગી થયા હતા. આંગણવાડી માત્ર પૌષ્ટિક આહાર જ નહીં પરંતુ બાળકના સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ ઘડતર માટેનું એક મહત્વનું પ્લેટફોર્મ છે જેને આ કાર્યક્રમ થકી વાલીઓ સુધી પહોંચાડવામાં આવી છે. આ બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત…
મોંઘવારીની સીધી અસર રસોડા પર.શાકભાજી-કરિયાણું મોંઘું થતાં સામાન્ય નાગરિકોની કમર તુટી!.ઇંધણના ભાવવધારાને કારણે કરિયાણા સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો જાેવા મળ્યો.સુરત શહેરમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર એટલો મોટો બોજ નાખ્યો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય રાજનીતિના બહાને ઇંધણના ભાવમાં જે ઝીંકાયેલો સતત વધારો છે, તેણે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને આંબતા ભાવોને કારણે માલવાહક વાહનોના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સીધો અને અસહ્ય ઉછાળો આવ્યો છે. સત્તાવાર માહિતી મુજબ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સીધો ૧૦%નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે, જેની સીધી અને ઘાતક અસર કરિયાણા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


